________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
-
શીલ ખરેખર – મનુષ્યોના કુલની ઉન્નતિ કરનારું છે. શીલ એ શ્રેષ્ઠ આભૂષણ છે શીલ એ અપ્રતિપાતિ ધન છે. નિર્મલ એવું શીલ સદ્ગતિને પમાડનારું છે. શીલ એ દુર્ગતિનો નાશ કરનારું છે. અતિ વિશાલ એવું શીલ મનને પવિત્ર કરનારું છે. શીલ એ નિશ્ચે મોક્ષનો હેતુ છે, શીલ એ શ્રેષ્ઠ ક્લ્પવૃક્ષ છે. ક્હયું છે કે :– અશુધ્ધ મનવાલા એવા પણ જે ભવ્યો ફક્ત કાયાવડે બ્રહમચર્યને ધારણ કરે છે નિશ્ચયથી તેઓની ઉત્પત્તિ – બ્રહમ દેવલોકમાં થાય છે. દેવ – દાનવ – ગંધર્વ – યક્ષ – રાક્ષસ ને કિન્નરો બ્રહમચારીને નમસ્કાર કરે છે. પરસ્ત્રીનું ગમન કરવામાં નિશ્ચે ગોત્રના આચારનો ત્યાગ થાય છે. પ્રાણોનો નાશ થાય છે. યશ ચાલી જાય છે. સાધુવાદનો નાશ થાય છે. આ પ્રમાણે સાંભળીને રાજપુત્ર મોક્ષને આપનાર ચોથુ વ્રત લઇને એક વખત પોતાની ઇચ્છાવડે ક્રીડા કરતો ગયો. તે સાંકડા માર્ગમાં તેની સન્મુખ એકી સાથે બે સ્રીઓ આવી કજિયો કરે છે અને કર્કશ બોલે છે. પહેલી સ્રી લુહારની પત્ની સૌભાગ્ય સુંદરી પાણીથી ભરેલો ઘડો મસ્તક ઉપર ધારણ કરતી બીજી સ્ત્રીને ક્હયું પાણીથી ખાલી ઘડાવાલી રથકારની પત્ની એવી તું હે સખિ ! માર્ગ છોડી દે. જેથી હું હમણાં પોતાના ઘરે જઇશ.
૩૬૪
આજ નગરમાં જે મારો ધણી છે. તે સવારે સારા દિવસે શ્રેષ્ઠ એવા મત્સ્યને ઘડે છે. જેથી તે મત્સ્ય સમુદ્રમાં જઇને શ્રેષ્ઠ મુક્તામણિને ચૂંટી આવીને મારા ધણીને આપે છે. એથી અમે બંને સુખી છીએ. આજ હેતુઓવડે હું પૃથ્વીતલમાં ઉત્કૃષ્ટ છું. આથી હે રથકારની સ્રી ! તું મારા માર્ગને છોડી દે, મોઢાને કંઇક મરડીને રથકારની સ્રીએ ક્હયું કે ધણીના આ વિજ્ઞાનવડે કોડી પણ મલતી નથી. મારો ધણી તો રૂપથી કામદેવ સરખો ર્પ નામે સુથાર લાક્ડામય શ્રેષ્ઠ ઘોડાને તેવી રીતે કરે છે કે જેથી તે આકાશમાં જતાં ચઢેલા મનુષ્યને ચિંતિત સ્થાને લઇ જઇને છ મહિને ચિંતવેલા સ્થાને ( પાછો ) આવે છે.
લુહારની સ્ત્રીને ક્ષણવારમાં માર્ગ અપાવીને રાજપુત્રે આવીને પિતાની આગળ તે વૃત્તાંત યું, રાજાવડે બોલાવાયેલ લુહારે રાજાની વાણીથી સારા દિવસે પ્રયત્નથી લોહમય મત્સ્ય ર્યો ( બનાવ્યો ) ખીલાથી બંધાયેલો તે મત્સ્ય – રાજાની દ્રષ્ટિથી આગળ જઇને સમુદ્રમાંથી વીસ મોતી લાવ્યો. બીજે દિવસે રાજાવડે આદેશ કરાયેલા રથકારે ( સુથારે ) વિશિષ્ટ લાકડાવડે આકાશમાં ગમન કરનાર ઘોડાને યંત્રથી બનાવ્યો. રાજાવડે વારવા છતાં પણ તે વખતે કૌતુથી રાજપુત્ર અશ્વારુઢ થયો અને નિરીક્ષણ કરવા માટે દૂર દેશમાં ચાલ્યો,
–
કહયું છે કે::- વિવિધ ચરિત્ર જોવાય,ભાર્યા સહિત – પરદેશમાં જવા માટે આળસુ ને પ્રમાદથી પોતાના દેશમાં રહેલા કાગડાઓ – કાયર પુરુષો ને મૃગો મરણ પામે છે. ઘોડા ઉપર ચઢેલો તે કુમાર જતાં પગલે પગલે ગ્રામ આકર વગેરે જોતો કોઇક નગરની નજીકમાં ગયો. ખીલી ખેંચવાથી લાકડાંઓનો ઢગલો કરીને તે જ વખતે મસ્તક ઉપર મૂકીને તે વાડીની અંદર આવ્યો. આ બાજુ ત્યાં ફૂલ લેવા માટે માલી આવ્યો, તેણે વૃક્ષની છાયામાં દેવકુમારના જેવા સૂતેલા તે પુરુષને જોઇને અનુકમે જાગેલા એવા તેને પોતાના ઘરે લઇ જઇને સારું અન્ન આપી. યુક્તિવડે આદરપૂર્વક શ્રેષ્ઠ ભક્તિથી ગૌરવ કર્યું. ઘોડાંના લાકડાં તેના ઘરના ખૂણામાં મૂકીને રાજપુત્ર નગરી જોવા માટે માલીના ઘરેથી નીક્લ્યો. નગરીને જોતાં અનુક્રમે રાજપુત્રે શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં ઉદાર સ્તવનોવડે દેવની સ્તુતિ કરી. તે પછી બલાનકમાં જઇને ક્ષણવાર વિસામો લઇને તે કુલધ્વજ રાજપુત્ર ગાઢપણે સુખનાવડે સૂઇ ગયો. આ બાજુ પ્રતિહારીએ આવીને સૂતેલા રાજપુત્ર સિવાયના લોકોને દેવાલયમાંથી એક્દમ બહાર કાઢ્યા.