________________
S
ય
, શ્રી તીર્થકર ભગવંતોનું શ્રી શત્રુંજયમાં આગમન (2 શ્રી અજિતનાથપ્રભુનો શત્રુંજયમાં આવવાનો સંબંધ છે
શ્રી અજિતનાથપ્રભુ ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં ભવ્ય પ્રાણીઓના મોક્ષમાટે શ્રી શત્રુંજયતીર્થમાં પધાર્યા. દેવતાઓએ સોનું – પું – ને મણિમય ત્રણ ગઢ ર્યા ત્યારે તેનાપર શ્રી અજિતનાથ પ્રભુએ બેસીને આ રીતે ધર્મ હુયો.
वरपूजया जिनानां, धर्म श्रवणेन सुगुरुसेवनया; શાસન માસન યો , કૃનત્તિ સત્ન નિન્ન નન:રા
જિનેશ્વરપ્રભુની શ્રેષ્ઠ પૂજાવડે ધર્મના શ્રવણવડે અને સુગુરુની સેવાવડે –શાસનની શોભા વધે તેવા યોગો (કાર્યો) વડે પોતાનો જન્મ સફલ થાય છે. વિવેકી મનુષ્ય ધર્મ કરવાના અવસરને મેળવીને તેના વિસ્તાર માટે વિલંબ નકરવો. કારણ કે તક્ષશિલાના રાજા બાહુબલિવડે રાત્રિને ઓળંગીને જિનેશ્વરપ્રભુને નમસ્કાર નકરાયો. તે આ પ્રમાણેઃ
છમસ્થ અવસ્થામાં રહેલા નાભિપુત્ર એટલે આદિનાથ પ્રભુ પોતાના કર્મના લયમાટે સાંજે તક્ષશિલા નગરીની નજીક કાઉસ્સગ્રુધ્યાને રહયા. વનપાલના મુખેથી બાહુબલિ રાજાએ પિતાનું આગમન જાણીને વિચાર ર્યો કે પ્રભુને રાત્રિમાં નમતાં જરાપણ શોભા નહિ થાય. તેથી હું સવારે સુંદર વિભૂતિવડે કરી છે નગરીની શોભા જેણે એવો હું ઘણા રાજાઓ સાથે પ્રભુના બે ચરણોમાં વંદન કરીશ. મનોહર સામગ્રી તૈયાર કરીને સારા ઉત્સવપૂર્વક ઘણા રાજાઓની સાથે ઋષભદેવપ્રભુને બાહુબલી વંદન કરવા જેટલામાં ચાલ્યા. તેટલામાં આ બાજુ સવારે વાયુની જેમ પ્રભુ આગળ ચાલ્યા અને ત્યાં આવેલો પુત્ર બાહુબલી પિતાને ન જોતાં આ પ્રમાણે રડવા લાગ્યો. હે સ્વામી ! શા માટે તમે તમારું એકવાર પણ દર્શન ન આપ્યું? હે પ્રભુ! હમણાં તમે મારી દૃષ્ટિનાં માર્ગમાંથી અષ્ટપણાને કેમ પામ્યા? એ પ્રમાણે વિલાપ કરતો બાહુબલી મુખ્ય મંત્રીઓવડે રોકાયો. ને તેણે જિનેશ્વરપ્રભુના પગલાથી શોભતો સૂપ કરાવ્યો. ધર્મ કરવાની ઇચ્છાવાળો જે માણસ એક ક્ષણ પણ વિલંબ કરે તે જાતે પાછલથી બાહુબલી રાજાની જેમ શોક કરે છે (પસ્તાય છે.) આ પ્રમાણે ધર્મ સાંભળીને ઘણા ભવ્યજીવો તે ગિરિપર સર્વકર્મની સ્થિતિના ક્ષયથી મુક્તિએ ગયા. એક વખત શ્રી અજિતનાથ ભગવાન ધર્મદેશના કરતા હતા ત્યારે ત્રણ લાખ સાધુઓ સિધ્ધપર્વતપર મોક્ષે ગયા.
આ પ્રમાણે શ્રી અજિતનાથ ભગવાનનો શત્રુંજયપર આવવાનો સંબંધ પૂર્ણ
– ૮ –