________________
ર૬૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
કરનારા-જટાને ધારણ કરનારા પોતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા તે તાપસી, ગંગા નદીના કિનારે વનવાસ કરતાં ગૃહસ્થો પાસેથી ભિક્ષાને લેતાં પોતાનો નિર્વાહ કરે છે. *
સ્વામિને જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે મરીચિ તાપસ વ્રતલઈને ફરીથી સંયમથી ભગ્ન થયો. તે પછી પ્રહલાદન રાજા રમાપુરીનું રક્ષણ કરતો હતો ત્યારે તેની પત્નીએ ચંદ્રોદય અને સૂરોય નામના બે પુત્રોને જન્મ આપ્યો. વૈરાગ્યવાસિત હૃદયવાળાચંદ્રોદયપુત્રે સૂરોદય સહિત પ્રભુની સાથે દીક્ષા લીધી. અનુક્રમે વ્રતથી ભગ્ન થયેલા માચિતપસ્વીના શિષ્ય થઈને મરીને તે બને તપસ્વીઓ ઘણા ભવો ભમ્યા. હવે ચંદ્રોદય (મરીને) નાગપુર નગરમાં પ્રહલાદનની પ્રિયા - હરિમતિથી ઉત્પન્ન થયેલોલંકર રાજા થયો. કસૂરેય પણ (મરીને)તેજ નગરમાં અગ્નિકંડિકાથી ઉત્પન્ન થયેલો વિશ્વભવનો પુત્ર – શુચિરત નામે થયો. કલંકરરાજા એક દિવસ તાપસની સેવા કરવા માટે જતો માર્ગમાં અભિચંદ્ર મુનિને જ્યારે હર્ષવડે નમ્યો ત્યારે તેને ભદ્રક આત્મા જાણીને ધર્મલાભની આશિષ આપીને તેને પ્રતિબોધ કરવા માટે મુનીશ્વરે લંકરને કહ્યું.
જયાં તું તાપસને નમસ્કાર કરવા જાય છે ત્યાં જે લાકડું છે. તેની અંદર તારા પિતામહ સર્પ રૂપે છે.ત્યાં જઈને રાજાએ તે લાકડું ચિરાવ્યું ત્યારે સપને જોયો. તે પછી ત્યાં તે તપસ્વીઓએ તે (સર્પને) રાખ્યો તે પછી તેને સાચા જ્ઞાની જાણીને ફરીથી યતિની વાણીવડે લ્યાણ લક્ષ્મીને આપનાર વ્રત લેવાની ઈચ્છાવાળો થયો. ક રાજાના મુખથી તે સર્પ પણ – પંચ નમસ્કારનું સ્મરણ કરીને મરીને દેવલોકમાં મહાદ્ધિવાળો દેવ થયો. એક વખત પુરોહિતમાં આસકત એવી અત્યંત ક્રૂરચિવાલી પત્નીએ કુલંકરને ઝેર આપવાથી મરણ પમાડ્યો. ક ઝેરના યોગથી પીડામાં તત્પર એવો લંકર મરી ગયેલો ત્યાંથી સસલો થયો. તે પછી મોર થયો. તે પછી નાગ થયો. તે પછી હાથી થયો. તે પછી તો થયો. તે પછી દેડકો થયો. તે ભવ પછી સર્પ થયો. તે પછી દેડકો થયો. સૂરોદયનો જીવ શુચિરત કરીને હાથી થયો. તે પછી પસ્ય થયો. કાગડાથી ભક્ષણ કરાયેલો તે કૂકડો થયો. તે પછી કાગડો થયો. તે પછી હાથી થયો તે પછી બિલાડો થયો. તે પછી હાથી થયો.
ચંદ્રોદયનો જીવ-બાભણ થઈ ખાનવડે ઘણા જીવોને હણીને વાઘ થયો. તે પછી ફરીથી મત્સ્ય થયો. * ચારે યોનિમાં મનુષ્ય આદિને વિષે ઘણા ભવો પામી ચંદ્રોદયનો જીવ કમલપત્તનમાં બ્રાહ્મણ થયો. # ત્યાં જૈનધર્મ પામીને શ્રેષ્ઠ ભાવથી ધર્મને કરતો મરી દેવલોકમાં જઈ ત્યાંથી ઍવી આ ભરત રાજા થયો. 5 અકામ નિર્જરારૂપ ક્યિા અને તીવ્રતપના યોગથી કર્મનો ક્ષય કરતો તે કમલ પરનમાં બ્રાહ્મણનો મિત્ર પ્રીતિમાં તત્પર જૈનધર્મમાં ફરીથી રક્ત થયો.
માયાવડે લોકોને શ્રતો ધર્મથી દેવ થયો. પૂર્વોપાર્જિત પુણ્યવડે હંમેશાં તે સુખવાળો થયો. માયાવડેઉપાર્જન કરેલા પાપના ઉદયથી તે બ્રાહ્મણનો જીવ વિધ્યઅટવીમાં સેંકડો હાથણીઓવડે સેવાયેલો હાથી થયો. ક સૂર્યોદયનો જીવ – ઘણા ભવોમાં ભ્રમણ કરીને વિધ્યઅટવીમાં સેંકડો હાથણીઓવડે સેવાતો હાથી થયો. કબલવાન હાથીને જોઈને રાવણરાજા મોટા મહોત્સવ પૂર્વક તેને પોતાના આવાસમાં લાવ્યો ક રાવણે તે હાથીનું નામ ભુવનાલંકાર એ પ્રમાણે આપ્યું. હમણાં તે હાથી લક્ષ્મણના વાસમાં (ઘરમાં) છે. હમણાં પૂર્વભવના ભાઇ ભરતને જોઈને તે હાથી પોતાના