________________
૪૩૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
મોહમય પ્રમાદરૂપી મદિરાનું પાન કરીને ઉન્મત્ત થયું છે ૧. પ્રમાદ એ પરમશત્રુ છે. પ્રમાદ એ પરમ ઝેર વિષ છે. પ્રમાદ એ મુક્તિ નગરનો ચોર છે. અને પ્રમાદ એ નરકને આપનારો છે. ૨. પુરુષ બંધુ નિમિત્તે અને શરીર નિમિતે પાપ કરે છે. તે સર્વ (પાપ) તે એક્લો નરકઆદિમાં વારંવાર ભોગવે છે. ૩. સ્વર્ગમાંથી આવેલા પ્રાણીઓનાં હૃદયમાં આ જીવલોકમાં ચાર પદાર્થો – (વસ્તુ) હંમેશાં રહે છે. એક દાનનો પ્રસંગ – બીજું નિર્મલવાણી ત્રીજું દેવપૂજન ને ચોથું સદગુરુની સેવા. ૪. નમસ્કાર સમાનમંત્ર, શત્રુંજય સમાન પર્વત, ગજેન્દ્રપદ કુંડનું પાણી આ ત્રણભુવનમાં અનુપમ (આદ્વિતીય) છે. ૫. હજારો પાપો કરીને, સેંકડો પ્રાણીઓને હણીને, શ્રી શત્રુંજ્યની આરાધના કરીને તિર્યંચો પણ દેવલોકમાં ગયાં છે. ૬. જે ગિરિ દર્શન માત્રથી (જોવા માત્રથી) પાપને હણે છે. નમસ્કાર કરવાથી બે દુર્ગતિને હણે છે. અને જે સંઘના સ્વામી અરિહંતપદને કરનારો છે. તે વિમલાચલ જય પામો. ૭. ધ્યાન કરવાથી બેહજારપલ્યોપમ, અભિગ્રહ કરવાથી એક લાખ પલ્યોપમ, ને માર્ગમાં તેની સામે) જતાં એક સાગરોપમનાં એકઠાં કરાયેલાં દુષ્કર્મો ક્ષય પામે છે. ૮. આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુના મુખેથી શ્રી શત્રુંજયનું માહાભ્ય સાંભળીને યુધિષ્ઠિર શ્રી સિદ્ધગિરિઉપર યાત્રા કરવાની ઇચ્છાવાલો થયો. હે જિનેશ્વર ! જ્યાં સુધી હું શત્રુંજયગિરિઉપર શ્રી આદિનાથજિનેશ્વરને નમન ન કરું ત્યાં સુધી હંમેશાં મારે એક વખત ભોજન કરવું. એક વખત યુધિષ્ઠિર શ્રી સિદ્ધગિરિઉપર જવા માટે વિચારે છે, તે વખતે પાંડુદેવ (પોતાના પિતા દેવ થયા હતા તે) દેવલોકમાંથી આવીને પુણ્યના ઉદયથી તેને કહ્યું, તું ભાઈઓ સાથે શ્રી સિદ્ધગિરિઉપર દેવોને વંદન કર, તને ઘણા પુણ્યના ઉદયથી ખરેખર હું સહાય કરીશ. પિતાનું (દેવનું) આ વચન સાંભળીને કુમ કુમ પત્રિકાઓ મોક્લી. ઘણા રાજાઓને યાત્રા માટે બોલાવ્યા. સારા દિવસે–સુવર્ણમય દેવમંદિરમાં જિનેશ્વરનું બિંબ સ્થાપન કરીને ઘણા રાજાઓ ને શ્રેષ્ઠીલોક સહિત રાજા ચાલ્યો. તે વખતે સુવર્ણમય ત્રણસો શ્રેષ્ઠ દેવાલય અને બીજાઓનાં આસો સ્પામય- જિનમંદિરો ચાલ્યાં. તે સંઘમાં બે કરોડ શ્રાવકો ભેગા થયા. આઠસો આચાર્યો ને આઠ હજાર સાધુઓ હતા. આઠસો રાજાઓ એક કરોડ શ્રેષ્ઠીઓ– પચાસ હજાર હાથીઓને આઠ લાખ ઘોડા-તે વખતે- (ત સંઘમાં) ચાલ્યા. દરેક ગામમાં ને દરેક નગરમાં જિનેશ્વરને પૂજા કરતો સંઘ સહિત એવો તે (યુધિષ્ઠિર) હર્ષથી શ્રી શત્રુંજયગિરિઉપર ચઢયો. તે વખતે દ્વારિકા નગરીમાંથી સંઘ સહિત કૃણ—હર્ષથી શ્રી ઋષભદેવ જિનેશ્વરને નમસ્કાર કરવા માટે ત્યાં આવ્યા.
મુખ્ય શિખર અને રાયણના વૃક્ષને હર્ષવડે ત્રણ પ્રદક્ષિણા કરતા પાંડવો સહિત કૃષ્ણ પ્રથમ (પહેલા) પાદુકાને (રાયણ પગલાને) નમસ્કાર ક્ય. પાંડવોએ અને કૃષ્ણ મુખ્ય જિનાલયમાં ઘણા વિસ્તારથી મૂલનાયકનો ખાત્ર મહોત્સવ કરાવ્યો. કૃષ્ણ ને પાંડવોએ આરતીને મંગલદીવો કરતાં મોક્ષમાં જવાને યોગ્ય પુણ્ય ઉપાર્જન કર્યું. પાંડ્વોએ અને કૃષ્ણ ચૈત્યને અત્યંત જીર્ણ જોઈને પરસ્પર કહયું કે અહીં નવું ચૈત્ય કરીએ, તે વખતે પાંડવોમાં મોટા યુધિષ્ઠિરે કહયું કે તમે રેવતગિરિઉપર જિનમંદિરોનો ઉદ્ધાર ક્યું છે. અને પ્રતિમાઓ સ્થાપના કરી છે. જો તમારો આદેશ હોય તો જિનમંદિરનો મોક્ષના સુખને માટે હું ઉદ્ધાર કરીશ.
હરિએ યું કે જો તમારી હમણાં ચૈત્યનો ઉદ્ધાર કરવા માટે ઇચ્છા હોય તો તે યુધિષ્ઠિર- આદિદેવના આ ચૈત્યનો ઉદ્ધાર કરશે. તે વખતે પાંડદેવે આવીને અદ્દભુત એવું એક રત્ન આપીને કહયું કે હે યુધિષ્ઠિર ! હમણાં તીર્થના ઉદ્ધાર ની ઈચ્છા શ્રેષ્ઠ છે. યુધિષ્ઠિરે ન બની શકે એવાં અને ઘણાં પાણી વડે ન ભેદી શકાય એવાં કાકાષ્ઠ વડે (અગરતગરના લાકડાં વડે) શ્રી આદિવના ચૈત્યનો ઉદ્ધાર કર્યો. યુધિષ્ઠિર રાજાએ પારિજાતવૃક્ષની શાખાવડે શિલ્પી