________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ ભાષાંતર
ચંદ્રપુર નગરમાં ધીરરાજાને પ્રિય એવી આઠ પ્રિયાઓ ( પત્નીઓ ) હતી. તેઓમાં અનુક્રમે વીરમતી શ્રેષ્ઠ પટ્ટરાણી થઇ. જૈનધર્મને કરતી બીજી રાણીઓને ઉપદેશ આપતી તે પટ્ટરાણી તેઓની ગુરુ થઇ શરુઆતમાં પોતે ધનનો વ્યયકરી શ્રેષ્ઠ જિનાલય કરાવીને પટ્ટરાણી તેઓને મોક્ષ આપનાર ઉપદેશ આપતી હતી.
૯૪
आरोग्य भाग्याभ्युदय प्रभुत्वं, सत्त्वं शरीरे स्वजने महत्त्वम् तन्त्वंच चित्ते सदनेच सम्पत्, सम्पद्यते पुण्यवशेन पुंसाम् ॥१३॥
પુણ્યના વશથી પુરુષોને – આરોગ્ય – ભાગ્ય – અભ્યુદય – સ્વામીપણું – શરીરમાં સત્વ – સ્વજનને વિષે મહત્વ – ચિત્તમાં તત્વ – ને ઘરને વિષે સંપતિ થાય છે. પટ્ટરાણીના જિનમંદિરકરતાં રાજાની બીજી સ્ત્રીઓએ અધિક એવા મનોહર પોતાના જિનમંદિરો કરાવ્યાં. તેઓના મોટા જિનમંદિરોને જોઇને તે હૃદયમાં વિચારવા લાગી કે મેં આ સ્ત્રીઓની આગળ હમણાં ફોગટ જૈનધર્મ આપ્યો. આ સ્ત્રીઓએ જે શ્રેષ્ઠ ઊંચા જિનમંદિર કરાવ્યા છે. તે જલ્દી પડી જાય તો સારૂં થાય. પ્રાય: કરીને મનુષ્યો બીજાઓની વિભૂતિઓ જોઇને હંમેશાં આદરથી તે કરવા માટે તેઓની ઇર્ષ્યા કરે છે. આ પ્રમાણે દુર્ધ્યાનથી ઉત્પન્ન થયું છે શૂલજેને એવી રાજાની મુખ્યપ્રિયા મરીને ત્યાં કૂતરી થઇ છે. કર્મનું વિચિત્રપણું આશ્ચર્યકારક છે.
તે દેવમંદિરની અંદર પ્રવેશ કરતી કૂતરીને મારીને મનુષ્યો હંમેશાં તેને બહાર કાઢે છે. અકસ્માત્ એક વખત સવારમાં પ્રભુનું બિંબ જોઇને જાતિસ્મરણ પામીને તે કૂતરી પોતાના પૂર્વભવને જોઇને અત્યંત દન કરે છે. લોકોવડે મારવા છતાં પણ હંમેશાં આંસુના પ્રવાહને છોડતી તે કૂતરી પ્રભુના મંદિરના દ્વારથી બીજે કોઇ ઠેકાણે જતી નથી. વળી તે કૂતરી બીજાને વિષે ઇર્ષ્યાથી કરાયેલા પોતાના કર્મની નિંદા કરતી પશુનોભવ હોવાથી બોલી શક્તી નથી. લોકો વિચારવા લાગ્યા કે આ કૂતરી ક્યા કારણે કોઇ ઠેકાણે જતી નથી ? ક્વલીસિવાય તે હકીક્ત અજ્ઞાની લોકો જાણી શક્તા નથી.
આ તરફ ત્યાં જ્ઞાની આવ્યા. સર્વ રાણીઓએ આદરથી વંદન કર્યું અને મોક્ષસુખને આપનાર ધર્મોપદેશ સાંભલ્યો. અહીં ઉપદેશ ક્લેવો. દેશનાના અંતે રાજાની રાણીઓએ આદરથી પૂછ્યું કે અમારી ગુરુણી વીરમતી મરીને ક્યાં ઉત્પન્ન થઇ છે ? વલીએ ક્હયું કે જે કૂતરી જિનમંદિરના દ્વારમાં ઊભી છે. તે જ વીરમતી છે. ઇર્ષ્યા કરવાથી મરીને તે કૂતરી થઇ છે.તેઓએ ક્હયું કે – પુણ્યશાલી વીરમતી કૂતરી કેમ થઇ ? જ્ઞાનીએ ક્હયું કે – આર્દ્રધ્યાન કરવાથી તિર્યંચભવ પ્રાપ્ત થાય છે.
કહયું છે કે -
आर्ते तिर्यग्गतिस्तथा, गतिरधो ध्याने च रौद्रे सदा;
धर्मे देवगतिस्तथा भवति हि, शुक्ले च जन्मक्षयः ॥ २८ ॥