________________
શ્રી કુણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને દી કૂટના નરક ગમનનું સ્વરૂપ
૩૩૩
આ કારણથી તે તીર્થ મોક્ષસુખને આપનારું છે.
વરસાદ થયો ત્યારે એક ગુફામાં રથનેમિ ને રાજીમતિનું આગમન થયું, રાજીમતિનું રૂપ જોઈને રથનેમિએ તેની પાસે ભોગની યાચના કરી. આથી તેનાવડે તે સમજાવાયો. ઈત્યાદિ રાંડબંધ પોતાની જાતે વિસ્તારથી જાણવો. (પા)
હું ભોગરાજાના કુલમાં ઉત્પન્ન થઈ છું. અને તું અંધકવૃણિના કુલમાં ઉત્પન્ન થયો છે. આપણે નિદિત ન થઈયે. તેથી તે સારી રીતે સંયમને આચર.
- એક વખત ભેટણામાં આવેલા બે ઘોડાઓ હતા ત્યારે શાંબ અને પાલક પુત્રોએ એકી સાથે સ્પષ્ટપણે માંગ્યા. તે વખતે કૃણે શાંબ અને પાલનપુત્ર આગળ કહયું કે આવતી કાલે જે પહેલાં નેમિનાથ સ્વામિને નમસ્કાર કરે તેને હું આપીશ. રાત્રિના પાલ્લા પહોરે ઊભા થઈને મોટા સ્વરથી બોલતાં પાલકે નગરની બહાર જઈને નેમિનાથને હર્ષવડે પ્રણામ કર્યા. પોતાના સ્થાનમાં રહેલો શાંબ રાત્રિના પાલ્લા પહોરે શ્રેષ્ઠ ઉત્તરારણ કરીને તાનિવડે નેમિનાથને નમ્યો. સવારે કૃષ્ણ પ્રભુને નમીને કહ્યું કે પાલક અને શાંબમાંથી કોનાવડે આપ ભક્તિથી વંદન કરાયા? તે પછી પ્રભુએ કહયું શાંબવડે ભાવથી વંદન કરાયું ને પાલવડે દ્રવ્યથી વંદન કરાયું. તેથી કૃષ્ણ શબને અશ્વ આપ્યો. પાલકને નહિ. કહયું છે કે હૃદયમાં તમારું ધ્યાન કરીને શાંબ ફલ પામ્યો. ને સાક્ષાત્ તમને જોઈને પાલક ફલ ન પામ્યો. તેથી પંડિતપુરુષો બાથવિધિ કરતાં અંતરંગ વિધિને બલિષ્ઠ માને છે.
દ્વારિકા નગરીમાં કૃષ્ણને ત્રણ ભેરી છે. પહેલી યુધ્ધને માટે ઉત્પન્ન થયેલી કૌમુદી નામની શ્રેષ્ઠ ભેરી છે. કોઇક કાર્યમાં અમાત્ય આદિ મનુષ્યોને (માટે) જણાવવા માટે ઉપૂતિકા નાની ભેરી છે. નગરીની અંદર સેવકોવડે મજબૂતપણે વગાડાય છે.
કહયું છે કે : – તેને ગોરીષ ચંદનમય - દેવતાથી પરિગ્રહિન ત્રણ ભરી દે છે. જેથી મેરી ઉપદ્રવને શાંત કરનારી છે.હવે તેની ઉત્પત્તિ કહેવાય છે કે દેવલોકમાં ઇન્દ્ર વાસુદેવના ગુણના વખાણ કરે કરે છે. આશ્ચર્ય છે કે આ ઉત્તમ પુરુષ અવગુણને ગ્રહણ કરતા નથી. અને નીચ યુવડે યુધ્ધ કરતા નથી. એક દેવ શ્રધ્ધા નહિ કરતો આવ્યો. વાસુદેવ પણ ત્યાં જિનેશ્વરની પાસે વંદન કરવા ચાલ્યો. વચમાં કાળા કૂતરારૂપ -- મડદું -- ખરાબાંધવાનું વિફર્વે છે. તેની ગંધથી પરાભવ પામતો સર્વલોક વાસુદેવવડે જોવાયો.અને તેણે (કુણે ) કહયું કે આર્ય છે કે આ કાળાડૂતરાના ધોળા દાંત મરકતના ભાજનમાં સ્થાપન કરેલાં મોતીનાં જેવા શોભે છે. દેવ વિચારે છે કે આ ખરેખર ગુણકારી છે. તે પછી તે દેવ - વાસુદેવના અશ્વરત્નને હરણ કરે છે. વાસુદેવ કહે છે શા માટે તું મારા અવરત્નને હરણ કરે છે ? દેવ કહે છે તું નીચયુધ્ધવડે પરાજ્ય પમાડીને તે ગ્રહણ કર. વાસુદેવવડે કહેવાયું કે હું પરાજ્ય પામ્યો. તું અશ્વર-1ને લઈજા. હું નીચયુધવડે યુદ્ધ નહિ કરું. દેવ તુષ્ટ થયો . તને હું શું વરદાન આપું ? તે કહે. તે કહે છે કે ઉપદ્રવ શાંત કરનારી ભરી આપ. તેણે તે ભરી આપી. તે ભેરી છ મહિનાના અંતે વગાડાય છે. ત્યાં જે તેના શબ્દને સાંભળે તે રાાંભળનારાના પૂર્વ ઉત્પન્ન થયેલા રોગો શાંત થઇ જાય છે. છ માસમાં નવા રોગ ઉત્પન થતા નથી.
એક વખત (નવો ) આંગતુક વાણિયો આવ્યો. તે અત્યંત દાહજવર વડે પરાભવ પામે છે. તે ભેરીના પાલન