________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
૨૭૩
રાત્રિમાં ચાલ્યો
બીજી દિશામાં જતાં તે કૃતાંત સીતાવડે કહેવાયો કે હે ભાઈ! તું બીજી દિશામાં કેમ જાય છે? તે કહે? ક તાંતે કહ્યું કે તમારા પતિએ મારી આગળ કહ્યું છે કે લંક્વાલી સીતાને જલદી ગંગાનદીના કિનારે મૂકી દે. તે પછી સીતાએ વિચાર્યું કે ભાગ્યથી પ્રેરાયેલા મારા પતિ ગંગાનદીના કિનારે નક્કી મારો ત્યાગ કરે છે. સીતાને નદીના કિનારે ઉતારીને ત્યાં વનમાં છોડતો કૃતાંત વિચારવા લાગ્યો કે હું અધન્ય છું. કારણ કે હું ચાકર થયો છું. કહ્યું છે કે- પોતાના ઈષ્ટના ત્યાગ કરતાં પણ અધિક દુ:ખ તેના ચિત્તને થયું. ચારના જીવિત કરતાં કૂતરાનું જીવિત સારું છે. ૧. પારકાના ઘરમાંથી પ્રાપ્ત કર્યો છે આહાર જેણે એવો કૂતરો સ્વચ્છેદ થઈને રહે છે. પણ ચાકર તો પોતાના (જીવન) કાલ સુધી વેચી દીધો દેહ જેણે એવો (ત) પરાધીન હોય છે. ૨. અપાયો છે આદેશ જેને અને પાપમાં રક્ત એવા રાજાના સેવકને લોકને વિષે ન કરવા લાયક એવું નિંદિત કાર્ય કંઇપણ હોતું નથી. ૩. સરખું પુરુષપણું હોવા છતાં પણ જે કારણથી સ્વામીની આજ્ઞાને કરે છે. તે સર્વ અધર્મનું ફલ પ્રત્યક્ષ દેખાય છે. ૪. ધિકકાર હો, અહો અકાર્ય છે. તે કારણથી ઈન્દ્રિયમાં આસક્ત એવા પુરુષો ચારપણું કરે છે. શુભના ઘર એવા ધર્મને કરતાં નથી.
સીતાએ કહ્યું કે હે કતાંત! તું મહેરબાની કરીને મારા પતિનીઆગળ કહેજે કે તમે દુષ્ટકર્મથી યુક્ત એવા મારા ઉપર જે કર્યું તે મારાવડે પૂર્વે કરાયેલા દુષ્ટકર્મને હું વનમાં રહેલી ભોગવીશ પરંતુ તમે મોક્ષને આપનાર જિનેશ્વરે કહેલાં ધર્મને મૂક્તા નહિ. * કહ્યું છે કે હસ્તતલમાંથી કોઈ રીતે પ્રમાદથી સમુદ્રમાં પડી ગયેલું રત્ન શોધ કરતાં કોઇક ઉપાયવડે મેળવાય છે. ૧. ભયંકર અંધકારવાલા કૂવામાં અમૃતફલને નાંખીને પશ્ચાત્તાપથી હણાયેલો બાળક જેમ કષ્ટપૂર્વક પ્રાપ્ત કરે છે. ૨.
આ વચન સાંભળીને સીતાને વનમાં મૂકીને સીતાનાં ચરણકમલને નમીને કૃતાંતવદન પાછો ચાલ્યો. 5
હવે ત્યાં રહેલી સીતા અત્યંત દુઃખિત કરુણ સ્વરે રોતી હે પતિ! હું શા માટે વનમાં ત્યજાઈ છું.? ક હે ઉત્તમ - હે નાથા હેરામ ! હે ગુણના સમૂહવાલા હે દુ:ખી જનો ઉપર અત્યંત વાત્સલ્યવાળા એવા હે સ્વામી! ભયથી પરાભવ પામેલી એવી મને દર્શન કેમ આપતાં નથી. ૧. હે મહાયશવાલા! અહીં તમારો થોડો પણ દોષનો સંબંધ નથી. હે સ્વામી મારા અતિભયંકર પૂર્વ કર્મનો દોષ છે. ૨. અહીં પિતા – પતિ નેબાંધવા શું કરે? મારે પૂર્વ ઉપાર્જન કરેલું દુઃખ ખરેખર ભોગવવાનું છે. ક ખરેખર મેં લોકમાં પહેલાં અવર્ણવાદ છે જેથી મને ભયંકર અટવીમાં આવા પ્રકારનું દુઃખ પ્રાપ્ત થયું છે. ૧.
અથવા તો અન્યભવમાં વ્રતગ્રહણ કરીને મેં ભાંગી નાંખ્યું છે, તેના ઉદયથી આઇ - અતિભયંકર દુ:ખ થયું છે. ૨. અતિનિર્દય એવી મેં કમલના વનમાં પહેલાં શું હંસયુગલને વિયોગ પમાડયો હશે? ખરેખર હમણાં તેનું લ ભોગવવાનું છે. ૩. અથવા તો પુણ્યવગરની મેં પરભવમાં સાધુઓની દુર્ગછા કરી તેને લીધે તેને અનુરૂપ મહાદુ:ખ ભોગવવાનું છે. ૪. આ પ્રમાણે વિચારીને ચિત્તમાં શ્રી જિનેશ્વરનું અને પ્રિય (પતિ) નું સ્મરણ કરતી વાધ આદિથી ભયંકર અરણ્યમાં નિર્ભયમનવાલી રહી. પૂર્વ જે જીવવધવગેરે પાપર્યું હોય તે અહીં મારું પાપ જલદી નિચ્ચે