________________
શત્રુંજયા નથી અને તેનાં દહ ના પ્રભાવનું વર્ણન
૧૫
તુષ્ટો યથાત્ય શત:, કામધેનુ-સુરHI: चिन्तामण्यादयस्तस्य-सर्वे तुष्टाः समन्ततः ॥१४४॥
જેની ઉપર આ ગિરિરાજ તુષ્ટ થયો છે. તેની ઉપર કામધેનુ–લ્પવૃક્ષ ને ચિંતામણિ રત્ન વગેરે સર્વે ચારે બાજુથી તુષ્ટ થયાં છે. શ્રી સિધ્ધગિરિના સર્વશિખરઉપર ચક્રવર્તિએ ઘણાં ધનનો વ્યયરી મોક્ષમાટે સર્વ અરિહંતોના પ્રાસાદો કરાવ્યા.
સંધ સહિત ગુરુભગવંતની શ્રેષ્ઠ વસવડે પહેરામણી કરીને પ્રથમ ચક્રવર્તિ ભરતરાજા અયોધ્યામાં ગયા. એક વખત શ્રી ઋષભદેવપ્રભુના વિશાલ પ્રાસાદમાં પ્રગટપણે એકસો ને આઠ ઉત્તમમંડપો ચક્વર્તિએ કરાવ્યા.
'જજ લો
મહાબાહુરાજા અને ત્રિવિકમ રાજર્ષિની કથા વાલુ)
- એક વખત ભરતરાજાએ જ્ઞાનીમુનિ પાસે કહયું કે આ તીર્થ ઉપર ઘણાં પાપી એવા પણ પ્રાણીઓ જે અહીં મોક્ષે ગયાં છે. હે પ્રભુ! હમણાં મને તેના સંબંધ સંભળાવો. તે વખતે જ્ઞાનીએ કહયું કે :
પહેલાં સુંદર શોભાયમાન શ્રાવતિ નગરીમાં ત્રિશંકુરાજાને ત્રિવિક્રમનામે પુત્ર હતો. તેને પિતા વગેરેએ પંડિત પાસે ઘણાં શાસ્ત્રો ભણાવ્યાં ગુરુની પાસે અરિહંતનો ધર્મ સાંભલીને પુત્રને રાજ્યપર સ્થાપન કરી રાજાએ પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યનીકાંતિસરખા ચારિત્રને અંગીકાર ક્યું. એક વખત ત્રિવિક્રરાજા ઉધાનમાં વૃક્ષનીચે જેટલામાં ઊભા રહયાં તે વખતે ક્યાંકથી આવીને પક્ષીએ તેમના માથાપર વિષ્ટા કરી. તે વખતે રાજાએ પક્ષીને ઉડાડવા છતાં પણ તે ઊડી નગયું ત્યારે રાજાએ તેને બાણવડેવીધી નાંખ્યું. તે ચીસ પાડતું તે મરણ પામ્યું. પક્ષીને મરી ગયેલું જોઈને પશ્ચાત્તાપમાં તત્પર એવો રાજા પોતાને ઘરે આવ્યો ને વારંવાર તે પક્ષીને યાદ કરવા લાગ્યો. પીડાવડેકરીને તે વખતે પક્ષી ભીમવનમાં ભિલ્લ થયો. ત્યાં ભિલ્લ ઘણાં જીવોની હિંસા કરવાથી પાપ કરતો હતો. કહ્યું છે કે – નિર્દયપણાનાયોગથી જે હંમેશાં જીવોને હણે છે. તે સર્વ નારકમાં ઘણી વેદનાઓ પામે છે.
हसन्तो हेलयाकर्म - यत्कुर्वन्ति प्रमादिनः। जन्मान्तरशतैरेते, शोचन्त्यनुभवन्ति च ॥१५७॥