________________
૨૧ર
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
સૈન્યમાં થયા. આ પ્રમાણે ત્રણેલોને ભીતિકરનાર સૈન્ય થયું. દિશાઓના છેડા સુધી જનારે અહંત્રી અહસ્ત્રી અને અંબના નાદવડે શૂકર વગેરેનાં જૂથો – ટોળાં ત્રાસ પામ્યાં. અને અધીરતાને પામ્યાં. સાત મહિના સુધી અત્યંત ભયંકર યુધ્ધ થયું. તે વખતે બનેના સૈન્યમાં ૧૦ – કોડ મનુષ્યો મરી ગયા.
અહીં આગળ રાત્રિ દિવસ વરસતો મેઘ હંમેશાં પ્રીતિથી ચારે બાજુથી પૃથ્વીને ખુશ કરવા લાગ્યો. ચારે તરફથી સ્થલ – ખાડા – નદી – સરોવર –તલાવ વગેરેને વેગથી પાણીવડે મેઘ પૂરવા લાગ્યો. સુબુધ્ધિ નામના મંત્રીએ કહયું હે રાજન ! આ વનમાં સુમતિનાએ ગુરુ છે. તેથી ત્યાં ધર્મ સાંભળવા માટે જઈયે. આ પ્રમાણે સાંભળીને સુબુદ્ધિ મંત્રી સહિત દ્રાવિડરાજા ઉત્તમ બુદ્ધિવાલા સુમતિ ગુરુની પાસે ધર્મ સાંભળવા માટે ગયો. ગુરુએ કહયું કે હે રાજા ! કષાયો ખરેખર શત્રુ છે. અને તે આલોકને પરલોકમાં પ્રાણીઓને દુઃખ આપે છે. હયું છે કે:- દેશ ઊણ પૂર્વ કોટી વર્ષવડે (સુધી) જે ચારિત્ર ઉપાર્જન કરાયું હોય તે ચારિત્રને કષાયવાલો જીવ – માનવ, મુહૂર્તમાત્રમાં હારી જાય છે. પ્રચંડ પિવાલાઓને આ પૃથ્વી પર કોઈ પોતાનો હોતો નથી.
હવનકરનાર એવા ગોરને પણ સ્પર્શ કરાયેલો અગ્નિ બાળે છે. મનુષ્યના શરીરમાં ક્રોધનામે શત્રુ ઉત્પન્ન થાય છે. જેનાથી (ક્રોધથી) તે મિત્રોને છોડી દે છે. ને ધર્મથી ભ્રષ્ટ થાય છે. શુભમાર્ગમાં પ્રયાણ કરતાં મનુષ્યને પિશાચની જેમ – દુ:ખના સમૂહને આપનારા બધા વિષયો ઘણી છલના કરે છે. ઝેરની ઉપમાવાલા એવા પાંચે ઈન્દ્રિયોના વિષયોવડેકરીને હણવા માટે એકી સાથે ઘા કરાયેલો એવો પણ આ પ્રાણી (આ તીર્થના પ્રભાવે )લ્યાણને પામે છે.
ક્રોધવડે ગ્રસિત થયેલો જીવ ઘણા જીવોની અત્યંત હિંસા કરતો ચંદ્રસેનની જેમ ક્ષણવારમાં નરકમાં દુઃખ પામે
શ્રીપુર નામના નગરમાં ભીમસેનને ચંદ્રસેન નામે પુત્ર હતો. તે અનુક્રમે મોટો થયો, તે પિતા ઉપર નિરંતર દ્વેષ કરે છે. ચંદ્રસેન પિતાને હણીને ઘણી લક્ષ્મી પ્રાપ્ત કરીને અહંકારનું ઘર એવો તે સર્વજગતને તૃણ સરખું માનવા લાગ્યો.
इक्षुक्षेत्र-वंशजाली-कदली विषपादपाः। फले जाते विनश्यन्ति, दुःपुत्रेण कुलंयथा॥१॥
શેરડીનું ખેતર – વાંસની ઝાડી– કેળ અને વિષવૃક્ષો ખરાબપુત્રવડે લની જેમ ફળ થવાથી વિનાશ પામે છે (૧) ચંદ્રસેન મરીને નરકમાં ગયો. ઘણાં દુઃખને ભોગવતો ત્યાંથી નીકળીને સમુદ્રમાં મચ થયો. ને ઘણાં માછલાંઓને ત્યાં મારે છે. જીવહિંસામાં તત્પર એવો તે નરકમાં જઈને ઘણાં દુઃખોની પરંપરાને સહન કરતો વનમાં હિંસામાં તત્પર એવો તે ભિલ્લ થયો. તે પછી નરકમાં ગયો અને તે ભિલ્લના જીવે ઘણું દુ:ખ સહન ક્યું. અને ત્યાંથી નીકળીને ભીમનામના વનમાં તે સિંહ થયો. ઈત્યાદિ ઘણા પ્રકારે નરક મત્સ્ય વાઘ વગેરે ભવોને પામીને ચક્કસેનનો જીવ દુ:ખની