________________
શ્રી
શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
લક્ષ્મણને રપ૦, પુત્રો થયા, વૃષભ – ધરણ – ચંદ્ર – વગેરે મનોહર ભાઇઓ (નામથી) હતા. તે લક્ષ્મણને સોલહજાર મુગટબદ્ધ રાજાઓ હતા. તેઓના સાડાચાર કરોડ રૂપવાલા પુત્રો હતા.
૨૭૨
એક વખત સીતાએ રામની આગળ આ પ્રમાણે ક્યું કે અનિષ્ટને આપનારું મારું જમણું નેત્ર કેમ ફરક્યું? કહે છે કે પુરુષનું જમણું નેત્ર ફરતું હોય તો તે ઇષ્ટ છે. તે વખતે તેનું એક્દમ ડાબું નેત્ર ફરક્યું. તે પછી રામે હ્યું કે હે પત્ની ! તારે દુ:ખ ન કરવું. હું જીવતે તે તને ક્યો મનુષ્ય કે દેવ દુ:ખ કરનાર છે? # સર્વજ્ઞ ભગવંતોના મંદિરોમાં સર્વજ્ઞોની શ્રેષ્ઠ પુષ્પોવડે તું પૂજા કર. અને તું નિરંતર સખીઓ મારફત પણ પૂજા કરાવ. જિનેશ્વરોની આગળ દીપક કર. ઉત્તમ સાધુઓને તું પ્રતિલાભ (વહોરાવ) ઉત્તમ અન્નદાનથી ઉત્તમ શ્રાવકોને તું જમાડ. આ પ્રમાણે સાંભળી આદરપૂર્વક સર્વજ્ઞોની પૂજાને કરતી સીતા બીજી પોતાની સખીઓ પાસે જિનપૂજા કરાવતી હતી.
ક્યું છે કે:- તપ – નિયમ અને સંયમથી યુક્ત સીતા જિનેશ્ચેની પૂજા કરે છે. તે સમયે સમસ્ત પ્રજાપણ જિનેશ્વરોની પૂજા કરે છે. ૧. આ બાજુ માર્ગમાં જતો ને સભામાં બેઠેલો રામ હંમેશાં લોકોનાં વાક્યો આ પ્રમાણે સાંભળવા લાગ્યો. ક્રૂ સીતા રાવણના ઘરમાં લાંબાકાળ સુધી રહી. તેથી સીતાવડે શીલ – તેવું પાલન કરાયું નહિં હોય? (૧ર૦) ખરેખર આવા પ્રકારની દુશંક સહિત એવી સીતાને હર્ષિતમનવાલો રામ જો પોતાના ઘરમાં રાખે છે તો ક્યા સામાન્ય મનુષ્યને ઘેષ અપાય? આથી સીતાને પોતાના ઘરમાં રાખવી યોગ્ય નથી.
ક્યું છે કે:- લોક વારંવાર કહે છે. કે રાક્ષસોના સ્વામી રાવણવડે સીતાનું અપહરણ કરીને ખરેખર ભોગવાઇ છે. તો પણ રામ વડે અહીંયાં લવાઇ.
હે સ્વામી! ઉદ્યાનમાં – ઘરોમાં – તલાવમાં – ને વાવડીને વિષે સીતાના અપવાદની કથાને છોડીને બીજું કાંઇ (લોક) બોલતો નથી. ત્રણ સમુદ્રવાલી પૃથ્વીનો સ્વામી રામ–રાવણવડે હરણ કરાયેલી જનકરાજાની પુત્રી સીતાને શા માટે પાળે લાવે છે.? આવા પ્રકારનું વચન સાંભળીને હણાયું છે . મન જેનું એવો રામ વથી હણાયેલો હોય તેમ મનમાં અત્યંત દુ:ખી થયો. જેના માટે ઘણા જીવના વધરૂપ પાપ કર્યું. તે બધું ફોગટ થયું. તેથી હું નરકમાં પાત પામ્યો. 5 પુરુષોને સ્રી દુ:ખનું મૂલ ને નરકનું મૂલ થાય છે. ને સ્રીના મોહવડે પ્રાણી પગલે પગલે દુઃખ પામે
તે શ્રેષ્ઠ પુરુષોને ધન્ય છે કે જેઓ પોતાની સ્રીઓને મૂકીને કર્યો છે, નિયમ જેણે એવા દીક્ષિત થયા છે. અને અચલ ને શ્રેષ્ઠ એવા મોક્ષને તેઓ પામ્યા છે. ૧. તે વખતે રામના મનને દુ:ખ પામેલું જોઇ લક્ષ્મણે ક્યું કે સીતા શીલનું પાલન કરવામાં મેરુપર્વતની ચૂલિકાની જેમ નિશ્ચલ છે. તે વખતે લક્ષ્મણવડે વારવા છતાં પણ રામે આ પ્રમાણે
હ્યું કે સીતાનો જો ત્યાગ કરવામા આવે તો સારું થાય. લંક પામેલી સીતાને જો પોતાના ઘરમાં રાખીએ તો આપણાં દેશમાં નકકી ફુંક થાય.તે પછી રામે એકાંતમાં કૃતાંત નામના સેવકને બોલાવીને ક્યું કે સીતાને રથમાં બેસાડી – ગંગાનદીના પૂર્વદિશાના કિનારે જઇ. તેને ત્યાં છોડી – તમારે એક્લાએ વિચાર કર્યાં વગર હમણાં અહીં જલદી પાછા આવવું. તે પછી તે વખતે અષ્ટાપદને વિષે સર્વજ્ઞને વંદન કરવાના બહાનાથી કૃતાંત સેવક સીતાને રથમાં બેસાડીને