________________
નંદિણ સૂરિ-અતિ શાંતિસ્તવ મુક્તિગમનનો સંબંધ
૨૯૯
પર્વત પર આવ્યા. મુખ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી આદિનાથતીર્થકરને નમસ્કાર કરીને, સ્તુતિ કરીને તે સુરિરાજ બીજા તીર્થકરોને નમ્યા.
શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિ કરતા પોતાની પીઠને વિષે (પાછળ) શ્રી શાંતિનાથ જિનેશ્વરને જોઇને તે સમયે ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા. શ્રી શાંતિનાથ ભગવાનને પીઠ આપતા એવા મને નકકી પાપ થાય. (આશાતના લાગે.) તેથી એકી સાથે બને ભગવંતની હું સ્તુતિ કરું
अजियं जिय सव्वभयं संतिं च पसंतसव्व गय पावं, जयगुरू संति गुणकरे, दोवि जिणवरे पणिवयामि॥ गाहा ॥१॥ ववगय मंगुल भावे तेहं विउलतव निम्मलसहावे; निरुवममहप्पभावे थोसामिसुदिट्ठ सु भावे॥२॥गाहा॥गाथा ॥
જીત્યા છે સર્વ ભય જેણે એવા અજિતનાથને, અને પ્રશાંત થયા છે સર્વ રોગ અને પાપ જેનાં એવા શાંતિનાથને જગતના ગુરુ શાંતિગુણના કરનાર બંને જિનેશ્વરોને હું પ્રણામ કરું છું.
ચાલી ગયા છે અમંગલ ભાવ જેના, ઘણા તપવડે નિર્મળ છે. સ્વભાવ જેનો, ઉપમા રહિત છે મોટો પ્રભાવ જેનો અને સારી રીતે જોયા છે સાચા ભાવ જેણે એવા (બંને જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું.)
. એ પ્રમાણે શ્રી નંદિષણ આચાર્ય એકીસાથે બને જિનેશ્વર શ્રી શાંતિનાથ અને અજિતનાથ તીર્થકરની શ્રેષ્ઠ સ્તુતિ કરતા હતા તે વખતે તરત જ શ્રી શાંતિનાથ અને અજિતનાથનાં બન્ને જિનમંદિરો સુંદર કાંતિવાલાં અને ઘણાં પ્રભાવવાલાં સન્મુખ રહેલાં થયાં. શ્રી નંદિષણસૂરિએ ત્યાં આવેલા પ્રાણીઓની આગળ નિરંતર શ્રી શત્રુંજયનું માહાભ્ય આ પ્રમાણે કહયું. જે તીર્થઉપર ચઢનારાં પ્રાણીઓવડે અતિ દુર્લભ એવો પણ લોકાગ્ર (મોક્ષ) પ્રાપ્ત કરાય છે. તે તીર્થરાજ આ ગિરિવર શાશ્વત છે. આ શ્રેતીર્થ ઉપર મહાપાપી એવા ચંદ્રસેનરાજાએ આવીને સુગંધી પુષ્પો વડે તેવી રીતે પૂજા કરી કે જેથી નરકની ઉત્પત્તિના કારણરૂપ ઉપાર્જન કરેલાં સર્વકર્મને છેદીને ગૃહસ્થ હોવા છતાં પણ જ્ઞાન પામીને મોક્ષે ગયા. ક્લાપુર નગરીમાં પાપને કરનારો ભીમનામે રાજા હતો તે આ તીર્થમાં તપ કરીને પરમપદ પામ્યો.
તીર્થકો મોક્ષમાં ગયે છતે – અરિહંતનું તીર્થ ગમે તે (વિચ્છેદ પામે ત્યારે ) તે વખતે આ ગિરિરાજ સાંભળવાથી અને કીર્તન કરવાથી તારનારો છે.
અહીં – સ્તુતિ - પુષ્પ – અક્ષત આદિવડે કરાયેલી અરિહંતોની પૂજા સંસારપર્યત કરેલાં પ્રાણીઓનાં પાપને દૂર કરે છે. ઈત્યાદિ ત્યાં ઘણાં ધર્મઉપદેશને સાંભળનારા ભવ્ય પ્રાણીઓને મોક્ષનું સુખ – ને સ્વર્ગનું સુખ થયું. શ્રી શાંતિનાથ પ્રભુની પાસે એક વખત મેઘવાહન રાજા ધ્યાનરતાં સર્વ પાપની પરંપરાનો ક્ષય થવાથી મોક્ષ પામ્યા. ઉત્તમ સદાચારના આદરવાલા સાતહજાર સાધુઓ સાથે નંદિષણ મુનીશ્વરે અનશન સ્વીકાર્યું. ત્યાં ઘણા રાજાઓએ જલદી