________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
विमलगिरि-मुत्तिनिलय-सित्तुंजो-सिद्धखित्त-पुंडरीओ। सिरि सिद्धसेहरो-सिद्धपव्वओ-सिद्धराओ अ॥२॥ बाहुबली-मरुदेवो-भगीरहो-सहसपत्त-सयवत्तो। कूडय अठुत्तरओ-नगाहिराओ-सहसकमलो॥३॥ ढंको कोडिनिवासो-लोहिच्चो-तालज्झओ कयंबुत्ति॥४॥
सुरनरमुणिकयनामो, सो विमलगिरी जयउ तित्थं ॥४॥ (૧ – વિમલગિરિ - ૨ - મુક્તિ નિલયગિરિ , ૩ - શત્રુંજયગિરિ, ૪ - સિદ્ધક્ષેત્ર, ૫ - પુંડરીકગિરિ, ૬- સિધ્ધશેખર, ૭ - સિમ્પર્વત,૮- સિધ્ધરાજ, ૯- બાહુબલી, ૧૦ - મક્કેવગિરિ - ૧૧ - ભગીરથ , ૧૨ - સહસ્ત્રપત્ર, ૧૩ - શતાવર્ત ગિરિ , ૧૪ - અષ્ટોત્તર શતકૂટ , ૧૫ - નગાધિરાજ, ૧૬ – સહસ્ત્રકમલ, ૧૭ - સંકગિરિ, ૧૮ - કોડિનિવાસ, ૧૯ - લૌહિત્યગિરિ , ૨૦ - તાલધ્વજગિરિ, ૨૧ – કદંબગિરિ આ પ્રમાણે દેવ, મનુષ્યો અને મુનિઓવડે કરાયા છે નામ જેના એવું તે વિમલગિરિ તીર્થ જ્યવંત વર્તે. (૨-૩-૪)
તેમાંથી પ્રથમ નામ જે વિમલગિરિ છે તેની ઉત્પત્તિ કહેવાય છે તે આ પ્રમાણે : -
શ્રી વિમલગિરિ નામ આપનાર સૂર રાજાની સ્થા
આકાશને અડે તેવા અને તેથી ય મોટા શ્રેષ્ઠીજનો – અરિહંતો અને રાજાઓનાં ઘરોવડે પૃથ્વીને શોભા કરના પદ્મનામનું નગર શોભતું હતું. ત્યાં તે નગરમાં ન્યાયના એક મંદિર જેવો મદન નામનો રાજા હતો. તેવી રીતે પૃથ્વીને પાલન કરતો હતો કે જેથી પ્રજા સુખને ભજનારી થઈ, હ્યું છે કે :
दुर्बलानामनाथानां-बालवृद्धतपस्विनाम् अन्यायैः परिभूतानां-सर्वेषां पार्थिवो गुरुः॥१॥
- દુર્બલોનો અનાથોનો – બાલકોનો – વૃધ્ધોનો – તપસ્વીઓનો અને અન્યાયથી પરાભવ પામનાર આ સર્વેનો રાજા ગુરૂ છે. (સર્વનો રક્ષક રાજા છે) તેને પ્રેમવતી નામની પત્ની , મહિસાગર નામનો મંત્રી અને શ્રેષ્ઠરૂપવાલો સૂરનામનો પુત્ર અનુક્રમે હતાં. ઘણા દેશોને સાધતાં રાજાએ ઘણા શત્રુ રાજાઓની પાસે પોતાની