________________
સાદર – સસ્નેહ સમર્પણ:
અત્યારે વર્તમાન સંપૂર્ણ વિશ્વમાં –જગતમાં અસરરૂપે જે જ્ઞાન પ્રવર્તે છે. તેનાં આદ્યપ્રવર્તક અને પ્રચારક અક્ષરમાતા શ્રી ઋષભદેવપ્રભુની પુત્રી શ્રી બ્રાહ્મી કુમારી હતાં. તેથી જ મેં આ ગ્રંથરત્ન કોઈ વડીલ કે ગુરુજનોને અર્પણ કરવાને બદલે શ્રી ઋષભપુત્રી બ્રાહ્મીકુમારીને અર્પણ કરેલ છે. અને તે અર્પણ પત્રિકા પણ જૂના જમાનાના સુંદર મયૂરાસનના ચિત્રમાં લખીને મૂકેલ છે.
સૌજન્ય :- અમૃતલાલ જેકીશનદાસ વખારિયા – નવાપુરા – સુરત. અમે વંદન કરીએ ભાવે :
આ મૂલ ગ્રંથને હસ્તલિખિત પ્રતમાંથી પ્રેસકોપી કરાવવા માટે પછી સંસ્કૃત ભાષામાં મૂલગ્રંથને પુસ્તકરૂપે પ્રકાશન કરવામાં અને ત્યારબાદ તેનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને છપાવવા સુધીના કાર્યમાં જે જે ગુરુ ભગવંતોનો ઉપકાર છે, તે તે ગુરુ દેવોને અમે આ પુણ્ય પ્રસંગે ઉપકારી ગુરુદેવો તરીકે સંભાર્યા છે. અને તેમાં સહુના વડીલ એવા પ. પૂ. સ્વ. આગમો દ્વારક આ. ભ. શ્રી આનંદ સાગર સૂરિજી મ. ની ઇન્સેટ કરેલી નાનકડી પ્રતિકૃતિ મુકીને અમે આવા આવા ગુરુદેવોને ભાવથી વંદન કરીએ છીએ. લિ. મે. ટ્ર. દિનેશ. બી. શાહ.
સૌજન્ય:- સુરત નિવાસી સ્વ. બાબુલાલ નાથુભાઇ શાહના પરિવારના સૌજન્યથી હદ સુમનબેન બાબુલાલ શાહ.
ધર્મની સ્થાપના
એક સમયની વાત છે કે શ્રી આદીશ્વર પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં વિચરતાં વિચરતાં તક્ષશિલા નગરની બહાર ઉધનમાં પધારીને રાત્રિએ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા, ઉધાનપાલકે આવીને રાજા બાહુબલિને પ્રભુપધાર્યાની વધામણી આપી. પછી બાહુબલિએ વિચાર કર્યો કે શત્રિમાં જઇને પ્રભુને વંદન કરીશ તો શોભા નહીં થાય. માટે સવારે પ્રભુને સામૈયા સાથે ધામધૂમથી વંદન કરવા જઇશ. આમ વિચારીને સંપૂર્ણ તૈયારી કરીને ઘણા રાજાઓ સાથે બાહુબલિ સવારના પહોરમાં પિતા એવા શ્રી આદીશ્વર પ્રભુને વંદન કરવા ગયા.
આ બાજુ પ્રભુ તો સવારે કાઉસ્સગ્ગ પારીને આગળ વિહાર કરી ગયા હતા. અહીં ઉદ્યાનમાં આવીને પ્રભુને નહીં જોવાથી શોક કરવા લાગ્યા. ત્યારે મંત્રીઓએ તેમને સમજાવીને તેમનું દુઃખ દૂર કર્યું. ત્યાર પછી બાહુબલિએ પ્રભુ જે સ્થાનમાં કાઉસ્સગ ધ્યાને રહ્યા હતા તેની સ્મૃતિમાં પ્રભુની ચરણ પાદુકાથી શોભતો ધર્મસૂપ કરાવ્યો.
એજ આ ધર્મચક્ર ને ચરણ પાદુકા.
શ્રી શત્રુંજયતીર્થમાં શ્રી આદીશ્વર પ્રભુનો વિશેષ સંબંધ હોવાથી આ ધર્મચક્રનું ચિત્ર મૂફીને ગ્રંથની શુભ શરૂઆત કરી છે, આ અધિકાર શ્રી અજિતનાથ પ્રભુ શ્રી શત્રુંજ્ય પર પધાર્યા તે કથામાં છે.)