________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર ગયા ત્યારે જ્ઞાન ( વિશિષ્ટ જ્ઞાન) નષ્ટ થયું ત્યારે પૃથ્વીતલઉપર સાંભળવાથી અને કીર્તનક્રવાથી આ તીર્થ તારનાર છે. જે પુરુષનું પૂર્વભવથી આવેલું શ્રેષ્ઠ ભાગ્ય હોય તેને આ લોકમાં ને પરલોકમાં મનને ઈષ્ટ એવો યોગ થાય છે.
ધરાપુરી નામની નગરીમાં મીન નામે ચતુર વણિક હતો તેને ઉજજવલ ગુણનીશ્રેણીવાલી ગૌરી નામે પત્ની હતી. તે નગર ભાંગ્યુ ત્યારે તે વખતે શત્રુઓ ગૌરીને પકડી. શત્રુનું સૈન્ય ચાલતું દિવસનાં મધ્યભાગમાં (બપોરે ) ક્વાની પાસે ઊભું રહયું. ત્યાં આવીને સ્ત્રીને છોડાવવા માટે ૮O - ટેક કબૂલ કરીને મીન ધન લેવા પોતાને ઘરે ગયો. ઘરને સર્વશૂન્ય (ખાલી) જોઈને જમીનમાં રહેલાં ગુપ્તધનને લઈને મીન જેટલામાં ચાલ્યો તેટલામાં એક બ્રાહ્મણ મલ્યો. મીનની પાસે ઘણું ધન જાણી કપટી એવો બ્રાહ્મણ – હંમેશાં તે લઈ લેવાને ઇચ્છો જંગલમાં કોઇ ઠેકાણે અવસર પામ્યો નહિ. કહયું છે કે મીન ચાલતો એટલામાં અનુક્રમે કૂવાની પાસે આવ્યો ત્યારે બ્રાહ્મણે કહયું કે અહીં ઊભા રહીયે ને પાણી પીઇયે. તાપથી તપ્યું છે શરીર જેનું એવો મીન પાણી પીને મસ્તક નીચે ધનમૂકીને સૂતો તેટલામાં બ્રાહ્મણે %િ (તક ) મેળવ્યું.
તેને ઉપાડીને ક્વામાં નાંખીને ધન લઈને ગયો. કેડ સમાન પાણીમાંદેવયોગથી મીન પડ્યો. ક્ષણવારમાં પ્રિયાને જોઈ હર્ષિત થયેલા મને કહયું કે હે પ્રિયા! તું અહીં કેવી રીતે આવી? અને કોનાવડે લવાઈ?તે હમણાં કહે. પત્નીએ - કહ્યું કે દુષ્ટ ચિત્તવાલા શત્રુએ મને પકડી. માર્ગમાં નાસવાને ઈચ્છતી તે શત્રના ભયથી હું શક્તિમાન ન થઈ. અહિ શત્રુનું સૈન્ય આવ્યું ત્યારે કપટકરીને આ ક્લામાં પડેલી મને દુષ્કર્મથી પાંચ દિવસ થયા. તે પછી કૂવામાં પડવાનો વૃત્તાંત કહે ને પત્નીએ કહયું કે આ કૂવામાંથી કઈ રીતે નિકળાશે ? કોઈક આ ક્વાના કાંઠે આવે. અને આપણને યાથીયુક્ત ચિત્તવાલો ખેચે બહાર કાઢે. તેટલામાં તે કૂવાની નીચેના છીદ્રમાંથી અકસ્માત શિયાળણી પાણી પીવા માટે આવી. તેને જોઈને બન્ને હર્ષ પામ્યા. પાણી પીને શિયાળણી જે કાણામાંથી (વિવરમાંથી ) નીકળી ત્યારે તે વિવરમાંથી મીન બે ગાઉ દૂર નીકળ્યો પાતાલમાં ને પૃથ્વીનાછેડે રહેલ ગુફાના દ્વારથી હંમેશાં શિયાળણી પાણી પીએ છે. સરોવરમાં રહેલું પાણી પીતી નથી. કૂવાની અંદર રહેલી પ્રિયાને મીને માંચાના (ખાટલાના) પ્રયોગથી બહાર કાઢી અને પોતાના ઘરે લઇ ગયો. અનુક્રમે પોતાના ધનનું અપહરણ કરનાર બ્રાહ્મણને ઓળખીને મને રાજાની પાસે કહીને પોતાની લક્ષ્મી પાછી વાળી. તે પછી પોતાનું ઘણું ધન વાપરીને પ્રિયાસહિત મીનવણિક ગુરુ પાસે વ્રત લઈને હંમેશાં તપ કરવા લાગ્યો. સંયમની આરાધના કરીને મીન છઠા દેવલોકમાં ગયો. ને તેની સ્ત્રી આયુષ્યનો ક્ષય થયો ત્યારે ચોથા દેવલોકમાં ગઈ. કહ્યું છે કે; - અતિઉચ્ચસ્થાનમાં મધ્યમસ્થાનમાં હીનસ્થાનમાં અથવા તો અત્યંત હીનસ્થાનમાં જેણે જ્યાં જવાનું હોય તેની ચેષ્ટાપણ તેવા પ્રકારની હોય છે. ત્યાંથી મીનનો જીવ પ્રિયાસહિત મનુષ્યભવ પામી. સર્વ કર્મસમૂહનો ક્ષય કરી શત્રુંજયગિરિઉપર મુક્તિને પામ્યો. આ પ્રમાણે શ્રી વિમલનાથપ્રભુની પાસે આદરપૂર્વક ધર્મ સાંભળીને અનેક પ્રાણીઓ વેગથી મુક્તિનગરીને પામ્યા. તે પર્વત પર કેટલાક જીવો સ્વામીનું વચન સાંભળીને મોક્ષ પામ્યા. ને કેટલાક દેવલોકમાં ગયા. અને કેટલાક શ્રેષ્ઠ રાજ્ય પામ્યા. શ્રી વિમલનાથપ્રભુ ત્યાં હતા ત્યારે એક લાખ સાધુઓ સર્વકર્મનો ક્ષય કરીને મુક્તિનગરીને પામ્યા.
એ પ્રમાણે શત્રુંજય પર વિમલનાથ પ્રભુનું આવવું ને સમવસરણનું સ્વરૂપ