________________
ર૬
1. શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર હારી ગયા છે. હમણાં તે પાછું માંગતા પાંડુપુત્રો લજજા પામતા નથી? ણે કહ્યું કે પૃથ્વીના અંશને માટે ડાહ્યા માણસો જરાપણ યુધ્ધ કરતા નથી. આથી તેઓએ હમણાં પાંચ ગામ માંગ્યાં છે. કહયું છે કે
इन्द्रप्रस्थं-निलप्रस्थं-वारूणावतमेव च। कासीं च हस्तिनाख्यं च, देयेभ्यो ग्रामपञ्चकम्॥
ઈન્દ્રપ્રસ્થ – નીલપ્રસ્થ – વાગ્ણાવત – કાશી ને હસ્તિનાપુર નામનાં પાંચ ગામ તેઓને તું આપ, દુર્યોધને કહ્યું કે અહીં હું પાંડવોને યુધ્ધવિના ક્યારેય એક ખેતર પણ આપીશ નહિ. કૃણે કહ્યું કે હે કુઓમાં ઉત્તમા અથવા તો તું તેઓને એક ગામ આપ. સંસારમાં યશ થાય. ને કુટુંબમાં રસ થાય. તે વખતે કૃષ્ણને ધૃતરાષ્ટ કહ્યું કે હે કૃષ્ણા તમે જે કહતે સર્વ યથાયોગ્ય સત્ય છે. (પણ) મદવડે અંધ એવો દુર્યોધન મારું કહેલું કરતો નથી. તે વખતે દુર્યોધને કહ્યું કે અત્યંત તીણ એવી સોયના અગ્રભાગ વડે જેટલી પૃથ્વી ભેદાય તેટલી પૃથ્વી પણ હે કૃષ્ણ! હું યુધ્ધવિના આપીશ નહિ. કૃષ્ણ કહ્યું કે પુષ્પથી પણ યુધ્ધ ન કરવું જોઈએ. તો તીક્ષ્ણ બાણોવડે તો શું? યુધ્ધમાં વિજ્યનો સંદેહ છે. ને પ્રધાન પુરુષોનો ક્ષય થાય છે.
मन्त्रहीनं हतं राज्यं, मन्त्रहीनं च मंदिरम्। मन्त्रहीना हतालक्ष्मी, मन्त्रहीनो हतो नृपः॥
વિચારણા વગરનું રાજ્ય નાશ પામે છે. વિચારણા વગરનું મંદિર વિનાશ પામે છે. વિચારણા વગરની લક્ષ્મી હણાયેલી છે. અને વિચારણા વગરનો રાજા હણાયેલો થાય છે. () દુર્યોધને કહ્યું કે કાંતો ગીધના પેટમાં વાસ અથવા હસ્તિનાપુરમાં વાસ, ક્યાં તો દુયોધન રાજા અથવા તો પાંડુરાજા ધૃતરાષ્ટ્ર દુર્યોધનની આગળ કહ્યું કે હે વત્સ! આ દેવતાઇ ગતિ છે. લક્ષ્મી કોઇની થતી નથી. અકૃતાર્થ સઘળું ગમે તે સર્વનાશ થાય છે. જયારે સર્વનાશ થાય ત્યારે પંડિત અધું છોડી દે છે. ને અર્ધવડે કામ કરે છે. ખરેખર સર્વનાશ દુસ્તર છે. ને દુર્યોધનને રાવણ આ મૂર્ખરાજાઓ છે કે જેઓ ગાયોનું ગ્રહણ ને વનનો ભંગ જોઈને પાછા ફર્યા નહિ. તે વખતે કૃષ્ણ ધૃતરાષ્ટ્રની આગળ કહ્યું કે મધુપિંગલ નેત્રવાલો દુર્યોધન રાજા ફક્ત કુલનો અંત નહિ પણ ક્ષત્રિયોનો અંત કરશે. હેમંત ઋતુમાં પ્રથમ મહિનામાં સુદ તેરસની તિથિના વિષે યમદેવતાનું નક્ષત્ર હોતે ને મહાભારતનું યુદ્ધ થયું.
* દુર્યોધનની પાસે આવીને કૃષ્ણ આ પ્રમાણે કહ્યું કે હમણાં પાંડવો પુત્ર આદિવડે બલિષ્ટ થયા છે. ભીમે હિડબ - કીચક – ક્રૂર – બક – ને કિમ્ર રાક્ષસોને હણ્યા તેથી તારાવડે પહેલાં જે સંભલાયું છે તે થશે. પહેલાં પ્રાણના અપહરણના સંક્ટમાં પડેલો તું જે અર્જુનવડે રક્ષણ કરાયો તે શું તું ભૂલી ગયો? હમણાં ધર્મપુત્ર તારા હિતકારી છે. તેની સાથે યુદ્ધ કરવું ન જોઈએ. પરંતુ રાજ્ય આપવું. દુર્યોધને કહ્યું કે કૃષ્ણ! હું તેઓને યુદ્ધવિના સોયની અણી જેટલી પૃથ્વી આપીશ નહિ. તે વખતે ભીષ્મદ્રોણ-કૃપાચાર્યને વિદુર બોલ્યા કે પોતાના ભાઈઓએ માંગેલાં પાંચ ગામ આપવાં જોઇએ. તેનાં વાક્યોવડે તીક્ષ્ણ બાણની જેમ અત્યંત તાડના પામેલો દુષ્ટબુધ્ધિવાલો દુર્યોધન હદયમાં ક્રોધરૂપી અગ્નિવડે