________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
दुह दव्वभावधम्मो, दव्वे दव्वस्स दव्वमेवऽहवा; तित्ताइसहावो वा, गम्मा इत्थी कुलिंगो वा ॥ १ ॥ ( आव . )
ધર્મ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. દ્રવ્યને વિષે ધર્મ તે દ્રવ્યધર્મ અથવા દ્રવ્ય એજ ધર્મ છે. ખાટું ખારું વગેરે સ્વભાવવાળું સ્ત્રીલિંગ, પુરુલિંગ અથવા કુલિંગ વ્ય, આવશ્યક સૂત્ર : -
दुह होइ भाव धम्मो, सुअ चरणेवा सुअम्मि सज्झाओ; चरणम्मि समण धम्मो, खंतीमाई भवे दसहा ॥ २ ॥
3
–
ભાવ ધર્મ બે પ્રકારે છે. શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. શ્રુતધર્મ તે સ્વાધ્યાય – અને ચારિત્રધર્મ તે શ્રમણધર્મ ક્ષમા વગેરે દશ પ્રકારનો છે. આવા પ્રકારના શ્રુતધર્મમાં - ધર્મશાસ્ત્રમાં ગણધર ભગવંતો આદિવડે વ્યાખ્યા કરેલ શત્રુંજ્ય નામનું તીર્થ છે. જેનાથી સંસારરૂપી સમુદ્ર તરાય તેનું નામ તીર્થ કહેવાય છે. સંસારમાં ઉત્પન્ન થયેલ ત્રિવિધતાપને શમાવનાર હોવાથી તેને તીર્થ કહેવાય છે. કહ્યું છે કે (તીર્થો ચાર પ્રકારનાં હેલાં છે.)
નામ તીર્થ – સ્થાપનાતીર્થ દ્રવ્યતીર્થ – અને ભાવતીર્થ. આ ચારેય તીર્થો અનેક પ્રકારનાં હોય છે. દાહનો ઉપશમ કરે – તૃષ્ણા વગેરેનો નાશ કરે, અને મેલ વગેરેને દૂર કરે. આ ત્રણ કાર્યોને કરે, અર્થવડે તે દ્રવ્યથી તીર્થ વ્હેવાય છે. ક્રોધનો નિગ્રહ થતાં દાહનો ઉપશમ થાય છે. લોભ વગેરેનો નિગ્રહ કરતાં તૃષ્ણા ઇચ્છા વગેરેનો ઉચ્છેદ થાય છે. ઘણાં ભવોથી એક્કી કરાયેલી આઠ પ્રકારનાં કર્મોની રજને તપસંજમવડે ધોઇ નાંખે તેથી તેને ભાવથી તીર્થ વ્હેવાય છે. તે ભાવતીર્થ સર્વ જિનેશ્વરોએ દર્શન જ્ઞાન અને ચારિત્ર વિષે – આ ત્રણ અર્થમાં જોડેલું છે, તેથી તે ભાવતીર્થ છે.
પ્રથમ અર્થ :- વૈવિત્તિ દેવતાઓ તેઓના સ્વામિ ઇન્દ્રો, તેના સમૂહો તેનાથી વંદન કરાયેલા. (વાતુ સ્તુતિ અને અભિવાદન અર્થમાં વપરાય છે.) વંદિતું એ વાતુનું ભૂતકૃદંતરૂપ છે. તે તીર્થની સ્તુતિ કરું છું. પાદુšત્તિ પ્રામૃત એટલે અધિકાર વિશેષ છે. વિધાઓનાં – ચૌદ – પૂર્વીનાં અધિકારમાં કહેલ છે જેનાં એક્વીશ નામો છે, એવું જે તીર્થ તેની સ્તુતિ કરીએ છીએ.
-
બીજો અર્થ : શ્રુત એટલે પ્રસિધ્ધ પ્રખ્યાત ધર્મકીર્તિ નામના ઉપાધ્યાય જેનું બીજું નામ ધર્મઘોષ સૂર છે, તેનાવડે સ્તુતિ કરાયેલ તે તીર્થ. ધર્મઘોષસૂરિના ગુરૂ દેવેન્દ્રસૂરિ નામના આચાર્ય તેનાવડે વંદન કરાયેલ. વિધાનંદ સૂરિવડે બતાવેલ કે તું શત્રુંજ્ય લ્પને કર. ધર્મઘોષસૂરિની આગળ પ્રાકૃત નામના અધિકારમાં ક્લેવાયેલ અને વિધાનંદસૂરિવડે બતાવાયેલ એક્વીશ નામો છે જેના એવો તે શત્રુંજ્ય. શ્રી શત્રુંજ્ય તીર્થનાં એક્વીસ નામો જે દેવતાઓ રાજાઓ અને મુનિઓએ આપ્યાં છે. તે નામો કહેવા માટે આ ત્રણ ગાથા હેવાય છે.
=