________________
૧૪૮
શ્રી શત્રુંજય-વૃત્તિ-ભાષાંતર
શ્રેષ્ઠ થયો.
એક વખત રાત્રિના શેષભાગમાં નિદ્રારહિત રાજપુત્ર ધરાપાલે – જુદા જુદા શિકારીપશુઓથી વ્યાપ્ત ભયંકર વનને જોયું. કોઇક ઠેકાણે ભૂંડોનાં ટોળાંઓ, કોઇક ઠેકાણે હાથીની મોટી ઘટાઓ, સમૂહો ) કોઇક ઠેકાણે સિંહનો સંચાર, ઊંચા મનવાલા એવા તેણે ત્યાં જોયો. કોઇક ઠેકાણે ચકાંત રત્ન ને સૂર્યકાંત ત્નમય – ઉત્તમ ધવલમંદિરો મણિ અને સુવર્ણના સમૂહથી ભરેલાં ધરાપાલે જોયાં. વનને જોતાં સુવર્ણમય ધવલઘરને વિષે રાજપુત્રે પદ્માસને બેઠેલા યોગીને જોયા. જેટલામાં ધરાપાલ યોગીને નમસ્કાર કરતો હતો તેટલામાં તે યોગીએ ઘ્યાન છેડીને કહ્યું કે હે વત્સ ! તારું સ્વાગત હો. હમણાં મેં તને વિધા આપવા માટે અહીં મંગાવ્યો છે. તે પછી તે યોગીએ તેને શ્રેષ્ઠ રસવતી જમાડી. તેને ઉત્તમ જાણીને તે યોગીરાજે હર્ષવડે રાજપુત્ર ધરાપાલને ખડ્ગસિધ્ધ વિધા આપી. તે પછી નિર્મલ મનવાલો તે યોગી વેગથી શરીરનો ત્યાગ કરી જેટલામાં દેવલોકમાં ગયો. તેટલામાં તે રાજપુત્ર વિસ્મિત થયો. તે વખતે ધરાપાલે તે યોગીને ન જોયો. વનને જોતાં આગળ કૌતુક જોવા માટે તે આદરપૂર્વક ગયો. તે પછી આગળ જતાં અંદરમાં રહેતા બગલાના સ્થાનવાલા કૂવાને જોયો. ને ત્યાં પાણીમાં રહેલા સુંદર આકૃતિવાલા પુરુષને જોયો. તેણે કહયું કે હે ધરાપાલ! જો તારી લક્ષ્મીનેમાટે ઇચ્છા હોય તો અહીં આવ. હું તને ગરુડની સિધ્ધિ આપીશ. સાહસ કરીને તેણે જેટલામાં કૂવામાં ઝંપાપાત ર્યો ( ભૂસકો માર્યો ) તેટલામાં તે મોટું સુવર્ણનું પીઠ થયું
તે પછી રાજપુત્ર પોતાના ચિત્તમાં જેટલામાં વિસ્મય પામ્યો. તેટલામાં ત્યાં દેવ આવ્યો. અને તેને આ પ્રમાણે કહયું. તારા સાહસથી હું તુષ્ટ થયો છું. તું ઇચ્છા પ્રમાણે વરદાન માંગ. કુમારે ક્હયું કે મને હમણાં સુવર્ણસિધ્ધિ આપો. તે પછી તુષ્ટ થયેલા દેવે મહાત્મા એવા ધરાપાલકુમારને મનોહર એવી સુવર્ણસિધ્ધિ આપી.
ત્યાંથી ધરાપાલે ભ્રમણ કરતાં ગિરિદુર્ગપુરમાં આવીને વિનયપૂર્વક માતા – પિતા અને ભાઇનાં ચરણોને નમસ્કાર ર્યો. તેમજ પ્રાપ્ત થયેલ સુવર્ણવિધા આદિનો સંપૂર્ણ સંબંધ હીને પિતાવગેરે સ્વજનોને પણ આનંદ પમાડ્યો. પિતાએ ધરાપાલને ભાગ્યવંત જાણીને સારા ઉત્સવપૂર્વક રાજ્ય આપીને ગુરુપાસે સંયમ ગ્રહણ કર્યો. તે રાજા – મુનિ ( રવિમલ્લ) સંયમનું પાલન કરતાં શત્રુંજયગિરિઉપર ગયા અને સલ કર્મનો ક્ષયકરી મોક્ષનગરીમાં પહોચ્યા. ખડ્ગવિધાના પ્રભાવવડે પૃથ્વીને સાધતા અનુક્રમે ધરાપાલે પૃથ્વીના ત્રણખંડને જલ્દી પ્રગટપણે સાધ્યા.
એક વખત તેના દેહમાં ગલત્કૃષ્ઠ ( ઝરતો કોઢ ) નામે રોગ થયો. તે પછી તેણે વિવિધ પ્રકારનાં ઔષધો ર્યાં. તો પણ તેને ગુણ ના થયો. તેથી તે પ્રાણો ત્યાગ કરવા માટે મોટી ચિતા કરાવીને કામદેવ સરખો તે કુમાર અગ્નિમાં પેઠો. તે વખતે અકસ્માત વિધાધરે ત્યાં આવીને તેને ક્હયું કે તું શા માટે અગ્નિમાં પ્રવેશ કરીને પ્રાણોને છોડે છે ? તે હે. તેણે પોતાના રોગનું સ્વરૂપ કહયું ત્યારે વિદ્યાધરે કહયું કે શ્રી શત્રુંજયગિરિઉપર જિનેશ્વરના સ્નાત્રનું પાણી છે. તે શ્રેષ્ઠ છે. તે પાણીવડે સૂર્યથી અંધકારની જેમ મારા શરીરમાંથી કોઢ રોગ ગયો છે તેથી તે પાણીવડે તું ત્યાં જઇને તારા શરીરનો અભિષેક કર.
શ્રી સિધ્ધગિરિઉપર – તારું શરીર – રોગરહિત ને શોભાસહિત તીર્થના પ્રભાવવડે જલ્દી થશે.