________________
શ્રી શત્રુંજયમાં શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસું રહેવાનો સંબંધ
૨૭ * પાળના કિનારે (રહેલાં) તાડનાં વૃક્ષોની શ્રેણીના તળિયામાં (નીચે) ભેગા થયેલા માર્ગથી થાકી ગયેલા ને વિસામો લેતા મુસાફરોના સમૂહના વિસ્તારને કરાયેલી જે ગરમી તેને હરણ કરવામાં ચતુર એવી કંણશભા પૃથ્વીને વિષ છે. ક્રિીડાવડે ભેગાં થતાં નવીન તાજા નિર્મલ ઘણા કંપતા લ્લોલોની શ્રેણીમાં – તરંગોની શ્રેણીમાં લીલાવડે રમતાં એવા રાજહંસના સમૂહના મનોહર એવા શબ્દવડે કરીને પ્રગટ એવું આ સરોવર છે.
* કાંઈક ચપલ તરંગમાં પડવાથી ઉત્પન્ન થતું જે શ્રેષ્ઠ નૃત્યને તેની લીલાવડે કરીને આ ચતુરમોર શબ્દને કરે છે. મનુષ્યપણાના વૃત્તાંતને (કરતો) સુંદર અવાજપૂર્વક પોતાની યુવતીઓ સહિત લોભ પમાડતો આ ચક્રવાક પણ ગોળાકાર કરીને અત્યંત હર્ષવાળો ડોક્વડે નમેલા બીશ તંતુઓને ખાય છે.
ઈત્યાદિ સરોવર – વૃક્ષ – ચક્વાકાદિ પક્ષીઓના સમૂહને જોતાં રાજાએ આગળ આકાશતલસુધી ગયેલ ચૈત્યને જોયું. તે ચૈત્યની અંદર સ્ત્રી સહિત રાજાએ જઈને શ્રી આદિનાથ પ્રભુના બિંબની સારી રીતે પૂજા કરી. શ્રેષ્ઠ – પુષ્પ –અક્ષત –ને સ્તોત્રોવડે પ્રથમજિનની પૂજા કરીને ચક્રધરરાજા જયારે દેવમંદિરમાંથી બહાર ગયો. ત્યાં એક ચારે બાજુથી શ્રેષ્ઠ સ્ત્રીઓ વડે વીંટાયેલી એવી એક વાંદરીને આવેલી જોઈને તે વખતે ચક્રધર રાજાએ આ પ્રમાણે હયું. હે સ્ત્રીઓ ! શ્રેષ્ઠરૂપને લાવણ્યથી યુક્ત એવી તમે આ તિર્યંચજાતિમાં ઉત્પન્ન થયેલી વાંદરીની સેવા કેમ કરે છે? તે હમણાં કહો. ત્યાં નજીકમાં રહેલા એક વિદ્યારે આ પ્રમાણે કહયું કે વૈતાઢયપર્વતની ઉત્તરશ્રેણીમાં ભીમનામના શ્રેષ્ઠ નગરમાં હું ચંદ્રચૂડ નામે વિદ્યાધર થયો, અને શૃંગારસુંદરી નામે અત્યંતરૂપને ધારણ કરનારી મારી પુત્રી થઈ. એક વખતે તે પુત્રી સખીઓ સહિત ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગઈને પરસ્પર પુષ્પના મુગટઆદિની રચનાવડે રમવા લાગી. તે વખતે વૃક્ષ ઉપરથી ઇચ્છાપૂર્વક પુષ્પ અને ફળોને ગ્રહણ કરતી વૃક્ષની શાખાઓને વિષે પગલે પગલે ધૂત્કાર કરતી વનદેવીવડે શાપ અપાયેલી વાંદરી થઈ.
વાંદરીએ તે વનદેવતાના બે ચરણોમાં દૃઢપણે નમસ્કાર કરીને કહયું કે મેં અપરાધ ર્યો છે. તે તમે માફ કરો. જ. જલદીથી મારા વાનરીપણાને દૂર કરીને મહેરબાની કરીને મારું સ્ત્રીરૂપ કરશે. તે પછી દેવીએ આમ કહ્યું. વખતે શ્રી શાંતિનાથપ્રભુનો પુત્ર ચક્રધર રાજા હે નારી ! ઉલ્લાસપૂર્વક તારું પાણિગ્રહણ કરશે. ત્યારે તે વિદ્યાધરની પુત્રી તું સ્ત્રીનાં રૂપને પામીશ. ત્યારથી માંડીને મારી પુત્રી તમને વરવા માટે હંમેશાં અહીં આવે છે.
તમારી સ્થિતિને દરેક ગામમાં ને દરેક નગરમાં પૂછતાં પૂછતાં જાણીને એ પછી વાનરરૂપ એવી પુત્રીને તમારી પાસે લાવ્યો. આ વાનરીરૂપ મારી પુત્રીનું પાણિગ્રહણ કરવાથી તમે હે રાજન ! પૂર્વના જેવું મનોહર રૂપ કશે. ઉપકારમાં તત્પર એવો રાજા એટલામાં તેણીનું પાણિગ્રહણ કરવા માટે ઇચ્છાવાળો થયો, તેટલામાં મંત્રીએ રાજાને કહયું. શું કોઇવડે, કોઈ ઠેકાણે વાંદરીનું પાણિગ્રહણ કરાય છે ? કદાચિત કોઇવડે કપટ ન કરાયું હોય તો સારું.
રાજાએ કહયું કે ખરેખર જીવિતનો સાર છે કે બીજાને સુખ પમાડે એવો ઉપકાર કરવો. રાજાએ એટલામાં પોતાની જાતે વાંદરીના હાથનું ગ્રહણ . તેટલામાં સુરસુંદરી દિવ્યરૂપને ધારણ કરનારી સ્ત્રી થઈ. ખુશ થયેલા ક્લાપ્રિય વિદ્યાધરે આકાશગામિની વગેરે ન્યા સરખી ઘણી વિદ્યાઓ તે ચક્રધર રાજાને આપી. તે વનમાં ભ્રમણ કરતાં ચક્રધર રાજાએ