________________
૩૦૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
પ્રભુની પુષ્ય પૂજા કરી. દેવોએ અનશનનો ઉત્સવ ર્યો. હવે નંદિષણ મુનિ સર્વકર્મનો ક્ષય થવાથી પહેલાં શ્રેષ્ઠજ્ઞાન પામીને અનુક્રમે શ્રી શાંતિનાથ પ્રભુનામંદિરની નજીક મોક્ષમાં ગયા. બીજા પણ સાધુઓ ક્વલજ્ઞાન પામી પોતપોતાના આયુષ્યના ક્ષયે સમાધિવાલા મુક્તિનગરને શોભાવતા હતા.
આ પ્રમાણે શ્રી નંદિણ સૂરિએ રચેલ અજિતશાંતિ સ્તવનની
રચના અને મુક્તિનમનની કથાનો સંબંધ
શ્રી કુણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન વગેરે અને શ્રી કરણના નરક ગમનનું સ્વરૂપ.
पज्जुन्न - संबपमुहा कुमरवरा सड्ढअट्ठकोडि जुआ। जत्थ सिवं संपत्ता, जयउ तयं पुंडरीतित्थं ॥२२॥
ગાથાર્થ :- પ્રદ્યુમ્ન અને શાંબ વગેરે સાડાઆઠોડ સહિત જયાં મોક્ષ પામ્યા તે પુંડરીક તીર્થ જયવંતુ વર્તો.
ટીકાનો અર્થ:- પ્રદ્યુમ્ન અને શાંબ વગેરે સાડાઆઠોડ સહિત જ્યાં શત્રુજ્યગિરિ ઉપર મુક્તિ પામ્યાને રાત્રેય નામનું તીર્થ જય પામો.
પહેલા શ્રી આદિજિનનો પુત્ર બાહુબલિ રાજા હતો. તેનો પુત્ર ચંદ્રયશા ચંદ્રની જેમ લોકોને હર્ષ આપનારો હતો. તેના વંશમાં જે રાજાઓ થયા તે રાજાઓ સોમવંશી રાજાઓ કહેવાયા. સોમયશા રાજાનો પુત્ર શ્રેયાંસરાજા થયો.
સાર્વભૂમ – સુભૂમ – સુઘોષ – ઘોષવર્ધન – મહાનંદી – સુનંદી – સર્વભદ્ર – શુભંકર આ પ્રમાણે અનુક્રમે અસંખ્ય રાજાઓ મોક્ષમાં અને સ્વર્ગમાં ગયા ત્યારે ચંદ્રકીર્તિ નામે રાજા થયો. પુત્ર વગરનો તે દેવલોકમાં ગયો. આની પાટઉપર રાજા તરીકે તેને સ્થાપવો? એ માટે મંત્રીઓ વિચાર કરતા હતા ત્યારે આકાશમાં આ પ્રમાણે વાણી