________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ક્રોડ સાથે મુક્તિગમન
આ પ્રમાણે દુર્યોધને અનુક્રમે તેણીની સો સાડી ખેંચી તે વખતે તેના શીલવડે નવી નવી સાડી આવી. ક્હયું છે કે :
शीलं नाम कुलोन्नतिकरं, शीलं परं भूषणं,
शीलं प्रतिपाति चित्तमनघं शीलं सुगत्यावहम् । शीलं दुर्गनितनाशनं सुविपुलं, शीलं यशः पावनं, शीलं निर्वृत्तिहेतुरेव परमं शीलं तु कल्पद्रुमः ॥ १॥
>
શીલ એ કુલની ઉન્નતિકરનાર છે. શીલ એ શ્રેષ્ઠભૂષણ છે. શીલ એ અપ્રતિપાતિ (ગુણ) છે. શીલ એ નિર્મલ ચિત્ત છે. શીલ એ સદ્ગતિને આપનારું છે, શીલ એ દુર્ગતિને નાશ કરનારું છે.અત્યંત વિપુલ એવું શીલ યશને પવિત્ર કરનારું છે.શીલ એ શ્રેષ્ઠ મોક્ષનો હેતુ છે. શીલ એ ક્લ્પવૃક્ષ છે.
૩૯૭
દુર્યોધનને ગદાવડે હણવા માટે ભીમ જેટલામાં ઊભો થયો તેટલામાં યુધિષ્ઠિરે નિષેધ કરાયેલો પોતાના સ્થાને ઊભો રહ્યો. દુર્યોધને ક્હયું કે ત્યારે હું દ્રૌપદીને મૂકું જ્યારે તમે જલદીથી બાર વર્ષ વનમાં રહો. અને એક વર્ષ સુધી જંગલમાં એકાંતમાં રહેવું. તે પછી પાંડવો પોતાની પ્રતિજ્ઞા ( પાલન ) કરવા માટે ગાંગેય વગેરે ઘણા લોકો દેખતે તે જવા માટે તૈયાર થયા. ભીમે ક્હયું કે દુર્યોધને જે કર્યું છે તે સારું નથી. ભીષ્મે દુર્યોધનને મોટેથી કહયું હમણાં તમારા વડે આની પત્ની દ્રૌપદી તિરસ્કાર કરાઇ છે. તને હણવા માટે ઊભા થતા ભીમ વગેરે ભાઇઓને ધર્મપુત્ર – યુધિષ્ઠિરે અટકાવ્યા. તેથી તેઓ ઊભા રહયા છે. ભીષ્મ પાંડુ વગેરે સ્વજનો અને પ્રજાની રજા લઇને ભાઇ સહિત યુધિષ્ઠિર વનમાં જવા માટે ચાલ્યો.
દ્વારિકા નગરીમાં જઇને પોતાના ભાઇની રજા લઇનેસાથે જવા માટે કુંતી ને દ્રૌપદી ઇચ્છે છે.તે પછી અટકાવવા છતાં પણ કુંતી ને દ્રૌપદી વનમાં નિવાસ કરવા માટે પુત્ર ને ધણી સહિત ચાલ્યાં. લોકો તે વખતે આ પ્રમાણે હેવા લાગ્યા કે – યુધિષ્ઠિર રાજાનું સત્ય પ્રતિજ્ઞાપણું હમણાં વજની રેખા જેવું દેખાય છે. ક્હયું છે કે :
सकृज्जल्पन्ति राजानः सकृज्जल्पन्तिसाधवः । सकृत्कन्या: प्रदीयन्ते, त्रीण्येतानि सकृत्सकृत्॥१॥
રાજાઓ એક વખત બોલે છે. સાધુઓ એક વખત બોલે છે. કન્યા એક વખત અપાય છે. આ ત્રણ વસ્તુ એક એક વખત હોય છે. વનમાં જતા પાંડવોને મલીને કૃષ્ણે કહયું કે પોતાની નગરીમાં તમે આવો અને તમને સ્થાન અપાશે. આ દુર્યોધન રાજા કૂડકપટનું ઘર છે. વનમાં રહેતાં એવા તમને હણવા માટે કપટ કરશે. મધસરખાં પીળાં નેત્રવાલો આ દુર્યોધન રાજા ફક્ત ક્લનો જ નહિ પણ ક્ષત્રિયોનો અંત કરશે.
षष्टिर्वामनके दोषा - अशीतिर्मधुपिङ्गले । शतं टुण्टमुण्डेच - कोणे अन्तो न विद्यते ॥