________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
૨૬૭ તિર્યંચના ભવની ઘણી નિંદા કરે છે. જે કારણથી આ ચંદ્રોદય ને સૂરોદય નામના યતિઓ શ્રી ઋષભદેવપાસે દીક્ષા લઈ પ્રમાદ પામ્યા હતા. પછી ઘણા ભવો ભમી હમણાં તે બન્ને રાજાના અને હાથીના વંશના ભૂષણરૂપ ભરત અને હાથી થયા છે. હમણાં આ હાથી મોક્ષના માટે વ્રત લેવાની ઇચ્છાવાળો (પણ) અશક્ત એવો તે પોતાના તિર્યંચ ભવથી ઉત્પન્ન થયેલ ભવને નિંદે છે. *
હ્યું છે કે:- આ હાથી લોઢાના સ્તંભને બળવડે ભાંગી નાંખીને ભારતના જવાથી ક્ષોભ પામેલો પૂર્વભવનું સ્મરણ કરીને ઉપરામ પામ્યો છે. ક કહ્યું છે કે:- આ પ્રમાણે સર્વે પ્રાણીઓનું જીવિત વીજળી સરખું ચપલ છે. વારંવાર સંયોગને વિયોગ અને ઘણા સંબંધીનાં બંધનો થાય છે. એમ જાણીને દુઃખમય સંસારમાં લાંબાકાળ સુધી ભમીને મનુષ્યપણે મેળવીને અત્યંત નિર્મલ હે બુદ્ધિમંત તું અહીં અપ્રમત્તપણે ધર્મકાર્ય કર (1) આ પ્રમાણે જ્ઞાનીનું વચન સાંભળીને ભરત આદિ ઘણા રાજાઓ મોક્ષની પ્રાપ્તિ માટે સંયમ લેવાની ઈચ્છાવાળા થયા. તે પછી ભરતે ઊભાથઈને બે હાથ જોડી કહ્યું કે:- ઘણા ભવો ભ્રમણ કરી કરીને સંસારના દુ:ખોથી હું ભાંગી ગયો છું. ક હે જ્ઞાની ભગવંત દીક્ષારૂપી પ્રવણ આપવાવડે મને મોટા સમુદ્રથી પાર ઉતારો. જેથી હું આઠ કર્મનો નાશ કરું તે પછી ભરતે તૃણની જેમ રાજયનો ત્યાગ કરી હજાર રાજાઓ સાથે ગુની પાસે દીક્ષા લીધી. ક સારું સારું એ પ્રમાણે બોલતાં તે દેવોએ તે યતિઓનાં મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી ક બીજા પણ ઘણા રાજાઓએ અને હર્ષિતમનવાળા બીજા લોકોએ દયામય શ્રાવક વગેરે ધર્મનો સ્વીકાર કર્યો. આ બાજુ કેયી સંયમ પામેલા ભરતને જોઇએ પુત્રના વિયોગથી દુ:ખી થયેલી મૂવડે ભૂમિપર પડી. ક ાણવારમાં ઊભી થયેલી રાણી કૈકેયીને તે વખતે જ્ઞાનીએ કહ્યું કે તું પુત્રના વિયોગથી ઉત્પન્ન થયેલા શોકને કેમ કરે છે? 5 અનંત ભવોમાં અનંત પુત્રો થયા. તેનો તને વિયોગ થયો છે. આથી શા માટે શેક કરે છે? 5
माता पितृ सहस्त्राणि, पुत्रदारशतानि च। संसारेऽत्र व्यतीतानि, कस्याऽहं कस्य बान्धवाः ॥१०८१।।
કહ્યું છે કે:- હજારો માતા - પિતા –– અને સેંકડો પુત્રો ને સ્ત્રીઓ આ સંસારમાં વ્યતીત થયા છે. હું કોનો? ને બાંધવો કોના? 5 હે પિતા! હજારો વખત તમારાવડે ઉત્પન્ન થયો. તમે મારાવડે ઉત્પન્ન થયા છો. હે પિતા! માયાવડે મોહ પામેલા પુત્ર એજ પિતા થયા છે સંસારમાં જુદા જુદા ભેદે હજારો વખત માતા – પિતા – પુત્ર અને આ બાંધવો કરોડો વખત થયાં છે તે જોઈને હું અહીં આવ્યો છું. યંત્રમાં બાંધેલી ઘડીની જેમ જુદા જુદા પ્રકારની સેંકડો યોનિઓમાં હું ગયો છું. અને લાંબા કાળ સુધી હું તેમાં ભમ્યો છું. એ પ્રમાણે તમારે આ પુત્ર ને બીજા પણ પ્રાણીના પુત્ર – પૌત્ર આદિ સંબંધો ખરેખર ઘણી વખત થયા છે. * હવે કૈકયી સંવેગને પામી સંસારની નિંદા કરતી તેજ વખતે દેહ પુત્ર આદિને નકામાં માને છે. તે પછી કૈકેયી હજાર સ્ત્રીઓ સાથે સાધ્વીની પાસે દીક્ષા લઈ મોક્ષલક્ષ્મીને પામી.
તે હાથી તે વખતે મુનિ પાસે વિરતિ (દશ વિરતિ) સ્વીકારીને છઠ – અહમ વગેરે તીવ્રતપ કરે છે. અને તે હાથીએ પારણામાં પ્રાસક – સૂકાં – પાંદડાં વગેરેને ખાતાં ચારવર્ષ સુધી આ પ્રમાણે છ8 વગેરે તપ કર્યું. ક અંતે સંલેખના કરીને તે હાથી મરીને અનુક્રમે બ્રહ્મ દેવલોકમાં ગયો. અને ત્યાં ઘણા કાલસુધી સુખ ભોગવ્યું, ક ત્યાંથી આવેલો તે હાથીનો