________________
૧૬
થી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર પ્રમાદી માણસો હસતાં હસતાં રમતમાત્રમાં જે કર્મ કરે છે તે કર્મસેંકડો જન્મવડે શેક કરતાં ભોગવે છે. '
આ બાજુ ધર્મરુચિ આણગારની પાસે જઈને તેમને આદરથી નમીને ત્રિવિક્રમરાજાએ જીવદયામય જૈનધર્મને સંભાલ્યો. જીવોની રક્ષા કરનાર જીવ હંમેશાં મોક્ષસંપતિને પામે છે. કારણ કે સર્વ જીવોને પોતાનો જીવ ખરેખર પ્રિય હોય છે. કહયું છે કે: – પૃથ્વી ઉપર – સોનું - ગાય અને પૃથ્વી વગેરેના આપનારા સુલભ છે. પરંતુ લોક્ન વિષે પ્રાણીઓમાં અભયદાન દેનારો દુર્લભ છે.
वृथा दानं वृथा विद्या - वृथा निर्ग्रन्थताऽपि च। अनिन्द्ययोगचर्याऽपि, विना जीवदयां किल॥१६१॥
જીવદયા વિના દાન નકામું છે. વિદ્યા નકામી છે. નિર્ગથપણું નકામું છે. ને સારા યોગનું આચરણ પણ નકામું છે. આ પ્રમાણે ધર્મ સાંભળીને દયામાં તત્પર એવો રાજા પક્ષીના વધને યાદ કરતો વારંવાર મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો અરે ! મેં પક્ષીની હત્યા કરવાથી પ્રત્યક્ષ પાપ ક્યું છે. તે પાપથી નિચે મારો નરકમાં પાત થશે. મારે આ જીવિત વડે શું? આ રાજયવડે શું? જે બન્ને હોવા છતાં મારો આગળ નરકમાં પાત થશે. અસાર એવા સંસારમાંથી સારભૂત વ્રત દેહથી કર્યું છે. તેથી કરીને જેમ કાદવમાંથી કમલ તેમ સુખને આપનારા ધર્મને ગ્રહણ કરું. તે પછી ત્રિવિક્રમરાજાએ રાજય ઉપર પુત્રને સ્થાપન કરી વ્રત ગ્રહણ કરી શાસ્ત્રોને ભણતા જયાણામાં તત્પર એવા તે સર્વ તત્વને જાણનારા થયા. ગુરુની અનુજ્ઞાવડે એક્લા વિહાર કરતાં તે મુનિ ભીમવનમાં ધ્યાનમાં તત્પર એવા કાયોત્સર્ગધ્યાને રહયા, મુનિને જોઈને ઉત્પન્ન થયું છે વૈર જેને એવો ભિલ્લ રોષ ધારણ કરવા લાગ્યો. લાકડી – મુષ્ઠિ આદિવડે નિર્દયપણે અત્યંત મારવા લાગ્યો. પ્રશાન્ત છે આત્મા જેનો એવા પણ ઉત્પન્ન થયો છે ક્રોધ જેને એવા ત્રિવિક્રમ મુનિએ તેજોયા છેડવાથી તે ભિલ્લને એક્રમ ભસ્મીભૂત ર્યો.
તે ભિલ્લનો જીવ મરીને તેજવનમાં સિંહ થયો અને તે મુનિ પણ વિહાર કરીને ત્યાં આવ્યા. પૂર્વના વૈરથી તે મુનિને જોઈને ઉત્પન્ન થયો છે રોષ જેને એવો તે સિંહ તે મુનિને હણવા માટે જવા લાગ્યો અને તે કોઇક ઠેકાણે નાસી ગયા. જોતા એવા તે મુનિ જ્યાં જાય છે. ત્યાં ફૂરકર્મવાલો રોષવડે લાલઆંખવાલો તે સિંહ મુનિને હણવા માટે જતો હતો.
પ્રશાન્ત આત્માવાલા તે સાધુ સિંહવડે ખેદ પમાડેલા રોષવડે લાલ થયેલા તે મુનિએ તે સિંહને તેજલેયાવડે બાળી નાંખ્યો. તે વખતે છૂટી ગયા છે પ્રાણ એવાજના એવો સિંહ વનમાં દીપડો થયો. અત્યંત ક્રૂર એવો હંમેશાં અનેક જીવોને મારવા લાગ્યો. એક દિવસ વિહાર કરતા ત્રિવિક્રમ મુનિ તે વનમાં આવ્યા. પૂર્વના વૈરથી દૂરચિત્તવાલા તે દીપડાવડે જોવાયા. એટલામાં તે દીપડો મુનિને હણવા માટે શેડયો તેટલામાં તે મુનિ નાસી ગયા. ને જયાં જયાં તે મુનિ જાય છે. ત્યાં ત્યાં તે દીપડો હણવા માટે આવે છે.
ક્લાયનું ફલ ભવિષ્યમાં ભયંકર છે એમ જાણવા છતાં પણ સાધુએ તેજોલેશ્યા મુક્વાથી દીપડાને અગ્નિસાત