________________
શ્રી વિમલગિરિ નામ આપનાર સૂરરાજાની કથા
તપને નિફ્ટ બનાવે છે, શ્રાપ દેતો આત્મા એક વર્ષના તપને હણે છે, અને મારતો આત્મા પોતાના સાધુપણાનો જ નાશ કરે છે. અત્યંત તીવ્રÀષ રવાથી સો ગુણો – લાખ ગુણો – ક્રેડ ગુણો – કોડાકોડી ગુણો અને એનાથી પણ વધારે વિપાક થાય છે. (ભોગવવો પડે છે. ) આ સાંભળીને મદનરાજાએ સારા ઉત્સવપૂર્વક પોતાના પુત્રને રાજય આપી અંતે અનશનથી મરી મદનરાજા દેવલોકમાં ગયા
સૂર કુસંગતિના યોગથી સાતવ્યસન સેવનારો થયો, શિકારીઓના સંગથી હંમેશાં ઘણાં પશુઓને મારે છે. એક વખત રાજાવડે હણાતા એવા ભૂડ રાજાને દાઢવડે પૃBઉપર મજબૂત અને નિર્દયપણે પ્રહાર ર્યો. જેમ જેમ રાજાના શરીરમાં ચિકિત્સા કરાય છે. તેમ તેમ પીડાને કરનારો ઝરતો કોઢ રાજાને થયો. વૈદ્યએ ઘણી જાતના જુદા જુદા પ્રકારનાં ઔષધોથી રાજાની ચિસિા કરી, તો પણ રાજા સાજો ન થયો. અને તે વખતે દુઃખી થયેલો તે હૃદયમાં પીડા કરવા લાગ્યો. ગંગાતીર્થ – ગયા તીર્થ વગેરે તીર્થોનાં પાણી વડે સ્નાન કરવા છતાં રાજા જયારે નીરોગી ન થયો, ત્યારે તેણે મંત્રીઓને કહયું. હવે હું અગ્નિવડે કરીને મારા પ્રાણોનો જલદી ત્યાગ કરીશ. તેથી રાજા સ્મશાનમાં શરીરનો ત્યાગ કરવા ગયો. ( બળી મરવા ગયો ) ત્યારે ત્યાં આવેલા જ્ઞાનીમુનિ બોલ્યા કે હે રાજા ! તું આમ ન મર. રાજા કહે કે કોઢથી પીડાયેલો હું એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. .
જો મારા શરીરમાંથી હમણાં જલદી કોઢ જાય તો જ મારે જીવિત છે. નહિ તો મને મરણનું શરણ હો. ત્યારે જ્ઞાની કહે છે કે ચૈત્રીપૂર્ણિમાના દિવસે સવારે શત્રુંજયમાં જઈને મનોહર એવા ચન્દ્રકુંડના પાણી વડે આનંદથી નાન કરીને રાયણના ઝાડ નીચે રહેલી માટીવડે શરીરને વિલેપન કરી સ્નાન કરવું અને હંમેશાં યુગાદિવનું ધ્યાન કરવું તો પંદરમાં દિવસે કોઢ જતો રહે તેમાં સંશય નથી. જ્ઞાનીની આ વાત સાંભળીને જ્ઞાનીમુનિએ કહેલ વાતને આનંદથી કરતાં એવા રાજાએ પોતાના દેહમાંથી લેઢને જલ્દી દૂર ર્યો, શરીર નિર્મલ થયું ત્યારે રાજાએ અસંખ્ય રાજાઓ સહિત શત્રુંજયનું શ્રી વિમલગિરિ એ પ્રમાણે નામ ક્યું.
તે પછી તે રાજાએ જેનું નામ વિમલગિરિ પાડ્યું છે. એવા તીર્થમાં અસંખ્ય રાજાઓ સાથે સેંકડે યાત્રા કરી. અસંખ્ય મનુષ્યોની સાથે રાજાએ શત્રુજ્યને વિષે યાત્રા કરતાં ધર્મથી મોક્ષમાં ગમનકરનાર કર્મ ઉપાર્જન ર્યું. જે (શત્રુંજ્યો જોવાયેલો દુર્ગતિને ણે છે. નમસ્કાર કરાયેલો બે દુર્ગતિને હણે છે. તે સંઘના સ્વામી એવા અરિહંતના પદને કરનારતે વિમલગિરિ જ્ય પામો. સૂરરાજાએ પોતાના પુત્રને પોતાનું રાજ્ય આપી શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈ અતિદુક્ર તપ કર્યું.
તીવ્રતપ કરતાં સૂરરાજા કેવલજ્ઞાન પામ્યા. અને પછી ભવ્યજનોને જિનેશ્વરે હેલાં ધર્મનો પ્રતિબોધ પમાડ્યો. ત્રણ હજાર સાધુઓ સહિત સૂરમુનિ કર્મરૂપી મલથી રહિત થઈ શ્રી વિમલગિરિઉપર મુક્તિનગરમાં ગયા. કહયું છે કે :- હજારો પાપ કરી, સેંકડો પ્રાણીઓની હિંસા કરી જે આ ગિરિઉપર તપ કરે છે. તે મોક્ષમાં જાય છે. તપાગચ્છરૂપી આકાશમાં સૂર્યસરખા મુનિસુંદરસૂરિના શિષ્ય શુભશીલે આવૃત્તિ –(ટકા) બનાવી.
વિમલગિરિ નામ પરની સૂર રાજાની ક્યા સંપૂર્ણ
– – –