SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર કહયું છે કે સાર વગરના સંસારમાં શરીરધારી આત્માઓને સંસારમાં સુખનો ભ્રમ થાય છે. જેમ બાલકોને લાલાપાન કરતાં અંગૂઠામાં દૂધનો ભ્રમ થાય છે તેમ. સંપત્તિઓ પાણીના તરંગો સરખી છે. યૌવન ત્રણ ચાર દિવસ રહેવાવાળું છે, આયુષ્ય શરદઋતુના વાદળની જેમ ચંચલ છે. ધનવડે શું પ્રયોજન છે ? વખાણવા લાયક એવા ધર્મને તમે કરો. લક્ષ્મી ચાલી જવાથી સમસ્તપરિવાર પણ કોઈ કણે ચાલી ગયો. ફક્ત સ્વામીની ભક્તિમાં પરાયણ એક મંત્રી જ રહયો. ભૂખથી પીડાયેલો રાજા પત્ની-પુત્ર ને મંત્રી સાથે જીવિતની ઇચ્છાવાળો નિરંતર ફલોવડે પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. અનુક્રમે ચાલતો એવો તે રાજા ઉમાપુરમાં આવીને કોઇક્ના ઘરમાં રહીને લાકડાં વગેરે વેચવાથી ક્ટપૂર્વક પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. તે વખતે મંત્રીપણ કષ્ટવડે પોતાના ઉદરને ભરતો ઉત્તમભક્તિથી સારવાર પણ રાજાના પડખાને છેડતો નથી. કહયું છે કે ચિત્તને જાણનારે -સદાચારથી સંપન્ન-ઉત્તમવાણીવાળો –ચતુર-પ્રિય બોલનાર–સત્ય કહેનાર-ચાદ શક્તિવાળો –મંત્રીશ્વર લોકવડે વખણાય છે. આઠ વર્ષ ગયાં ત્યારે એક વખત રાજા લાકડાં લેવા માટે કેટલામાં જંગલમાં ગયો તેટલામાં એક સ્ત્રીએ કહયું કે – જો તમને ગમતું હોય તો હું તમારા ઘરમાં આવીશ. અને શત્રુના હાથમાંથી તમારા હાથમાં પિતાનું રાજય આવશે. રાજાએ કહયું કે પહેલાં હું એક સ્ત્રીવડે કપટથી રાજ્ય અપહરણ કરવાથી જ્ઞાયો છું. તારાવડે હમણાં મને શું અપાશે? સ્ત્રીએ કહયું કે હે રાજા ! જે સ્ત્રીવડે તારું રાજ્ય ગુમાવાયું છે તારા કર્મથી દારિદ્રિણી દેવી આવી હતી. હમણાં તો હું તારા પુણ્યોદયથી તારા રાજ્યની અધિષ્ઠાત્રી દેવી તને પિતા સંબંધી રાજય આપવા માટે અહીં આવી છે. રાજાએ કહ્યું કે તું મને શા માટે વચનના દંભથી છેતરે છે? દેવીએ કહ્યું કે – તું હમણાં પોતાના નગરમાં જા અને એકાંતમાં રહે. ત્રણ મહિનાના અંતે શુક્તપંચમીના દિવસે દિવસના અંતે તારોરાત્ર પુત્રવગર યમમંદિર જશે. મરણ પામશે. તે વખતે તને આવેલા જાણીને હે રાજન ! તારા પુણ્યોદયથી જ મંત્રી વગેરે તને જલ્દી રાજય આપશે. તે પછી રાજા દેવીના વાક્યથી ગુપ્તપણે પોતાના નગરમાં જઈને તે રાજા મરી ગયો ત્યારે રાત્રિમાં અનુક્રમે પોતાનું રાજ્ય પામ્યો. પોતાના રાજયનું જવાનું વર્ણન એક વખત - રાજાએ મુનિને પૂછ્યું ત્યારે મુનિએ કહયું કે – તું પૂર્વભવમાં ભીમપુરમાં ક્ષત્રિય હતો. ત્યાં તારા વડે કઈક સ્ત્રીનું રત્ન હરણકરીને છુપાવાયું હતું. આઠ પહોરના અંતે અનુકંપાથી તે પાછું આપ્યું. તે સ્ત્રી કરીને તારો શત્રુ સિંહરથ રાજા થયો. મરણ પામેલો ક્ષત્રિય એવો તું મદનરાજા થયો. પૂર્વભવમાં તારાવડે સ્ત્રીનું રત્ન આઠપહોર સુધી હરણ કરાયું હતું. તેથી આઠવર્ષ સુધી શત્રુવડે તારું રાજય ગ્રહણ કરાયું यत:- फरुणवयणेण दिणतवं अहिक्खिवंतो हणेइ मासतवं। वरिसतवं सवमाणो हणइ हणंतो असामन्नं ॥१॥ तिव्वयरे उपओसे सयगुणिओसयसहस्सकोडिगुणो। कोडाकोडिगुणो वा हुज्ज विवागो बहुतरो वा ॥२॥ ઠોર વચન બોલવાવડે આત્મા એક દિવસના તપને નિફલ કરે છે, આક્રોશ કરતો આત્મા એક મહિનાના
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy