________________
સર્વહક સ્વાધીન એટલે શું?
હમણાં હમણાં આપણા સમાજમાં પણ પુસ્તકે – તો ભાષાંતર વગેરેનાં છપાતાં પુસ્તમાં “ સર્વ હકક સ્વાધીન " આ વાક્ય ખાસ લખવાની પ્રણાલિકા ચાલુ છે. તેના માટે ખાસ વિચારવા જેવું છે.
૦ એક વાત જૈન ધર્મ જ્વળજ્ઞાન સિવાય બધાને અધૂરું જ માને છે. એથી જ્યાં સુધી આપણને તેવું કોઈ વિશિષ્ટજ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે સહુ અધૂરા જ છીએ. પછી વિશિષ્ટજ્ઞાન વગર આપણે સ્વતંત્ર કેવું અને કેટલું લખી શક્વાના?
૦ આપણા વડીલ એવા મોટા મોટા જ્ઞાની પુણ્યોએ પણ અમુક અમુક પદાર્થોની ચર્ચા કરતાં છેવટે “તત્વ ક્વલી ગમ્ય " એમ કહી દીધું છે.
૦ ખુદ તીર્થકર ભગવંતો પણ ત્રણ જ્ઞાનના સ્વામી હોવા ક્યાં ક્વલજ્ઞાન ન થાય ત્યાં સુધી દીક્ષા અને શિક્ષા ઉપદેશ ન આપે. કારણ કે સંપૂર્ણ બન્યા વગર ભૂલ થવાની સંભાવના છે.
૦ આર્ય સુધર્મા સ્વામીએ પણ “સુમે આઉસં તેણે ભગવયા એવ મકખાય” હે આયુષ્યમાન જંબુ !ભગવંત વડે કરીને આ પ્રમાણે કહેવાયેલું મે સાંભળ્યું છે તેને હું છું. અહીં તેઓ ગણધર હોવા છતાં પોતાનું કાંઈ કહેતા નથી.
૦ એટલે આવા જ્ઞાનીઓ જો આમજ લખતા હોય તો ખરેખર અલ્પજ્ઞાની એવા આપણે સ્વતંત્ર – શું – લખી બોલી ને સર્જન કરી શક્વાના? આમાં તો આપણે હળદરના ગાંધેિ ગાંધી થવા જેવું જ કરીએ છીએ.
કાયદાની દષ્ટિએ પણ સરકારમાં આપણે આપણા પુસ્તકને નોંધાવીને રાઈટ મેળવવો પડે છે. પછી જ સર્વહકક સ્વાધીન ” એમ લખી શકાય છે. માટે આ ગ્રંથમાં સર્વહકક જેવું કશું જ નથી. અને સહુને છપાવવા માટે ફેરફાર કર્યા વગર છપાવવાની છૂટ સાથે હાર્કિ આમંત્રણ પાઠવું છું.
લિ. મહાભદ્ર સાગર