________________
દ્રાવિડ અને વારિખિલ્લ રાજાની મુક્તિગમનની ક્યા
૨૧૩
પરંપરાને સહન કરતો હતો. આ પ્રમાણે જીવો સંસારમાં કષાયથી દુ:ખની પરંપરાને પામે છે. આથી લાખો દુઃખને આપનારા કષાયો ન કરવા જોઈએ. કહયું છે કે
धर्मव्युच्छेदपरशु-र्बोधिकक्षदवानलः। परद्रोहोऽस्ति नरक - द्वारोद्घाटनकुञ्चिका ॥३२॥
ધર્મનો છેદ કરવામાં કુહાડા સમાન. સમ્યત્વરૂપી લાકડાંને બાળવામાં દાવાનલ સમાન. અને નરના બારણાને ઉઘાડવામાં કૂંચી સમાન એવો પારકાનો દ્રોહ છે. મનથી પણ કરાયેલી હિંસા સંસારમાં દુ:ખના સમૂહને આપનારી છે. તે હિંસા પાતલી હોય તો પણ નરકમાં કોને ન લઈ જાય છે? જેઓ રાજય વગેરેના સુખોમાં પીડા પામેલા ઘણા હાથી – ઘોડા ને મનુષ્યોને મારે છે. તેઓ પ્રકાશમાટે કરી છે બુધ્ધિ જેણે એવા પોતાના દેહને બાળે છે. હે રાજના નરક છે કે જેનો એવા રાજ્ય માટે ભાઇસાથે વૈર કરી કરોડો પ્રાણીઓને શા માટે હણાય છે ?
अनित्याणि शरीराणि, लक्ष्मीर्बुबुद्सन्निभाः। તૃUTUતુન્યાયાUT:, પાપં મા ગુરુ તiારદા
* શરીર અનિત્ય છે. લક્ષ્મી પાણીના પરપોટા જેવી છે. પ્રાણો, ઘાસના અગ્નિ સરખા છે. તેને માટે તું પાપ ન કર.. નિષ્ફર પુરુષો રાજય વગેરેને માટે પ્રથી ભાઇઓને હણે છે. તેઓ પોતાની જાતે પોતાના અંગોને છેદીને દુઃખની પરંપરાને ભોગવે છે. અનાદિ અનંત એવા લોકમાં – આ પ્રમાણે અજ્ઞાનથી મોહિત થયેલા જીવો –ખરાબ યોનિમાં ઉત્પન્ન થયેલા –સંસારરૂપી અટવીમાં દુ:ખને અનુભવે છે.
धम्मोपरभवबन्धू - ताणं शरणं ज होइ-जीवस्स,। થો સુહામૂનં – થમ વામકુ - થેકુ ારા
ધર્મ એ પરભવનો બંધુ છે. ધર્મ એ જીવનું ત્રાણ – રક્ષણ છે. ધર્મ એ સુખનું મૂલ છે. ધર્મ એ કામધેનુ ગાય છે. ત્રણ લોકમાં જે દ્રવ્ય ઉત્તમ ને મહામૂલ્યવાન છે. તે સર્વે દ્રવ્યને ધર્મના ફળરૂપે મનુષ્ય ઉત્તમ તપવડે મેળવે છે. શ્રી જિનેશ્વરે કહેલા માર્ગને વિષ ધર્મકરીને નિશ્ચયપણે પુો ત્યાગ કરી છે કર્મની મલિનતા જેણે એવા લ્યાણકારક શાશ્વત સ્થાનને પામે છે.
આ પ્રમાણે ગુરુ ભગવંતની વાણી સાંભળીને વૈરાગ્યથી વાસિત ચિત્તવાલો દ્રાવિડરાજા ભાઈ વારિખિલ્લને ખમાવવાની ઈચ્છાવાલો ગયો. ખમાવવાને માટે મોટા ભાઈદ્રાવિડને આવતા જાણીને ક્ષણવારમાં સન્મુખ જઈને હર્ષવડે વારિખિલ્લ ભાઈને નમ્યો. તેણે પૃથ્વી પીઠપર આળોટીને વાળવડે કરીને રજથી મલિન થયેલા શેષની જેમ મોટાભાઈનાં બે ચરણોને સાફ ક્ય.