________________
શ્રી રામ ક્યા અથવા જૈન ગીતા સંબંધ
૨૨૭
આગળ કહયો. (ક) તે પછી વૈતાઢય પર્વત ઉપર દક્ષિણ શ્રેણીમાં શોભતી રથનૂપુર નગરીમાં ભામંડલ રાજા થયો. (ક) ચંદ્રગતિ વિદ્યાધર અનુક્રમે નિર્મલચારિત્ર પામીને સર્વકર્મના ક્ષયથી મુક્તિ નગરીમાં ગયા. (5)
આ બાજુ દશરથ રાજાએ કુમ કુમ પત્રિકાઓ મોક્લીને શ્રી સિધ્ધગિરિ પર્વતની યાત્રા માટે સંઘને બોલાવ્યો. (ક) તે સંઘની અંદર સુવર્ણનાં ૭૨૦, દેરાસરો હતાં, અને શ્રેષ્ઠ કાષ્ઠમય અને દંતમય ચાર દેવાલયો હતાં. () આક્યો સંઘપતિ હતા પાંચ ક્રોડ મનુષ્યો હતા. એકસો રાજાઓ હતા અને શ્રેષ્ઠીઓ ગણતરી વગરના હતા. (ક) ઇત્યાદિ સંઘ સહિત રાજા રામવગેરે પુત્રથી શોભતો ભામંડલ સહિત દશરથ રાજા ચાલ્યો. (ક) રાજા યાચકોને સંખ્યા વગરનું દાન આપતો અને બંદીજનો મોટા અવાજપૂર્વક બિરુદાવલી બોલતા હતા ત્યારે અને સ્ત્રીઓ શ્રેષ્ઠ અવાજપૂર્વક ધવલ – મંગલ ગાતી હતી ત્યારે શ્રી સિધ્ધગિરિઉપર અરિહંતોને નમસ્કાર કરવા માટે રાજા સુખપૂર્વક માર્ગમાં ચાલ્યો. (ક)
દરેક ગામમાં દરેક નગરમાં દરેક સ્લિામાં જિનપૂજામાં તત્પર એવો રાજા કેવલજ્ઞાનના સુખને આપનારી પ્રભાવના કરતો હતો. (5) માર્ગમાં શ્રી સિધ્ધાચલને જોઈને જિનપૂજાપૂર્વક રાજાએ શ્રી સંધમાં લાપશી આપી. (ક) તે પછી રાજાએ ચાલતાં ચાલતાં શ્રી સિધ્ધગિરિની પાસે જઈને સંઘપતિની પાસે સંઘપતિનું તિલક કરાવ્યું (ક) શ્રી પુંડરીકગિરિ ઉપર ચઢીને શ્રી જિનેશ્વરની ખાત્રપૂજા કરીને જિનાલય ઉપર ધજા – પતાકાનું દાન કર્યું. (ક) તે વખતે રાજાએ પીડાને દૂર કરવા માટે આરતી અને મંગલદીવો કરીને સ્તોત્ર બનાવી ભાવસ્તુતિ કરી. (5)
રાજાએ શ્રી ઋષભદેવ પ્રભુની પાદુકાઓને પુષ્પોવડે પૂજીને તે વખતે રાયણવૃક્ષને હર્ષવડે અક્ષતોથી વધાવ્યું (ક) બીજા જિનમંદિરોમાં હર્ષવડે અરિહંતોની પૂજા કરીને એ દિવસથી અહીં પાણીની પરબ ચલાવી (ક) તે વખતે શ્રી સિધ્ધગિરિપર શ્રી આદિનાથ પ્રભુનો વિશાલ પ્રાસાદ રાજાએ લ્યાણના સુખ માટે કરાવ્યો. (ક) રાજાએ ભક્તિ વડે ગુરુઓને પડિલાભીને – વહોરાવીને અને નમસ્કાર કરીને ધર્મસૂરિની પાસે આ પ્રમાણે ધર્મ દેશના સાંભલી.
અન્ય તીર્થમાં ચારિત્ર – તપ અને બ્રહ્મચર્યવડે જે પુણ્ય ઉપાર્જન કરે છે, તે પુણ્ય શત્રુંજય ગિરિને વિષે પ્રાપ્ત થયેલો મનુષ્ય પ્રયત્નવડે મેળવે છે. (૧) ઇક્તિ આહારને ખાનારા જેઓ ક્રોડ ઉપવાસવડે જે પુણ્ય મેળવે છે. તે પુણ્ય શ્રી શત્રુંજય ગિરિને વિષે એક ઉપવાસથી મેળવે છે. (૨) જે શ્રી શત્રુંજયના શિખર ઉપર જિનમંદિરમાં પ્રતિમાને કરે છે તે ભરતક્ષેત્રને ભોગવીને ઉપસર્ગ વગરના સ્વર્ગમાં રહે છે. (૩) જે શ્રી શત્રુંજયઉપર ચઢીને એક પગે ઊભો રહેતો તપ તપે છે તે સુરેન્દ્ર અથવા નરેન્દ્ર થાય છે. (૪) જે શ્રી શત્રુંજય ઉપર વસ્ત્ર- ધ્વજ – પતાકા – ચામર –કળશ - અભિષેક્નોળશ ને પૂજામાટે થાળ આપે તે વિદ્યાધર થાય છે. (૫)
કુલની ઇચ્છાવાલો આત્મા પુંડરીકગિરિનું સ્મરણ કરતો મન, વચન અને કાયાની શુધ્ધિવાલો નવકારશી – પારસી – પરિમુઢ –એકાસણું – આયંબિલ – ઉપવાસ કરે તો છ8 –અઠ્ઠમ – દશમ - દ્વાદશભક્ત –પાસખમણને માસખમણ - વગેરેનાં ફળને પામે છે. (૬)
દશરથ રાજા દિવસ ઊગ્યો ત્યારે શ્રેષ્ઠપુષ્પોવડે પૂજારીને શ્રી સિધ્ધગિરિ ઉપરથી સંધસહિત નીચે ઊતર્યો.