________________
રસકૂપિકાઉપર ક્ષેત્રિપુત્ર સુંદરની કથા
કુંતલ નામના નગરમાં ધનકુબેર સરખો ધનદ નામે શેઠ હતો.. તેને શીલવગેરે ગુણથીભૂષિત ધનવતી નામની પત્ની હતી.અનુક્રમે શેઠાણીએ સારાદિવસે સોમ – અમર શ્રીદ – અને સુંદર નામના ચાર પુત્રોને જન્મ આપ્યો. સર્વપુત્રોને હંમેશાં સારા વસ્ત્રોને આભરણવડે ને સારા અન્નપાનથી હર્ષિત ચિત્તવાલો શેઠ વિષયોનું પોષણ કરતો હતો. ઘણાં ધનનો વ્યય કરી પિતાએ આચાર્યો પાસે ( પંડિતો પાસે ) સર્વપુત્રોને ભણાવ્યા અને પરણાવ્યા. શેઠ સર્વપુત્રોને જુદા જુદા ઉજજવલ મકાનો આપીને પુત્રોને જોઇને આનંદ પામતો હતો.. અનુક્રમે પોતપોતાની પત્નીથી વશ કરાયેલા સર્વ શ્રેષ્ઠિપુત્રો પિતાપાસેથી ધનલઇને પશુનીમાફક જુદા થયા. ચારપુત્રો હોવા છતાં પણ શ્રેષ્ઠિરાજ લક્ષ્મીઉપાર્જન કરવામાટે વિસામાવગર રાત્રિ-દિવસ કમાણી કરે છે. એક વખત શેઠને પોતાના ઘરમાં ઘી લાવતાં જોઇને વિમલ નામના મિત્રે કહ્યું કે હે શેઠ ! તમે જાતે કેમ કમાવ છો શેઠે કહયું કે ગામમાં વસવા છતાં પણ હું સ્ત્રીઓવડે લૂંટાયો છું મિત્રશેઠે ક્હયું કે એવી કઇ સ્ત્રીઓ છે કે હે મિત્ર ! તેનાવડે તું લૂંટાયો છે ? શેઠે ક્હયું કે મારા દેખતાં મારી પુત્રવધૂઓએ મારા પુત્રોને ચોરી લીધા છે. વિમલે ક્હયું કે તારી પુત્રવધૂઓ હમણાં શું ચોરી કરનારી થઇ છે ? શેઠે ક્હયું કે ચોરો તો સારા કે જેઓ ઘરમાંથ્રી ધન લઇને પાછા આવતાં નથી. આ પુત્રવધૂઓ તો નિરંતર મારી આંખમાં આવ્યા કરે છે.. મિત્રે કહ્યું કે તારા પુત્રોને વહુઓ પાસેથી હું પાછા લાવીશ. માટે દુઃખ ન કરવું પરંતુ ધર્મમાં આદર કરવો. તે પછી વિમલે મિત્રપુત્રપાસે આવીને ક્હયું, ત્રણ જગતમાં માતા – પિતા સરખું તીર્થ નથી.
-
पुत्रा ये पितुर्भक्ता, स पिता यस्तु पोषकः । तन्मित्रं यत्र विश्वासः, सा भार्या यत्र निर्वृत्तिः ॥ १४॥ जनेता चोपनेता च, यस्तु विद्यां प्रयच्छति; અન્નવ: પ્રાળશ્રુતિ, પિતા પ~વિધ: મૃતઃ ।।।।
૫
હયું છે કે : – પુત્રો તે છે કે જે પિતાના ભક્ત હોય, પિતા તે છે કે જે આશ્રિતનું પોષણ કરે. મિત્ર તે છે કે જેમાં વિશ્વાસ હોય, પત્ની તે છે કે જ્યાં શાંતિ હોય.
-
ઉત્પન્ન કરનાર પાસે લઇ જનાર જે વિદ્યા આપે અન્ન આપે અને પ્રાણ આપે, આમ પિતા પાંચપ્રકારે ક્હયાં છે. તે જ પુત્ર વખણાય છે કે જે હંમેશાં પોતાના લને, પિતાની કીર્તિને ધર્મને અને ગુણોને વૃદ્ધિપમાડે ઇત્યાદિ સારાઉપદેશથી ત્રણ શ્રેષ્ઠિપુત્રોને ક્રમે મિત્રે પાછા વાળ્યા. તેઓ સારી ભક્તિપૂર્વક