________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
કહયું કે હે માતા! મને તમારું વચન પ્રમાણ છે. હે માતા ! હું પાછો ક્યારે આવું ? તેથી સત્યભામાએ કહ્યું કે જ્યારે હું શાંબને હાથમાં પકડીને લાવું તે વખતે તારે મહોત્સવપૂર્વક આવવું. તે પછી પ્રદ્યુમ્ન – માતાની વાણીથી સ્મશાનમાં ગયો.
૩૧૬
હવે દેશાંતરમાં ભમતો શાંબ – અનુક્રમે તે સ્મશાનમાં આવીને નમસ્કાર કરતો ભાઇ પ્રધુમ્નને મળ્યો. આ બાજુ સત્યભામાએ ભીરુકના વિવાહ માટે – ૯૯ – કન્યાઓ ભેગી કરી. પરંતુ એક સુંદર કન્યા મલતી નથી. પ્રજ્ઞપ્તિ વિધા વડે સત્યભામાના ચિત્તમાં વિચારાયેલું જાણીને પ્રદ્યુમ્ને વિધાથી શાંબને દિવ્ય કન્યા કરી. પોતે જિતશત્રુ રાજા થઇને તે કન્યાને પોતે લઇને દ્વારિકાની નજીકમાં આવી ઘણા પરિવાર સાથે રહયો.
તે કન્યાને આવેલી જાણીને ( સત્ય ) ભામાએ જિતશત્રુ રાજા પાસે પુત્રને માટે શ્રેષ્ઠ સન્માનપૂર્વક માંગણી કરી. જિતશત્રુ રાજાએ કહયું કે જો ભામા મારી પુત્રીને પોતેજ હાથમાં પકડીને મહોત્સવપૂર્વક નગરની અંદર લઇ જાય અને વિવાહ સમયે આ કન્યાના હાથને ભીરુકના હાથ ઉપર તું કરાવે તો હે ભામા ! ભીરુક આને વરે. તેનું વચન અંગીકાર કરીને તે કન્યાને હાથમાં કરીને નગરમાં આવતી ભામાને જોઇને નગરના લોકો કહેવા લાગ્યા. આ પુણ્યવતી ભામા હમણાં તેના પુત્રના વિવાહનો સમય છે. માટે વિચક્ષણ એવી તે નગરીની અંદર સન્માન કરીને શાંબને લાવી. સત્યભામા પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે કરીને શાંબને કન્યાના રૂપને ધારણ કરનારા ( તરીકે ) પ્રગટપણે જુએ છે. ને હર્ષિત એવી તે પગલે પગલે વહુની બુધ્ધિથી જુએ છે. નગરીનાં લોકો ત્યારે રાજમાર્ગમાં શાંબને જોઇને વિચારવા લાગ્યા કે હમણાં સત્યભામા જાંબુવતીના પુત્રને કેમ લાવે છે ? કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ સત્યભામા શ્રેષ્ઠ છે. તેથી શોક્યના પુત્ર એવા શાંબને પ્રગટપણે લાવે છે.ઉત્તમ માણસો કોઇ ઠેકાણે પોતાનું ને પારકું માનતાં નથી. તે કેટલાક લોકો ઉત્સવમાં તો હંમેશાં શત્રુનું પણ સન્માન કરે છે. કન્યા સત્યભામાના ઘરે ગઇ. પોતાનો જમણો હાથ ભીરુકના હાથની ઉપર આવેલો વિવાહ મંડપમાં રહયો. નવ્વાણું કન્યાના હાથની ઉપર પોતે પોતાના હાથ કરીને તે કન્યાઓ અગ્નિની ચારે બાજુ ભમવા લાગી. વિવાહ પછી શાંબવડે પોતાનું રૂપ પ્રગટ કરાયું ત્યારે ભૃકુટિવડે બિવરાવાયેલો ભીરુક માતાના શરણે ગયો. સત્યભામા પણ શાંબને જોઇને બોલી કે હે પાપી ! હે મૂર્ખમાં ઉત્તમ ! હમણાં નગરીની અંદર તું કોનાવડે લવાયો છે ?
-
તે પછી ભક્તિવડે માતાનાં ચરણોમાં નમસ્કાર કરી શાંબે આ પ્રમાણે કહયું કે હું તમારાવડે સજજનોની સાક્ષીએ લવાયો છું. સર્વકન્યાઓનું અને ભીરુકનું પાણિગ્રહણ – તમારાવડે સર્વલોકો અને સજજનોની સાક્ષીપૂર્વક કરાવાયું. . તેણીવડે પુછાયેલા લોકો બોલ્યાં કે અમારાવડે શાંબજોવાયો હતો. એનાવડે સર્વ કન્યાઓ સારા ઉત્સવપૂર્વક પરણાઇ.. રુકિમણીનો પુત્ર પ્રદ્યુમ્નકુમાર એ જિતશત્રુ રાજા થયો. ખેદ પામેલી સત્યભામાએ ઇર્ષ્યાથી શાંબને આ પ્રમાણે કહયું કે તારો બંધુ કપટી છે. તારો પિતા પણ કપટી છે. તારી માતા પણ કપટી છે. માયાવી કન્યારૂપવાલા સહજ શત્રુ એવા તેં મને ઠગી. માતા – પિતા ને ભાઇ વગેરે જેના માયાવી છે. માયાવી એવા અને શત્રુ સરખા તમારા પુત્રે મને ઠગી છે. આ પ્રમાણે કહીને દુ:ખિની એવી સત્યભામાએ લાંબા કાળસુધી નિસાસા નાંખીને પોતાના ઘરે આવીને જલદીથી જીર્ણ માંચાનો ખાટલાનો ) આશ્રય કર્યો.
હવે વસુદેવને નમસ્કાર કરીને શાંબે કહયું કે તમે ભ્રમણ કરતાં ઘણી કન્યાઓને પરણ્યા. હું તો થોડા કાલમાં