________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–કોડ સાથે મુક્તિગમન
૪૩૩
ઊભા થઈને ગાંધારીના પગમાં પડીને કહયું કે તું અમારી મનોહરમાતા છે. અમે કુંતીની જેમ તમને હંમેશાં સારાં અન્નપાન આપી આદરપૂર્વક પાલન કરીશું કહ્યું છે કે :
नात्मीयं नहि परं, सुजना मन्वते क्वचित्। दुर्जनानां तु न तथा, जायन्ते मानसं मनाग्॥१॥
સજજનો કોઈ ઠેકાણે પોતાનું અથવા પારકું માનતા નથી. પરંતુ દુર્જનોનું મન એવા પ્રકારનું થતું નથી. ૧. તે પછી યુધિષ્ઠિરે પોતાના સ્થાનમાં આવીને કૃષણ આદિ બંધુઓ સાથે ભક્તિપૂર્વક ભોજન કુંતીની જેમ પહેલાં ગાંધારીને ભોજન આપીને હંમેશાં ભાઇઓ સાથે જમે છે. તે પછી બંધુએવા પાંડુપુત્રો સાથે યુદ્ધમાં ત્રણ ખંડના રાજા, જરાસંધને હાપ્યો, તે પછી દ્વારિકાનગરીમાં સમુદ્રવિજય આદિ રાજાવડે કૃષ્ણ રાજ્યાભિષેકથી રાજ્ય ઉપર સ્થાપન કરાયો. કૃષ્ણના રાજયની પ્રાપ્તિનો સંબંધ કૃષ્ણના ચરિત્રમાંથી જાણવો તે પછી કૃષ્ણની રજા લઈને અનુક્રમે પાંચ પાંડવોએ હસ્તિનાપુરમાં આવીને પોતાનું રાજ્ય અંગીકાર ક્યું. હંમેશાં સવારે ઊઠીને પંચનમસ્કારને યાદ કરીને જિનેશ્વરને નમીને પાંપુત્રો અને માતાનાં ચરણોમાંનમસ્કાર કરતા હતા. હસ્તિનાગપુરમાં પાંડુપુત્રો ન્યાયમાર્ગવડે પ્રજાનું પાલન કરતા સર્વશે કહેલા ધર્મને કરે છે કહાં છે કે
निर्दन्तः करटी हयो गतजवश्चन्द्रविनाशर्वरी; निर्गन्धं कुसुमं सरो गतजलं छायाविहीनस्तरूः। रूपं निर्लवणं सुतो गतगुणश्चारित्रहीनो यतिः निर्देवं भवनं न राजति तथा धर्म विना मानवः॥
દાંત વગરનો હાથી – વેગ વગરનો ઘોડે – ચંદ્ર વગરની રાત્રિ – ગંધ વગરનું ફ્લ પાણી વગરનું સરોવર – છાયા વગરનું વૃક્ષ – લાવણ્ય વગરનું ૫ – ગુણ વગરનો પુત્ર ચારિત્ર વગરનો યતિ – મુનિ – ને દેવ વગરનું મંદિર જેમ શોભતાં નથી તેમ ધર્મ વગરનો મનુષ્ય શોભતો નથી. ૨. આ બાજુવિહાર કરતા નેમિનાથ પ્રભુ હસ્તિનાપુર પાસે આવ્યા. ને દેવોએ કરેલા ત્રણ ગઢને વિષે દેવોવડે પૂજવા લાયક (એવા) પ્રભુ સમવસર્યા. તે વખતે યુધિરિ. ભાઈ – માતા – પત્નીને પુત્ર સહિત ધર્મોપદેશ સાંભળવા માટે પ્રભુની આગળ બેઠો તે આ પ્રમાણે
आदित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं व्यापारै बहुकार्यभारगुरुभि: कालो न विज्ञायते। दृष्ट्वा जन्म जरा विपत्तिमरणं त्रासश्च नोत्पद्यते, पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत्॥१॥
સુર્યના ગમનાગમનવડે દિવસે દિવસે રાજરોજ) જીવિત ક્ષય પામે છે. ઘણાં કાર્યોના ભારથી મોટા એવા વ્યાપારોવડે કાલ જણાતો નથી. જન્મ – જરા – વિપત્તિ અને મરણને જોઈને ત્રાસ ઉત્પન્ન થતો નથી. આ જગત