________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
પિતાની સેવા કરવા લાગ્યા. શ્રેષ્ઠિ પુંગવે મિત્રવડે ત્રણપુત્રોને પાછા વાળેલા જાણીને હર્ષિત થયેલો શેઠ ધનદાન વગેરે અનેકપ્રકારે પુણ્ય કરે છે. શું છે કે :
वज्रलेपस्य मूर्खस्य, नारीणां मर्कटस्य च। एको ग्रहस्तु मीनानां, नीलीमद्यपयोस्तथा ॥१९॥
વજલેપ-મૂર્ખ–સ્ત્રીઓ-વાંદરાંઓ-માછલાંઓનીલરંગ–અને મદિરાપાન કરનારાઓનો દાગ્રહ અદ્વિતીય હોય છે. (ઔષધિઓથી વજલેપ બને છે તે, મૂર્ણમાણસો, સ્ત્રીઓ-વાંદરાંઓમાંછલાંઓ–ગળીનો અસલરંગઅને દારુપીનારાઓની પક્કડ ખૂબજ મજબૂત હોય છે.) નિર્ધન થયેલો ચોથો પુત્ર પોતાના નગરને છોડીને શ્રી શત્રુંજયની પાસે દિવસને અંતે ભયંકર ગુફામાં ગયો. સવારે ત્યાં સાધુઓને જોઈને તેમની પાસે જઈને સારી ભક્તિથી નમસ્કાર કરીને સુંદર વણિકપુગે – મુખ્ય સાધુની આગળ આ પ્રમાણે સાંભલ્યું.
આ શ્રી શત્રુંજ્યતીર્થમાં શ્રી શાંતિનાથ ભગવાનના દૈષ્ટિના ગોચરમાં–માર્ગમાં સુવર્ણન કરનારી રસવડે ભરેલી રસકૂપિકા નક્કી છે જ. જે શ્રી શાંતિનાથ જિનેશ્વરની આગળ આદિ તપ કરે છે. અને પારણામાં વીશ અડદ ખાય છે. તેને શ્રી શાંતિનાથ અરિહંતનું સ્મરણ કરતાં રસકૂપિકાનો દેવ જલ્દી સુવર્ણ કરનારા રસને બતાવે છે. કહયું છે કે :- શ્રી શાંતિનાથ ભગવાનના ચૈત્યની આગળ ત્રીસહાથે સાતપુરુષપ્રમાણઊંડી સોના ને પાની બે ખાણો છે. ત્યાંથી સો હાથ જઈને પૂર્વદ્વારમાં આહાથ ઊંડી સિધ્ધરસથી ભરેલી કૂપિકા છે. શ્રી પાદલિપ્તનામના આચાર્યભગવંતે તીર્થનો ઉધ્ધાર કરવા માટે તેની પાસે રત્ન ને સુવર્ણ સ્થાપન કર્યું છે.
શ્રી ઋષભદેવના બિંબથી પૂર્વદિશામાં નીચે ઋષભકૂટથી ત્રીસ ધનુષ્ય જઈને ત્રણ ઉપવાસ કરવા જોઇએ. બલિવિધાન આદિ કર્યા પછી તે વૈરોટયા દેવીને પોતાનું દર્શન આપે. તેની આજ્ઞાવડે શિલા ઉપાડીને રાત્રિમાં તેમાં પ્રવેશ કરવો. ત્યાં ઉપવાસ કરવાથી સર્વ સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યાં રહેલા શ્રી ઋષભદેવની પ્રતિમાને નમન કરવાથી એકાવતારી થાય. ત્યાં પાંચસો ધનુષ્ય આગળ સાત પત્થરની કુંડી છે. ત્યાં સાત પગલાં જઈને પંડિત પુરુષે બલિનો વિધિ કરવો જોઈએ. ત્યાં કોઈક પુણ્યશાલીને બે ઉપવાસવડે શિલા ઉપાડવાથી રસકૂપિકા પ્રત્યક્ષ થાય.ગુરુએ કહેલું આ સાંભળીને તે તીર્થમાં જઈને તેણે તપ કર્યું. તેથી કૂપનો અધિષ્ઠાયક પ્રગટ થયો. દેવે કહયું કે :- હું હમણાં તારાપર તુષ્ટ થયો છું. હું તને રસકૂપિકા બતાવીશ. વેગપૂર્વક તું ગ્રહણ કર. સુવર્ણને કરનારો ત્રણભાર રસ તેમાંથી મેળવી સુંદર શ્રેષ્ઠિપુત્ર પોતાના નગરમાં આવ્યો ને ઘણું સોનું કર્યું. દેવના વચનથી હંમેશાં માતા-પિતાની ભક્તિમાં તત્પર એવા સુંદરે ક્લાસપર્વત સરખો પ્રાસાદ કરાવ્યો. તેની અંદર શ્રેષ્ઠ સુવર્ણમય ત્રીસભાર પ્રમાણવાલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા સુંદર વણિકે સ્થાપના કરી. શ્રી શત્રુંજયગિરિ ઉપર શ્રી શાંતિનાથ ભગવાનની શ્રેષ્ઠ સુવર્ણમય પ્રતિમા કરાવીને તેણે મંદિરમાં હર્ષવડે પ્રતિષ્ઠા કરાવી. માતા પિતા ને ભાઇઓ સહિત સુંદર શ્રી સિધ્ધગિરિ ઉપર ઘણાં દ્રવ્યનો વ્યય કરી વિસ્તારથી યાત્રા કરે છે. ત્યાં શાંતિજિનની આગળ શાંતિનાથ ભગવાનનું ધ્યાન કરતાં તે સુંદરને પાપનોક્ષય થવાથી ક્વલજ્ઞાન ઉત્પન્ન થયું.