________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
કરનારને કહે છે કે તું લાખ ગ્રહણ કર મને આ ભેરીમાંથી એક પલ માત્ર આપ, તેણે લોભવડે આપ્યું ત્યાં બીજી ચંદનની થીગડી આપી. અને પછી બીજા – બીજાવડે મંગાયું, અને તેણે આપ્યું. તે સર્વ ( ભેરી) ચંદનની ગોદડી થઇ ગઇ. તે ભેરી ઉપદ્રવમાં વાસુદેવવડે વગાડાઇ. જેટલામાં તે ફક્ત સભાને પૂરે છે ( તેટલામાં ) તેણે કહયું કે સર્વ (આખી) ભેરી નાશ પામી છે. તે ભેરીપાલક મારી નંખાવાયો. દેવે અમના અંતે બીજી ભેરી આપી.
૩૩૪
એક વખત સુલસા શ્રાવિકાએ મોટા કરેલા દેવકીપુત્રો શ્રી નેમિનાથ પાસે દીક્ષા ગ્રહણ કરીને તપ કરે છે.
દ્વારિકાના બાહયઉદ્યાનમાં શ્રી નેમિનાથ પ્રભુને પૂછીને વાસુદેવના છ પુત્રો નગરીની અંદર ભિક્ષા માટે દિવસના પ્રથમ ભાગમાં ગયા. એક સાધુ કૃષ્ણના ઘરમાં દેવકીના હાથેથી જયારે ભિક્ષા લઈને ગયા તેટલામાં બીજા સાધુ ત્યાં આવ્યા. તે પણ ભિક્ષા લઇને જેટલામાં ગયા, તેટલામાં ત્રીજા સાધુ ભિક્ષા માટે આવ્યા. તે સાધુને પણ દેવકીએ પડિલાભ્યા. એ પ્રમાણે દેવકીએ એને વહોરાવીને વિચાર્યું કે તે જ સાધુ વારંવાર ભોજન કેમ માંગે છે ? તે પછી શ્રી નેમિનાથ પાસે આવીને દેવકીએ પ્રભુને પૂછ્યું કે એક સાધુ ઘણીવાર ભિક્ષાને માટે કેમ આવ્યા ? તે પછી પ્રભુએ સાધુઓનો સંબંધ શરૂઆતથી કયો. દેવકી હર્ષિત થઇ અને છ એ પુત્રોને નમી. તે પછી પ્રભુને નમીને ઘરે જઇને કૃષ્ણની આગળ કહયું કે મેં સાતેય પુત્રોનું જરાપણ લાલન નથી કર્યું. તેથી જો મને એક પુત્ર થાય તો મારું જીવિત છે. તે પછી કૃષ્ણે દેવની આરાધના કરીને આ પ્રમાણે માંગણી કરી.
માતા દેવકીના સુખ માટે એક પુત્ર આપ. પુત્ર થશે તેમ કહીને દેવે કૃષ્ણને નમસ્કાર કરીને કહયું. દેવકીને જે પુત્ર થશે તે દીક્ષા લેશે. કૃષ્ણે કહ્યું કે પુત્ર થાઓ . ભલે સંયમ ગ્રહણ કરે. હમણાં મારી માતાની આ ઇચ્છા પૂર્ણ થાઓ. કારણ કે હિતકારિણી માતા સર્વલોકને પૂજય હોય છે.
અનુક્રમે પુત્ર થયો ત્યારે પતિસહિત દેવકીએ પુત્રનું ઉત્સવપૂર્વક “ ગજસુકુમાલ ” એ પ્રમાણે નામ આપ્યું. તે વખતે પિતાના આદેશથી તે પુત્રવડે સોમભટટ બ્રાહ્મણની મનોરમા નામની પુત્રી અંગીકાર કરાઇ. એક વખત શ્રી નેમિનાથની પાસે કૃષ્ણે બે હાથ જોડીને સિદ્ધગિરિનું માહાત્મ્ય સાંભલ્યું. જે ( આ ) ગિરિઉપર ચઢેલાં પ્રાણીઓવડે અતિદુર્લભ એવા લોકનો અગ્રભાગ પ્રાપ્ત કરાય છે. તે આ સિદ્ધગરિ સર્વતીર્થનો સ્વામી શાશ્વત છે. આ સિદ્ધગિરિ તીર્થ અનાદિ છે. જયાં અનંત જીવો મોક્ષમાં ગયા છે. તે તીર્થ ઉપર જે યાત્રા કરે છે અને શ્રી ઋષભદેવ જિનેશ્વરની પૂજા કરતા અને ભાવથી સુંદરસ્તોત્રો વડે સ્તુતિકરતા એવા તેની નિશ્ચે થોડા ભવમાં મુક્તિ થાય છે.
શ્રી નવકાર મંત્ર સરખો મંત્ર, શ્રી શત્રુંજય સરખો ગિરિ અને ગજેન્દ્રપદકુંડ નું પાણી ત્રણ ભુવનમાં અનુપમ છે. હજારો પાપ કરીને, સેંકડો જીવોની હત્યા કરીને શ્રી શત્રુંજ્ય તીર્થની આરાધના કરીને તિર્યંચો પણ દેવલોકમાં ગયાં છે. શ્રી શત્રુંજ્યગિરિનું ધ્યાન કરવાથી એક હજાર પલ્યોપમ, અભિગ્રહ કરવાથી લાખ પલ્યોપમ ( ને તેની તરફ ) માર્ગે ચાલતાં એક સાગરોપમનું એકઠું કરાયેલું દુષ્કર્મ ક્ષય પામે છે. તીર્થના માર્ગની રજવડે પ્રાણીઓ કર્મરૂપી રજથી રહિત થાય છે. તીર્થને વિષે ભ્રમણ કરવાથી પ્રાણીઓ સંસારમાં ભ્રમણ કરતાં નથી, તીર્થેશ્વરની પૂજા કરનારા માણસો જગતને પૂજનીય થાય છે. ને તીર્થમાં ધનનો વ્યય કરવાથી મનુષ્યો સ્થિરસંપત્તિવાલા બને છે.