________________
શ્રી કણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ
૩૧પ
आहारो द्विगुणः स्त्रीणां, निद्रा तासां चतुर्गुणा। षट्गुणो व्यवसायश्च, कामश्चाष्टगुणः स्मृतः॥ सुवंशजोऽप्यकृत्यानि, कुरूते प्रेरित: स्त्रिया,
स्नेहलं दधिमथ्नाति, पश्य मन्थानको न किम्॥ સ્ત્રીઓને આહાર બમણો હોય છે. નિદ્રા ચારગણી હોય છે. વ્યવસાય છ ગણો હોય છે ને કામ આઠગણો હોય છે ઉત્તમવંશમાં ઉત્પન્ન થયેલો પણ સ્ત્રીથી પ્રેરાયેલો અકાર્યો કરે છે. તું જો રવૈયો હાલ એવા દહીંને મથન કરતો નથી ? એ પ્રમાણે વિચારીને તે પ્રિયાને કૃષ્ણ ભોગવતો હતો ત્યારે પ્રધુમ્ન સમસ્ત બલથી ભંભા વગાડી. આ ભંભા કોણે વગાડી? એ પ્રમાણે સંશયવાલો કૃણ – રતિમાં આસકત એવા ચિત્તમાં ને હૈયામાં ઘણો આશ્ચર્યચક્તિ થયો. પ્રદ્યુમ્નવડે તાડન કરાયેલી ભંભાને જાણીને ક્ષોભ પામેલા કૃણે કહયું કે હે ઉત્તમ પ્રિયા ! સત્યભામા તને સુંદર રૂપવાલો પુત્ર થશે.
સવારમાં જાંબુવતીના કંઠમાં હાર જોઈને પ્રધુમ્નના કપટના વખાણ કરતો તે ઘણો આશ્ચર્ય પામ્યો. યોગ્ય સમયે જાંબુવતીએ શાંબ નામના પુત્રને જન્મ આપ્યો. અને સત્યભામાએ જન્મથી બીકણ – ભીરુક નામના પુત્રને જન્મ આપ્યો. હવે રુકમણિનો પુત્ર પ્રદ્યુમ્ન ઉપાયથી શ્રેષ્ઠએવી વૈદર્ભી કન્યાને પરણ્યો. અને તે વખતે શાંબ – હિમરાજાની પુત્રી સુહરિણ્યાને પરણ્યો. એક વખત સત્યભામાએ કહયું કે હે જાંબુવતી ! તારો પુત્ર શાંબ મારા પુત્ર ભીરુકને ભય પમાડે છે. તારે તેને અટકાવવો. સત્યભામાથી પ્રેરણા પામેલા કૃષ્ણ જાંબુવતીને કહયું કે બુધ્ધિશાળી એવો મારો પુત્ર શાંબ – ભીરુકને બિવરાવે છે. જાંબુવતીએ કહયું કે હે પ્રિય ! મારો પુત્ર શાંબ હંમેશાં સૌમ્ય છે. કોઈ ઠેકાણે કોઈનું જરાપણ વિરુધ્ધ કરતો નથી. કહયું છે કે જેના હૈયામાં જે વર્તે છે. તે તેને સુંદર સ્વભાવવાળા તરીકે સ્થાપન કરે છે. માતા એવી વાઘણ પોતાનાં બચ્ચાને ભદ્ર ને સૌમ્ય માને છે. કૃષ્ણ કહયું કે હે પ્રિયા ! તારો પુત્ર હંમેશાં સૌમ્ય છે. તો પણ તે પુત્રની હમણાં પરીક્ષા કરીએ.
હવે કૃણ ભરવાડનું રૂપ ધારણ કરી – ભરવાણના રૂપને ધારણ કરતી જાંબૂવતી સાથે નગરની અંદર દહીં વેચવાના બહાનાથી તે બન્ને ગયાં. ભરવાણને જોઈને શાબે કહ્યું કે તું અહિ આવ. તારુ દહીં હું લઈશ. એ પ્રમાણે હીને તે તેણીને બળાત્કારે શૂન્ય ઘરની અંદર લઈ ગયો. તે વખતે જાંબુવતીએ અને કૃષ્ણ પોતપોતાનું રૂપ પ્રગટ કરે તે લજજા પામેલો ઢાંકી દીધાં છે અંગ જેણે એવો શાંબ નાસી ગયો. કૃણે જાંબુવતીને કહયું કે તે તારા પુત્રનું કાર્ય જોયું ? તેણી ખરેખર ક્રૂર એવા પણ પુત્રને સૌમ્ય માને છે. તે આશ્ચર્ય છે.
બીજે દિવસે જતાં હાથમાં ગ્રહણ કર્યો છે ખીલો જેણે એવા શબે કહયું કે જે ગઇકાલના મારા વૃતાંતને અહીં કહેશે તેના મુખમાં આ ખીલો હું નાંખીશ. તેનું આ વચન સાંભળી તે વખતે રોષપામેલા કૃષ્ણ કહયું કે હે સ્વેચ્છાચારી શાંબ ! આ મારા નગરમાં તું ન રહે શાંબ પ્રધુમ્ન પાસેથી પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા પ્રાપ્ત કરીને નીકલ્યો. પ્રદ્યુમ્ન પણ શાબની જેમ હંમેશાં ભીસ્કને પીડા પમાડતો હતો. ભામાએ કહ્યું કે હે પ્રદ્યુમ્ન ! તું શાંબની પેઠે ઠેકાણે કેમ જતો નથી? પ્રધુને કહ્યું કે હે માતા ! હું ક્યાં જાઉ? તે હમણાં કહો. સત્યભામાએ કહયું કે તું જલદી સ્મશાનમાં ચાલ્યો જા. પ્રધુને