________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
વિધાતાએ વીંછીના પૂંછડામાં, સર્પના મુખમાં, અને દુર્જનોના હૃદયમાં નિયતપણે ઝેર વહેંચણી કરીને મૂક્યું છે. (૧) દુર્યોધન વિચારવા લાગ્યો આ પાંડુપુત્રો બાલપણાથી બલથી શ્રેષ્ઠ છે.તેથી તે સર્વને મારે યમરાજાના ઘરે મોક્લવા જોઇએ. રામ અને કૃષ્ણના બલવડે આ પાંડવો ગર્વ કરે છે. રાજ્યનું અપહરણ કરીને તેને તેનું ફલ હું બતાવીશ. આ પ્રમાણે વિચારી નગરીની અંદર આવી સુંદર સભા કરાવી. દેવીની આરાધના કરીને તે ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને જીતનારા પાસા મેળવ્યા. દુર્યોધને સેવકો મોક્લીને સભા જોવા માટે પાંડવોને બોલાવ્યા. તેથી તેઓ પણ સભા જોઇને હર્ષ કરવા લાગ્યા, હયું છે કે :
=
૧૯૯
यः परप्रीतिमाधातुं, भस्मतामपिगच्छति ।
વિવેજ્ઞાનિના પશ્ય, ધાત્રા સોઽવ્યગુરુ:ત: IIII
पिबन्ति नद्य: स्वयमेव नाम्बु, स्वदन्ति न स्वादुफलानि वृक्षाः । पयोमुचां किं क्वचिदस्तिशस्यं, परोपकाराय सतां विभूतिः ||२||
જે પારકાની પ્રીતિને ધારણ કરવા માટે ભસ્મપણાને પણ પામે છે પોતાને વિવેકી માનતા વિધાતાવડે તે પણ અગુરુ કરાયો તે તું જો. નદીઓ પોતે પાણી પીતી નથી, વૃક્ષો સ્વાદિષ્ટ ફળો ખાતાં નથી, મેઘ શું કાંઇ ધાન્ય ખાય છે ? સત્પુરુષોની વિભૂતિઓ પરોપકાર માટે હોય છે. દુર્યોધને ક્હયું કે આપણે ધૂતક્રીડા કરીએ. પાંડવોએ ક્હયું કે અહીંયાં જ દ્યૂત ( જુગાર ) ક્રીડા કરાય, જે રાજ્યને હારી જાય તે બાર વર્ષ સુધી એકાંતમાં રહે. તે પછી તેને રાજ્ય થાય, જો વનમાં રહેતો શત્રુવડે એક્વાર પણ કોઇ ઠેકાણે જણાય તો તે પોતાના ભાઇ સહિત બાર વર્ષ સુધી વનમાં રહે. છલકપટમાં પરાયણ એવો દુર્યોધન યુધિષ્ઠિરને લોભ પમાડીને જુગાર રમવા માટે આ પ્રમાણે લઇ ગયો. તે પછી યુધિષ્ઠિરે દુર્યોધન સાથે જુગાર રમતાં સુયોધનને ( દુર્યોધનને ) જીતવાની ઇચ્છાવાળા તેણે શરુઆતમાં સભાની શરત કરી. દુર્યોધને સભાને જીતી, તે પછી ઘોડાઓને જીત્યા, તે વખતે હાથીઓને જીત્યા, તે વખતે યુધિષ્ઠિરે જીતની આશાથી ખજાનો નગર ને ગામ વગેરેની શરત કરી અને તે ( સર્વે ) હારી ગયો.
द्यूतं सर्वापदांधाम, द्यूतं दीव्यन्ति दुर्धियः । द्यूतेन कुलमालिन्यं, द्यूताय श्लाघ्यतेऽधमः । करघट्टा नह पंडुरा, सज्जन दुज्जण हूअ । सूना देउल सेवी, तुज्झ पसाइ
ખૂલ! ॥
-
જુગાર એ સર્વ દુઃખોનું ઘર છે. દુષ્ટબુધ્ધિવાલા જુગાર રમે છે. જુગારવડે – કુલની મલિનતા થાય છે. અધમ પુરુષ જુગાર માટે વખણાય છે ! હે જુગાર ! તારી મહેરબાનીથી હાથના નખ સફેદ થાય છે. સજજન એ દુર્જન થાય છે, સૂનાં દેવલ સેવાય છે. ( ખંડિયેર મકાનમાં સંતાવું પડે છે. ) યુધિષ્ઠિર રાજ્ય વગેરે બધું હારી ગયા પછી તેણે દ્રૌપદીની શરત કરી. અને તે સ્રી પણ હારી ગયો. નાસી જતી દ્રૌપદીને દુષ્ટબુધ્ધિવાલા દુર્યોધને ભીષ્મ વગેરે દેખતે તે સભાની અંદર મંગાવી. દુર્યોધને સેવક મારફત જયારે દ્રૌપદીની એક સાડી દૂર કરી ત્યારે બીજી નવી સાડી આવી.