________________
સુધારેન રાજાની ક્યા
૧૪૭
શ્રીસિધ્ધાચલઉપર દીક્ષા લઈને સર્વકર્મનો ક્ષયકરી મુક્તિ નગરીના સુખને પામ્યા. આ પ્રમાણે ભરતરાજાએ સાંભળીને ઘણા સંઘ સંઘસહિત શ્રી શત્રુંજ્યગિરિ ઉપર જઇને વિસ્તારથી જિનેશ્વરોની ભાવથી પૂજા કરી.
આ પ્રમાણે સુધારેન રાજાની કથા સંપૂર્ણ
શ્રી શત્રુંજયમાં ધાપાલ રાજા વગેરેના
મુક્તિ ગમનનું સ્વરૂપ
ઉજ્જયંતગિરિની પાસે ગિરિદુર્ગ નામના નગરમાં શ્રેષ્ઠ એવા ઐક્વાકુવંશમાં રવિમલ્લ નામે રાજા થયો. નીતિપૂર્વક પ્રજાનું રક્ષણ કરતાં સર્વજ્ઞનાભક્ત એવા તે રાજાને નિર્મલરૂપને ધારણ કરનારી શશિલેખા નામે પત્ની હતી. એક વખત રાજા યજ્ઞયાત્રામાં ગયો ત્યારે તેની સ્ત્રીએ શ્રેષ્ઠી પત્નીને પુત્રનું લાલન (પાલન) કરતી જોઈ. તે પછી રાણી પોતાને વિષે પુત્રના અભાવને જોઈને તે જ વખતે આ પ્રમાણે શોક કરવા લાગી કે પૃથ્વીતલને વિષે હું ભાગ્યહીન છું. જે સ્ત્રી હસતાં – બોલતાં – પૃથ્વી પર આળોટતાં અને રુદન કરતાં પુત્રોને પાલન કરે છે તે જ સ્ત્રી ધન્ય છે. ને ઉત્તમ ભાગ્યને ભજનારી છે.
उत्पतन्निपतद् रिखन्, हसन् लालावली वमन्। कस्याश्चिदेव धन्यायाः, क्रोडमायाति नन्दनः ॥६॥
કર્યું છે કે : - કા મારતો – નીચે પડતો – રીખતો – હસતો – લાળની શ્રેણીને વમન કરતો એવો પુત્ર કોઇક ધન્ય સ્ત્રીના ખોળામાં આવે છે. તે જ પુત્ર પુત્ર છે કે – જે ફક્ત પિતાના કુલને જ નહિ પણ પિતાને કીર્તિને ધર્મને અને ગુણોને વધારે છે. તે પછી હંમેશાં જિનેશ્વર પ્રભુની પૂજાકરતી એવી રાણીને સુરપાલ અને ધરાપાલ નામે બે મનોહર પુત્રો થયા. મનુષ્યોની બધીક્ષામાં ચતુર – સમાનરૂપવાલા – તે બને ભાઈઓ કુશ અને લવની પેઠે – પ્રીતિથી સંયુક્ત થયા. હંમેશાં ગુરુની પાસે શસ્ત્ર અને શાસ્ત્રની મનોહર ક્લાઓ ભણતા એવા તે બન્ને ભાઇ પિતા તથા માતાને હર્ષ આપનારા થયા. કહયું છે કે:- વિદ્વાનપણું અને રાજાપણું ક્યારે પણ સરખું નથી. કાગડા અને કાયર પુરુષો પોતાના દેશમાંજ મરણ પામે છે. પિતાએ સુરપાલ અને ધરાપાલને અનુક્રમે ઘણી રાજપુત્રીઓ સુંદરઉત્સવપૂર્વક પરણાવી. માનવાળો – યશવાળો – તેજસ્વી – વિનીત નીતિ ને રીતિવાલો એવો ધરાપાલ સુરપાલ કરતાં સર્વગુણોવડે