________________
૩૪
શી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર શકાય એવો યમરાજા ગર્ભમાં રહેલાને – ઉત્પન્ન થનારને શમ્યા ઉપર રહેલાને, માતાના ખોળામાં રહેલાને – બાળક –- વૃધ્ધ - યુવાન – પરિણતવયવાળા – ચતુરપુરુષ – દુર્જન માણસ – વૃક્ષના અગ્રભાગ ઉપર રહેલાને - પર્વતના શિખર પર રહેલાને - આકાશમાં રહેલાને માર્ગમાં રહેલાને – પાણીમાં પ્રવેશ કરેલાને -પોલાણમાં રહેલાને - પાંજરામાં રહેલા અને પાતાલમાં પ્રવેશ કરેલાને નિરંતર હરણ કરે છે (૧) ગુરુની સેવાવડે જન્મ – ઉત્તમ ધ્યાનની ચિંતા વડે ચિત્ત અને જેનું શ્રત સમતાને વિષે – વિનિયોગને પામે છે. જોડાય છે. તે પુણ્યશાળી છે.
મોક્ષમાર્ગમાં રહેલા એવા જેઓ નેહમય પાશને છેદીને – મોહરૂપી મહાઅર્ગલાને ભેદીને ઉત્તમ ચારિત્રથી જોડાયેલા છે, તે શૂર છે. મોહનીય કર્મવડે સઘળું જગત મૂંઝાયેલું છે. તેઓ ધન્ય છે કે જે મહાબુધ્ધિશાળી મોહને દૂર કરીને તપશ્ચર્યા કરે છે. ઈત્યાદિ સુંદર વચનના સમૂહ વડે થાવસ્ત્રાપુત્ર અનુક્રમે સંયમ લેવા માટે માતાને મનાવી. તે વખતે સર્વપુત્રવધૂઓએ સાસુને આદરપૂર્વક કહ્યું કે અમારા પતિ જે કરે છે. તે અમારે પણ કરવાનું છે કહ્યું છે કે :- પતિ દીક્ષા ગ્રહણ ક્યે છતે જે સ્ત્રી સંયમ ગ્રહણ કરે તે જ ખરેખર સ્ત્રી છે અને તેના હાથમાં મોક્ષલક્ષ્મી થાય છે. તેમાં સંશય નથી.
સ્થાપત્યાએ રત્નથી ભરેલો થાલ કૃણની આગળ મૂકીને વિનંતિ કરી – પોતાના પુત્રનો દીક્ષા લેવાનો આગ્રહ યો. કૃષ્ણ યું કે તારો પુત્ર ધન્ય છે. જેને આવો મનોરથ થયો. ભાગ્યથી રહિત એવા મને દીક્ષા ગ્રહણ કરવામાં જરાપણ ઈચ્છા થતી નથી. તે પછી કૃણે થાવચ્ચા પુત્રને ત્યાં બોલાવીને કહયું કે તારા વડે આવા પ્રકારનું સુખ કેમ છોડી દેવાય છે? થાયચ્ચા પુત્રે કહયું કે વિષમ એવા સંસારમાં મારા વડે સર્વસુખ હમણાં દુઃખથી વ્યાપ્ત દેખાય છે. કહયું છે કે:- મોહનું માહાભ્ય આશ્ચર્યકારી છે. કારણકે જે મનુષ્યો વિદ્વાન છે તેઓ પણ કામક્રીડામાં તત્પર બની સંસારમાં કામને માટે મૂંઝાય છે. કામ – ક્રોધ – લોભ – રાગ – દ્વેષ – મત્સર – મદ – માયા – મોહ – દર્પ (કામ) અને અભિમાન આ સર્વધર્મરૂપી ધનને હરણ કરનારા ભયંકર શત્રુઓ છે. તેના વડે જીવ ઘણાં દુઃખોને આપનાર સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે. રાગ ને દ્વેષવાળો – કામ – ક્રોધને વશ થયેલો – લોભ – મદન મોહવડે વ્યાપ્ત થયેલો આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
દીક્ષાના અભિલાષી એવા તેનું આ વચન સાંભળીને પરહની ઉધોષણા કરાવી. ત્યાં ચારે તરફથી ધણાં લોકોને બોલાવ્યાં. તે વખતે વ્રતની ઈચ્છાવાલા હજારો પુરુષો ભેગા થયા, થાવગ્યા (સ્થાપત્યા) શેઠાણીએ પગલે પગલે નગરીની શોભા કરાવી. થાવચ્ચા પુત્ર – અસંખ્ય સજજનોની શ્રેણી સહિત માતા અને કૃષ્ણ વડે મહોત્સવ કરાયો ત્યારે જિનેશ્વરની પૂજા કરી ને પગલે પગલે યાચને દાન આપતો શ્રી નેમિનાથ પાસે દીક્ષા ગ્રહણ કરવા માટે આવ્યો. તે વખતે કૃણે ઘણી લક્ષ્મીનો વ્યય કરી થાવસ્ત્રાપુત્રનો દીક્ષા ઉત્સવર્યો. તે વખતે હજારો રાજપુત્રો અને શ્રેષ્ઠિપુત્રો વગેરેએ મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ માટે દીક્ષા લીધી. તે વખતે થાવગ્ગાપુત્રની સર્વ સ્ત્રીઓએ શ્રી નેમિનાથ જિનેશ્વરની પાસે હર્ષવડે સંયમ ગ્રહણ ર્યો. અનુક્રમે થાવગ્ગાપુત્રને સમસ્ત સિદ્ધાંતના જાણકાર જાણીને તેને નેમિનાથ પ્રભુએ સારા ઉત્સવપૂર્વક આચાર્યપદ આપ્યું. થાવસ્યાપુ શૈલકપુરમાં આવીને તે વખતે શૈલરાજા પાસે જૈનધર્મ ગ્રહણ કરાવ્યો. ત્યાં મિથ્યાષ્ટિ એવો સુદર્શન શૈલની પાસે આવ્યો, ત્યાં તે મિથ્યાત્વને છેડીને અરિહંતના ધર્મને ગ્રહણ કરવાની ઈચ્છાવાળો થયો.