________________
૪૩
થાવસ્ત્રાપુર અને શુક્યુરિનો મુકિત જવાનો સંબંધ
अन्नेवि भरह-सेलक-थावच्चासुयसुयाइ असंखा। जहिं कोडिकोडि सिद्धा, जयउ तं पुंडरीतित्थं ॥२३॥
ગાથાર્થ – ટીકાર્ય :- બીજા પણ – ભરત – શૈલક થાવસ્યા પુત્ર – તેના પુત્ર આદિ અસંખ્યાત – કોટિ કોટિ સિધ્ધ થયા તે પુંડરીક તીર્થ સદા જ્યવંતુ વર્તે. અહીં કથા કહે છે :
દ્વારવતી નગરીમાં સ્થાપત્ય નામનો શ્રેષ્ઠ સાર્થપતિ હતો. તેને સ્થાપત્યા નામની શીલ વડે શોભતી સ્ત્રી હતી. (સ્થાપત્ય) થાવગ્ગાપુત્ર નામે પુત્ર થયો. તેણે બત્રીશ ન્યાઓનું પાણિગ્રહણ કર્યુ હયું છે કે : -
धम्मेण कुलप्पसूइ, धम्मेणय दिव्वरूप संपत्ती। धम्मेण धणसमिद्धी, धम्मेण सवित्थरा कित्ती॥१॥
ધર્મ વડે ઉત્તમ કુલમાં જન્મ થાય છે. ધર્મ વડે દિવ્યરૂપની પ્રાપ્તિ થાય છે ધર્મ વડે ધનની સમૃધ્ધિ થાય છે. ને ધર્મ વડે વિસ્તારવાળી કીર્તિ થાય છે.
એક વખતે નેમિનાથ ભગવાનની પાસે પવિત્ર (પાપ રહિત) એવા થાવસ્ત્રાપુને બે હાથ જોડી. (અંજલિ કરી) ધર્મની દેશના સારી રીતે આ પ્રમાણે સાંભળી, ઘણાં દુઃખથી વ્યાપ્ત એવા સંસારમાં ભ્રમણ કરતો પ્રાણી શરીર અને મન સંબંધી અત્યંત ભયંકર દુખ પામે છે. આર્તધ્યાનને પામેલો મૂઢ આત્મા પોતાનું હિત કરતો નથી. તેથી તે પરલોકમાં અને આલોકમાં અત્યંત મોટા ક્લેશને પામે છે. જીવજ્ઞાનભાવનાવડેવિનય અને આચારથી યુક્ત – વિષયોમાં પરાફમુખ પોતાનું હિત પામે છે. આત્માનું ચિંતન કરતો એવો જીવ – હંમેશાંજ્ઞાન અને વિનયવડે આલોક અને પરલોકમાં દુઃખ પામતો નથી. ઈત્યાદિદેશના તે વખતે શ્રી નેમિનાથ પ્રભુની પાસે સાંભલીને અનુક્રમે તે વિષયના સમૂહથી વિમુખ થયો.
એક વખત થાવસ્ત્રાપુને પોતાની માતા પાસે દીક્ષા માટે અનુમતિ માંગી. માતાએ કહ્યું કે દીક્ષા દુર છે. હે પુત્ર! તું નાનો છે. પુત્રે હયું કે અહીં મનુષ્ય નાનો કોણ ને મોટો કોણ? કારણકે યમરાજા મોટાને, નાનાને દુ:ખીને કે સુખીને લઈ જાય છે. જ્યાં સુધી શરીરનું સ્વાથ્યપણું હોય, જ્યાં સુધી ઇન્દ્રિયોની સંપત્તિ હોય. ત્યાં સુધીમાં તપ કરવું યોગ્ય છે. વૃદ્ધપણામાં તો (પ) ક્વલશ્રમ (કાયાક્લેશ) હોય છે. હયું છે કે: - દુખે કરીને નિવારણ કરી