________________
થી લેયાંસકુમારનો સંબંધ
૧૯૭ | (૨) તે પછી પૂર્વ વિદેહમાં પુક્લાવતિ વિજયમાં લોહાર્ગલ નગરમાં હું વજકંધ થયો. ને શ્રેયાંસ (ને ઇવ)
શ્રીમતિ નામે સ્ત્રી થઈ (૩) તે પછી ઉત્તરકસ્માં હું યુગલીઓ થયો. ને શ્રેયાંસ (નો જીવ ) યુગલિની થઈ. (૪) તે પછી હું અને શ્રેયાંસનો જીવ. સૌધર્મ દેવલોકમાં દેવ થયા. (૫) ત્યાંથી હું પશ્ચિમ વિદેહમાં વૈદ્યપુત્ર થયો. અને શ્રેયાંસ (નો જીવ ) જીર્ણશો કેશવ નામે # મિત્ર
થયો. (૬) તે પછી બને અય્યત દેવલોકમાં દેવ થયા. (૭) તે પછી હું પુંડરીકિણી નગરીમાં વજનાભ નામે થયો. ત્યાં શ્રેયાંસ (ને જીવ) મારો સારથિ થયો.
(૮) તે પછી સવાર્થસિદ્ધ વિમાનમાં બન્ને મિત્ર દેવ થયા. ત્યાંથી હું નાભિ કુલકરનો પુત્ર ઋષભ નામે થયો
અને શ્રેયાંસનો જીવ બાહુબલીના પુત્ર – સોમયશાનો પુત્ર શ્રેયાંસ થયો. આ શ્રેયાંસકુમારે પહેલાં આ પ્રમાણે થયેલા પૂર્વભવો જોઈને મને તેણે શેરડીના રસ વડે પારણું કરાવ્યું હતું. તે વખતે પ્રભુએ કહેલું આ પ્રમાણે સાંભળીને ઘણા ભવ્યજીવો હર્ષથી વિશુધ્ધ એવા સાધુધર્મ અને શ્રાવકધર્મ પામ્યા.
ભરતરાજા પણ પ્રભુની વાણી સાંભળીને હૃદયમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો કે મોક્ષને આપનારો વૈરાગ્ય મને ક્યારે થશે? પ્રભુની પાસે ઘણા જીવો શ્રેષ્ઠ સંયમ લઈને વૈયાવચ્ચ કરવાથી અત્યંત સેવા કરે છે. શ્રેયાંસ હંમેશાં પ્રભુની સાથે વિહાર કરતાં પવિત્ર મનવાલા તે શ્રી શત્રુંજય તીર્થઉપર ગયા. ત્યાં શુક્લધ્યાન કરતાં શ્રેયાંસરાજાને ત્રણ જગતને પ્રકાશ કરનારું કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું.
ત્યાં આવીને કમલ નામના શ્રેયાંસના પુત્ર ધનનો વ્યય કરી “શ્રેયાંસ નામે વિહાર કરાવ્યો. અને તેમાં શ્રેયાંસના પુત્રે સારા દિવસે હર્ષપૂર્વક પ્રથમ તીર્થંકરનું રત્નમય શ્રેષ્ઠ જિનબિંબ સ્થાપન કર્યું. શ્રેયાંસક્વલી ઘણા સાધુઓની શ્રેણી સહિત – ઘણાં પ્રાણીઓને બોધ કરતાં શ્રી રાખ્યુંજયગિરિ ઉપર આવ્યા. શ્રેયાંસ ક્વલીએ ઉત્તમવાણીવડે ઘણા ભવ્યજીવોને પ્રતિબોધ કરી સર્વકર્મથી છેડાવી મોક્ષનગરમાં મોલ્યા. ક્ષીણ થયાં છે કર્મના એવા શ્રેયાંસ જ્યારે મોક્ષમાં ગયા ત્યારે ત્રણસો સાધુઓ મોક્ષપુરીમાં ગયા. શ્રેયાંસના પાંચ પુત્રો જિનેશ્વરની પાસે દીક્ષા લઈ શ્રી શત્રુંજયગિરિઉપર કર્મનો ક્ષય કરી મુક્તિપુરીમાં ગયા. શ્રેયાંસના પુત્રો અને પુત્રના પુત્રો (પૌત્રો) મદન વગેરે વિશે શ્રી શત્રુંજય તીર્થઉપર અનુક્રમે વિસ્તારથી યાત્રા કરી. તેઓની અંદરથી દશપુત્રો શ્રી સિધ્ધગિરિઉપર મોક્ષમાં ગયા ને પછી દશ સર્વાર્થસિધ્ધ નામના વિમાનમાં ગયા.
શી શેયાંસકુમારનો સંબંધ સંપૂર્ણ