________________
ચંદયશા રાજાઃ શ્રી શત્રુંજયનો નવમો ઉદ્ધાર
૨૦૧
ક્લિારે બ્રાહ્મી નદીના કિનારે ગયા. ચંદ્રપ્રભા નગરીના સ્વામી ચંદ્રશેખર રાજાને ચંદ્રપ્રભા નામની રાણી હતી.ને ચંદ્રયશા નામે પુત્ર હતો. રાણીને પુત્રસહિત રાજા ચંદ્રપ્રભજિનેશ્વરને નમસ્કાર કરીને સંસારસમુદ્રને તારનારા એવા ધર્મને સાંભળવા માટે બેઠે
आदित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं, व्यापारै बहुकर्मभारगुरुभिः कालो नहि ज्ञायते। दृष्ट्वा जन्मजराविपत्तिमरणत्रासश्चनोत्पद्यते, पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥५॥
સૂર્યના જવા આવવાવડે કરીને દિવસે દિવસે જીવિત ક્ષય થાય છે. ઘણાં કર્મના ભારથી મોટા એવા વ્યાપારો વડે કરીને જતો) સમય જણાતો નથી. મોહમય પ્રમાદરૂપી મદિરાનું પાન કરીને ઉન્મત્ત થયેલ જગતને જોઇને જન્મ – જરા – વિપત્તિ – મરણ ને ત્રાસ ઉત્પન્ન થતો નથી.
सेवितात् पुण्डरीकाद्रे-ानाज्जिनपतेरपि। - સંપઘતે :, પન્ન નિવૃત્તિ નૃUTYIધા तीर्थेष्विदं मुख्यतीर्थ देवेष्विव जिनेश्वरम्। ध्यानेषु सुन्दरं ध्यानं ब्रह्मचर्य व्रतेषु च ॥७॥ श्रामण्यं सर्वधर्मेषु प्रथमं खलु कथ्यते। अत: शत्रुञ्जये तीर्थे ध्येयः सनिः जिनेश्वरः ॥८॥
શ્રી પુંડરીકગિરિના સેવનથી અને જિનેશ્વરના ધ્યાનથી મનુષ્યોને અહીં લક્ષ્મી ઉત્પન્ન થાય છે. –અને પરલોકમાં મોક્ષલક્ષ્મી થાય છે. દેવોમાં જિનેશ્વર, ધ્યાનમાં સુંદર શુક્લધ્યાન – વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત, સર્વધમોમાં મુખ્ય સાધુપણું કહેવાય છે. તેમ સર્વતીર્થોમાં આ તીર્થ શત્રુંજય છે. આથી શ્રી શત્રુંજય તીર્થમાં સપુરુષોએ જિનેશ્વરનું ધ્યાન કરવું. જોઈએ.
શ્રી ચંદ્રશેખર રાજાએ પ્રિયાસહિત પ્રભુના મુખેથી ધર્મ સાંભળીને પોતાના પુત્રને રાજયપર સ્થાપન કરીને સંયમનો સ્વીકાર કર્યો તે વખતે ધરણે પ્રભુના કાયોત્સર્ગના સ્થાને સમુદ્રનાન્નિારે પ્રભુનું ચંદ્રકાંત મણિમય બિંબ સ્થાપન કર્યું. તે પછી ચંદ્રપ્રભપ્રભુ પૃથ્વી પર ઘણાં ભવ્યોને પ્રતિબોધ કરતા સાધુ અને દેવોવડે પૂજાયેલા શ્રી ઉજજયંત પર્વતપર ગયા. ત્યાં પ્રભુની વાણીથી ઘણાં લોકો સંયમને સ્વીકારીને અનુક્રમે સર્વકર્મનો ક્ષય કરવાથી મુક્તિનગરીમાં પહોંચ્યાં
શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વર ઘણા કાલસુધી ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ પમાડીને સંમેતશિખર પર્વતપર ગયા. શ્રી ચંદ્રશેખરરાજર્ષિ સંમેતશિખર પર્વત પર જઇને ઘણા સાધુઓની સાથે શ્રી ચંદ્રપ્રભજિનેશ્વરના મોક્ષના સ્થાનને નમસ્કાર