________________
૨૨૮
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
(ક) સકળસંઘને જમાડીને શ્રેષ્ઠ વસ્ત્રોવડે પહેરામણી કરી ચાલતો એવો રાજા ચંદ્રપ્રભાસ નગરમાં ગયો. (ક) ત્યાં ચંદ્રપ્રભુની મોટા વિસ્તારપૂર્વક પૂજા કરી ચંદ્રપ્રભ જિનેશ્વરનો પ્રસાદ કરાવ્યો. (ક) સતીઓમાં શિરોમણિ એવી સીતાએ બીજા પ્રાસાદ કરાવીને તે વખતે ચંદપ્રભ સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી. (ક) તે પછી રેવતગિરિ ઉપર શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરી અને પૂજા કરી હિમાલય પર્વત જેવડું વિશાલ જિનમંદિર કરાવ્યું. (ક) કૈકેયીએ બરડાપર્વત પર જઈને જિનેશ્વરને નમસ્કાર કરી ધનનો વ્યય કરી શ્રી આદિનાથપ્રભુનો પ્રાસાદ કરાવ્યો. (ક) રામચંદ્ર બરડાપર્વત ઉપર શાંતિનાથ જિનનું મંદિર કરાવી મોટા મહોત્સવપૂર્વક શ્રી શાંતિનાથ પ્રભુની સ્થાપના કરી. (ક) ઢેકપર્વતપાસે ઢંકપુરીમાં રામચંદ્ર પોતાના કરાવેલા પ્રાસાદમાં શ્રી ઋષ્મદેવપ્રભુનું બિંબ સ્થાપન ક્યું. ()
વલ્લભી નગરીમાં પોતે કરાવેલા જિનમંદિરમાં સુપ્રભાએ શ્રેષ્ઠ ઉત્સવપૂર્વક શાંતિનાથ પ્રભુનું બિંબ સ્થાપન કર્યું. (5) પીલપુર નગરમાં રામચંદ્ર ઋષભદેવપ્રભુનો અને લક્ષ્મણે વામનસ્થલીમાં (વંથલીમાં) શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યો. (ક) રામચંદ્ર વગેરે પુત્રો અને ભામંડલ વગેરે મંલિકોએ (રાજાઓએ) શ્રી શત્રુંજય આદિતીર્થોમાં શ્રેષ્ઠ પ્રાસાદે કરાવ્યા. (ક)આ પ્રમાણે દશરથ રાજા ઘણાં તીર્થોમાં યાત્રા કરી મહોત્સવ સહિત પોતાની નગરીમાં આવ્યો. ને શ્રી સંઘને વિસર્જન કર્યો. (ક) સંસારથી ઉદ્વેગ પામેલા દશરથ રાજાએ સઘળા રામવગેરે પુત્રોને બોલાવીને કેટલામાં પોતાનું રાજય રામને આપે છે તેટલામાં કેમ્પીએ તે વખતે પતિની આગળ આવીને કહયું કે તમારી પાસે મારાં બે વરદાન હમણાં વિદ્યમાન છે. (ક) હે પતિ ! જયારે યુદ્ધના કાદવમાં ખેંચી ગયેલો રથ મેં ખેંચી કાઢયો હતો તે વખતે આપે કહયું હતું કે તારા પુત્રને રાજય અપાશે. (ક) જ્યારે રોગ આવ્યો ત્યારે આપે કહ્યું હતું કે તું શ્રેશ્ર્વરદાન માંગ. તે વખતે મેં કહયું હતું કે યોગ્ય અવસરે હું માંગીશ. (5)
કર્યું છે કે :
प्रायः पुमांस : सरलस्वभावा, रण्डास्तु कौटिल्यकलाकरण्डाः । ताताद्ययाचे कथमन्यथाऽस्मिन्, कालेवरं कैकेयसम्भवेयम्॥९॥
પુરુષો પ્રાય: કરીને સરળ સ્વભાવવાળા હોય છે. રંડાઓ (સ્ત્રીઓ) કપટક્લાના કરડિયા જેવી છે. નહિંતર તો આ સમયે ક્યએ દશરથરાજા પાસેથી વરદાન કેમ માંગ્યું? (૧)
એક વરદાનથી હમણાં મારા પુત્રને રાજય આપો. અને બીજા વરદાનથી સીતાસહિત રામ બારવર્ષ સુધી વનમાં રહો. દશરથે હયું કે મેં જે પ્રતિજ્ઞા કરી છે તે હું પૂરી કરીશ. (ક) પત્નીનું તેવા પ્રકારનું વજપાત સરખું કઠોર વચન સાંભળીને કેટલામાં દશરથરાજા મૌન રહ્યા તે વખતે રામે જ્હયું કે હે પિતા! આ રાજય ભરતનેજ આપીને મારી માતા કૈક્વીની આશા હમણાં પૂર્ણ કરશે. (ક) હે પિતા! મને રાજયની ઇચ્છા નથી. તમારાં ચરણકમલની સેવા કરવાની ઇચ્છા છે. આથી હમણાં ભરત રાજા થાઓ. (ક) તે પછી ભરતપુત્રને સારા ઉત્સવપૂર્વક રાજય આપીને જેટલામાં દશરથરાજા પોતે સંયમ લેવાને ચાલ્યા (ક) તેટલામાં રામચંદ્ર પિતાનાં બે ચરણોમાં પ્રણામ કરીને હર્ષથી ક્યું કે તમે મહેરબાની કરીને મને વનમાં જવા માટે આદેશ આપો. ()