________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
- શ્રી સંભવનાથ પ્રભુનો શ્રી શત્રુંજ્યમાં આવવાનો સંબંધ
એક્વાર શ્રી સંભવનાથ ભગવાન મનુષ્યોને બોધ કરતાં ઘણા સાધુઓની સાથે શ્રી સિધ્ધાચલ પર્વત પર આવ્યા. દેવતાઓએ ક્યું – સુવર્ણને મણિમય ત્રણ ગઢવાલું સમવસરણ ક્યું ત્યારે તેમાં બેસીને સંભવનાથ પ્રભુએ ધર્મોપદેશ આપ્યો. નંદીશ્વર દ્વીપમાં (દર્શન – વંદન – પૂજન કરતાં) જે પુણ્ય થાય છે. તેનાથી કુંડલ પર્વતમાં બે ગણું પુણ્ય મળે છે. ચક્વીપમાં ત્રણ ગણું પુણ્ય મળે છે. અને હસ્તિતમાં – ગજાંતમાં ચારગણું પુણ્ય મળે છે. આનાથી (ઉપર કહેલાં ફલથી) જંબૂચૈત્યમાં યાત્રા કરતાં બેગણું પુણ્ય મળે છે. ઘાતકી ખંડની શાખામાં રહેલાં જિનચૈત્યોની પૂજા કરતાં છ ગણું પુણ્ય મળે છે. પુરવર દ્વીપમાં રહેલા જિનબિંબોની પૂજા કરતાં બત્રીસ ગણું પુણ્ય મળે છે. અને મેરુપર્વતની ચૂલાપર ( શિખર પર) રહેલા પ્રભુની પૂજા કરતાં સો ગણું પુણ્ય મળે છે. શ્રી શત્રુંજયમાં સ્વાભાવિક રીતે સ્પર્શના કરતાં ક્રોડગણું પુણ્ય મનાયું છે. મનુષ્યોને મન – વચન અને કાયાની શુધ્ધિથી અનંતગણું પુણ્ય મળે છે.
વર્ધમાન નગરમાં પદ્મશ્રેષ્ઠિને શ્રીમતિ નામની પત્ની હતી. તેને અનુક્રમે પદ્મા, લક્ષ્મી ને ચંદ્રાવતિ નામની ત્રણ પુત્રીઓ થઈ. (૭)પિતાએ આ ત્રણે પુત્રીઓને સઘળી ધર્મક્તા ને કર્મક્તા ભણાવી. તે પુત્રીઓ અને સંધ્યાએ પ્રતિક્રમણ અને જિનેશ્વરની પૂજા કરે છે.
ત્રણે બહેનો પંડિતોમાં ઉત્તમ એવા એક જ વરની ઈચ્છા કરતી પોતાના પિતાની આગળ મનમાં ચિંતવેલી વાત કરી. ત્યાર પછી ધનશ્રેષ્ઠિના શ્રીદનામના પુત્રને પંડિત જાણી શાસ્ત્રોના અર્થને આદરપૂર્વક પિતાએ પૂછયાલક્ષણશાસ્ત્ર - અલંકાર શાસ્ત્ર – છંદ શાસ્ત્ર – વગેરે મુખ્ય મુખ્ય શાસ્ત્રના જે જે અદભુત અર્થોને શ્રેએિ પૂછ્યા તે તે અર્થોને તેણે તુરત હયા. તેથી શ્રેષ્ટિએ ઘણાં વૈભવનો વ્યય કરવાવડે સુંદર ઉત્સવપૂર્વક ધનશ્રેષ્ઠિના શ્રીદ નામના પુત્રને ત્રણે
ન્યાઓ આપી. બે વર્ષ ગયા પછી કોઇક ઓચિંતો વિષમ – અસાધ્ય રોગ થવાથી વૈધાવડે સારવાર કરવા છતાં તે શ્રીદ જમાઈ મૃત્યુ પામ્યો. કહયું છે કે –
मातापिता भैषजमिष्टदेवो, विद्याप्रिया नंदन बान्धवाश्च। गजाश्च भृत्या बलपद्मवासे, नेशाजनं रक्षितुमन्तकाले॥१४॥
માતા – પિતા – ઔષધ – ઈષ્ટદેવતા – વિદ્યા – પ્રિયા – પુત્ર – બાંધવો – હાથીઓ – નોકરો અને બલરામ