________________
૨૨
શ્રી સંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
કર્યો
હ્યું છે કે:
निक्खमणनाणनिव्वाण, जम्मभूमीओ वंदइ जिणाणं। नय वसइ साहुविरहिअंमि, देसेवि बहुगुणेवि॥१॥
શ્રી જિનેશ્વરોની દીક્ષા –નાણ (કેવલજ્ઞાન) નિર્વાણ અને જન્મભૂમિના સ્થલમાં જિનેશ્વરેને વંદન કરવું. સાધુ વગરના ઘણા ગુણવાલા ક્ષેત્રમાં શ્રાવોએ વસવું ન જોઈએ. તે વખતે ત્યાં વેરિમન રાજાએ આવીને પ્રાસાદ કરાવીને શ્રી ચંદ્રપ્રભજિનેશ્વરના બિંબની પ્રતિષ્ઠા કરી. તે વખતે ચંદ્રયશારાજા મુનિનું આગમન સાંભળીને ત્યાં જઈને પ્રણામ કરીને ધર્મ સાંભળવા માટે બેઠો. દેશનાના અંતે રાજાએ પૂછયું કે ખરેખર આ ચંદ્રપ્રભાસ નામનું તીર્થ ક્યા રાજાએ પ્રવર્તાવ્યું છે? ચંદ્રશેખર રાજર્ષએ કહયું કે અહીં શ્રી ચંદ્રપ્રભતીર્થકર ભવ્ય જીવોના હિતની ઇચ્છાથી ધર્મની દેશના કરી હતી. આથી પૃથ્વીમાં ચંદ્રપ્રભાસ નામે આતીર્થ પ્રસિધ્ધ થયું. આ તીર્થની સેવા કરવાથી મોક્ષની સંપતિ થાય છે.
જે સ્થાને સમુદ્રની અંદર પ્રભુ પ્રતિમાડે સ્થિર ઊભા હતા. તે વખતે સમુદ્ર ઊંચા તરંગવાલો થયો. ને ઊંચે ઊંચે જવા લાગ્યો. તે વખતે ભક્તિથી લવણ સમુદ્રના અધિપતિ લવણદેવે છત્રરૂપ થઈને ચારેબાજુથી સમુદ્રને રોક્યો.
અહીં પૂર્વે શ્રી ઋષભદેવ પ્રભુના પૌત્ર ચંદ્રકીર્તિાજાવડે નજીકમાં થનારા શ્રી ચંદ્રપ્રભ તીર્થંકરના શ્રેષ્ઠ પ્રાસાદ અને પ્રતિમા ઘણા ધનનો વ્યય કરવાથી કરાવ્યાં. તેથી જગતમાં આ મહાન પવિત્ર તીર્થ થયું.
પૃથ્વીઉપર શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરનું ત્રણ ગઢથી વિરાજિત એક યોજનના પ્રમાણવાનું સમવસરણ થયું. પ્રાયઃકરીને તે સ્થાનમાં મરેલા જીવો દેવલોકમાં જાય છે. ને વિશુધ્ધ ભાવવાલા ખરેખર લ્યાણરૂપી લક્ષ્મીને વરે છે. અહીં સર્વપાપનો ત્યાગ કરીને જેઓ હંમેશાં તપ તપે છે. તેઓ સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષઘરમાં જાય છે. આ સ્થાનમાં મરેલા મનુષ્યો નરકમાં ને તિર્યંચમાં જતાં નથી. પરંતુ મનુષ્ય અને દેવલોકના લ્યાણકારક સુખોને જલ્દીથી વરે છે. – પામે છે. સગરચવર્તિ આ તીર્થની રક્ષા માટે અને શ્રી ઋષભદેવ જિનેશ્વરની સેવા માટે સમુદ્રને અહીં લાવ્યા.
બ્રહ્મદેવલોકના ઈન્દ્રઅહીં શ્રી જિનેશ્વરના નાત્ર માટે બ્રાહ્મી નામની નદી લાવ્યા અને તે નદી અનુક્રમે મનુષ્યોને પવિત્ર કરવા માટે થઈ. આ પ્રમાણે સાંભળીને ચંદ્રયશારાજાએ હર્ષવડે ચંદ્રકાંત મણિમય પ્રાસાદ કરાવ્યો. અને પ્રભુના બિંબની સ્થાપના કરી. તે પ્રાસાદમાં પિતાની ભક્તિવડે ચંદ્રકાંત મણિમય પિતાની મૂર્તિને રાજાએ પુણ્યના હેતુ માટે
સ્થાપના કરી. ક્ષય થયાં છે પાપ જેનાં એવા ચંદ્રશેખર રાજર્ષિએ સર્વકર્મનો ક્ષય થવાથી અનુક્રમે લ્યાણ નગરીને અલંકા કરી – શોભાવી.
અનુક્રમે ચંદ્રયશારાજા ઘણા સંઘોને ભેગા કરીને મહોત્સવ કરતાં શ્રી સિધ્ધગિરિઉપર જિનેશ્વરોને નમસ્કાર કરવા ગયો. તે રાજાએ ત્યાં કોઇક વખત જીર્ણ એવા જિનમંદિરને જોઈને લક્ષ્મીનો વ્યય કરી ઉધ્ધાર કર્યો. અને ત્યાં નવાં મંદિરો