________________
સગાળપોળનો બીજો દરવાજો:- શ્રી આદીશ્વર દાદાની યાત્રા કરવા માટે ગમે તે દિશામાંથી આવનાર દરેકને આ પોળના બીજા દરવાજાથી જ અંદર દાખલ થવું પડે છે.
સૌજન્ય :- ભક્તિકારી ભાવિક શ્રાવિકબેનો તરફથી સા. શ્રી દિવ્ય પ્રભાશ્રી જી. તથા સા. શ્રી આત્માનંદશ્રી તથા સા. શ્રી સૂર્યકાંતાશ્રીની પ્રેરણાથી.
વાઘાણ પોળનો ત્રીજે દરવાજો:-જે દરવાજા સાથે ભાવસાર જ્ઞાતિના શૂરવીરતાના પ્રતીક સમા વીર વીકમશી નવયુવાન વાણિયાની વાર્તા ગૂંથાએલી છે તે પૂ. આ. ભ. શ્રી વિજ્યરામસૂરિજી મ. સા. (ડહેલાવાળા) ના આજ્ઞાવર્તિ સ્વ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજીના શિષ્યા સા. શ્રી ભવ્યપૂર્ણાશ્રીજીની પ્રેરણાથી શ્રી દીલ્હી ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (પંજીકૃત) સંચાલીત શ્રી દીલ્હી ગુજરાતી કુંથુનાથ ટ્રસ્ટ તરફથી.
હાથી પોળનો દરવાજો :- ક્યાં ફૂલવાળા બેસે છે તે. અને જયાંથી પૂજાનો પાસ મળે છે તે પૂ. ગણિવર્યશ્રી વિમલ વિજયજી મ. સા. (ડહેલાવાળા)ની પ્રેરણાથી શ્રી દિલ્હી ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ. (પંજીકૃત) સંચાલીત શ્રી દિલ્હી ગુજરાતી કુંથુનાથ ટ્રસ્ટ તરફથી.
રતનપોળનો પાંચમો ને છેલ્લો દરવાજો :- આ બધા દરવાજાઓ શિલ્પની ભાષામાં સિંહદ્વાર કહેવાય છે.
સૌજન્ય :- પ્રભાસ પાટણ નિવાસી સ્વ. માતશ્રી વજકરબાઈ હરખચંદ રાયચંદના આત્મશ્રેયાર્થે તથા તેમના પુત્ર સ્વ. શેઠ શ્રી જમનાદાસ હરખચંદના પુજાથે તેમના પરિવાર તરફથી સ્વ. પૂ. આ. ભ. શ્રી હમસાગર સૂરિજીના શિષ્ય મુનિશ્રી અમરેન્દ્ર સાગર જી. મ. તથા મુનિશ્રી મહાભદ્ર સાગરજીની પ્રેરણાથી હ: જયા બેન જમનાદાસ શાહ – જુહુ- મુંબઈ.
અદબદ દાદા:- નવ ટૂકની અંદર શ્રી આદીશ્વર દાદાની ખૂબજ મોટી એક મૂર્તિ બનાવવામાં આવી છે. જેનું નામ અદ્ભુત આદિનાથ કહેવાય છે. પણ લોકોએ જેનું નામ અદબદજી દાદા પાડી દીધું છે તે.
સૌજન્ય :- પાંચ ભાવિક શ્રાવિકાબેનો તરફથી સા. શ્રી સુધારાના શ્રીની પવિત્ર પ્રેરણાથી.
પોતાના આત્માની નિર્મલતા :- શ્રી શત્રુંજ્યની પૂજાના કાવ્યમાં કવિએ ગિરિરાજનો અભિષેક કરતાં કેવી સુંદર રીતે પોતાની નિર્મલતા માંગી છે. આ શ્લોકની માંગણી ખૂબ જ અદ્ભુત છે.
સૌજન્ય : સંમેત શિખર તીર્થોદ્વારિકા સ્વ. પૂ. સા. શ્રી રંજન શ્રીજીના શિષ્યા સ્વ. સા. શ્રી પ્રિયંકરાશ્રીજીના શિષ્યા સા. શ્રી જિતેન્દ્રશ્રીજી તેમનાં શિષ્યા સા. શ્રી પૂર્ણાનંદશ્રીજી અને તેમનાં શિષ્યા. સા. શ્રી સત્તાનંદશ્રીજીની ચાતુર્માસિક આરાધના નિમિતે ભાવિક શ્રાવિકા બહેનો તરફથી.