________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
રાજાએ અષ્ટાપદપર્વતઉપર ઘણા સંઘ સહિત દેવોને નમસ્કાર કરી શ્રેષ્ઠપુષ્પોવડે પૂજા કરી. ભરતરાજાએ જે જે ધર્મકાર્યો ર્યા તેઓની સંખ્યા વાણીના અધિષ્ઠાયદેવ નથી જાણતા. અને કવિ પણ જાણતો નથી.
ભરત ચક્રવર્તિનો ટૂંકો સંબંધ સંપૂર્ણ.
૧૯૬
છે 2
શ્રી શ્રેયાંસકુમારનો સંબંધ
એક વખત પ્રથમ પ્રભુ શ્રી ઋષભદેવ સ્વામી ગજપુર નગરમાં પ્રવેશ કરતાં બાયઉધાનમાં સમવસર્યા. તે વખતે ત્યાં બાહુબલીનો પુત્ર સોમયશા હતો. અને તેનો પુત્ર શ્રેયાંસ નામનો ન્યાયથી રાજ્ય કરતો હતો. શ્રેયાંસરાજાએ પ્રભુને આવેલા સાંભળીને ત્યાં જઇને જિનેશ્વરને નમીને હર્ષવડે આ પ્રમાણે ધર્મ સાંભલ્યો.
राज्यं सुसम्पदो भोगाः कुले जन्मसुरुपता । पाण्डित्यमायुरारोग्यं, धर्मस्यैतत्फलंविदुः ॥४॥ भवन्तिभूरिभिर्भाग्यैः. धर्म्मकर्म्ममनोरथाः । - फलन्ति यत्पुनस्ते तु तत् सुवर्णस्य सौरभम् ॥५॥ चत्वारः प्रहरा यान्ति, देहिनां गृहचेष्टितैः । तेषां पदे तददर्भेवा, कर्तव्यो धर्म्मसंग्रहः ॥६॥
રાજ્ય – ઉત્તમ સંપત્તિઓ – ભોગો – ઉત્તમ કુલમાં જન્મ – સારુંરૂપ – પંડિતાઇ, આયુષ્ય ને આરોગ્ય આ ધર્મનાં ફલ જાણવાં. ઘણાં ભાગ્યવડે કરીને ધર્મ કર્મના મનોરથો થાય છે. અને તે મનોરથો લે તો સોનાને સુગંધ થાય. પ્રાણીઓના ચાર પ્રહર ઘરની ચેષ્ટાવડે જાય છે. તેઓને સ્થાને અર્ધા ભાગમાં પણ ધર્મનો સંગ્રહ કરવો જોઇએ. આ પ્રમાણે સાંભળીને શ્રેયાંસરાજાએ પુત્રને રાજ્યઉપર સ્થાપન કરી મુક્તિસુખની પરંપરાને આપનારું ચારિત્ર લીધું સ્વામીનાભક્ત શ્રેયાંસને જોઇને પ્રથમચર્તિએ ફરીથી પૂછ્યું કે હે સ્વામી ! તમારે વિષે આ ભક્ત કેમ દેખાય છે ? પ્રભુએ ક્હયું કે એના પૂર્વભવનો મારે સંબંધ છે. આથી તે મારે વિષે વિશેષે કરીને ભક્ત દેખાય છે. વસુદેવ હિંદીમાં યું છે કે :
(૧) જ્યારે હું ઇશાન દેવલોકમાં શ્રીપ્રભનામના વિમાનમાં લલિતાંગ નામે દેવ હતો. તે વખતે શ્રેયાંસ ( નો જીવ ) સ્વંયપ્રભા નામે દેવી હતી. તે પૂર્વ ભવમાં નિમિકા નામની દદ્ધિ વણિની પુત્રી હતી..