________________
વિવરના વિષયમાં પવન રાજાની કથા
વિધાતા ન ઘટી શકે એવી ઘટનાઓને ઘડે છે. અને સારી રીતે ઘટી શકે તેવી ઘટનાઓને જીર્ણ કરે છે. દૂર કરે છે. વિધાતા તે જ ઘટનાઓને ઘડે છે કે જેને પુરુષ વિચારતો નથી. ધાવમાતાવડે હંમેશાં સ્તનપાન આદિ આપવાવડે વૃદ્ધિ પમાડેલો ભીમ નામે પુત્ર પિતાને અત્યંત વહાલો થયો.રાજાની બીજી પત્નીએ શ્રેષ્ઠપુત્રને જન્મ આપ્યો. પિતા એવા રાજાએ તેનું “હર’ એ પ્રમાણે નામ આપ્યું. પોતાના પુત્રને રાજય આપવાની ઇચ્છાવાળી રાણી શોક્યના પુત્રને મારી નાંખવા માટે હંમેશાં ધાન્યની અંદર ઝેર આપે છે. પણ તેનું આયુષ્ય દઢ હોવાથી તેને ઝેર જરાપણ લાગ્યું નહિ રાજપુત્ર ભીમે અપરમાતાની બધી ચેષ્ટા જાણી. ભીમ વિચારવા લાગ્યો કે – મારા મનમાં રાજ્યની ઈચ્છા નથી આ અપરમાતા હંમેશાં મને નકામી હણવામાટે ઈચ્છે છે. ભીમ નગરમાંથી બહાર નીકળીને શ્રી શત્રુંજય પર્વત ઉપર ગયો ત્યાં તેણે ઘણી શ્રેષ્ઠ ગુફાઓ જોઈ.
તે ગુફાઓમાં શ્રી ઋષભદેવપ્રભુના ગીતોને ગાતાં નૂિર અને કિન્નરીઓ, દેવો, યક્ષો અને રાજાઓને પણ ખુશ કરે છે. તે પર્વતઉપર વાઘ – સિંહને શિયાળ ઝરણાંઓને વિષે પાણી પીએ છે. પોતાની ઇચ્છિત ભિક્ષાને (ભોજનને) ખાતાં ત્યાં સુખપૂર્વક રહે છે. સતત તીવ્રતપ કરતાં તપ અને ધ્યાનમાં પરાયણ આત્માઓ સુખથી સમય પસાર કરે છે. ને મોક્ષલક્ષ્મીને ઉપાર્જન કરે છે. ત્યાં નિરંતર ઔષધિઓવડે પ્રકાશ થાય છે. અને હર્ષવડે ઘણા યક્ષઆદિવો ક્રીડા કરે છે. આ પ્રમાણે હર્ષવડે પગલે પગલે કૌતુકોને જોઈને ભીમ પ્રભુની પૂજા કરીને જેટલામાં પર્વત ઉપરથી ઝંપાપાત કરવા માટે તૈયાર થયો. ત્યારે ત્યાં રહેલાં જ્ઞાનીએ કહયું કે : – હે ઉત્તમ પુરુષ ! આત્માનો ઘાત કરવાથી જીવો પોતાના કર્મોથી છૂટતાં નથી. તેથી તે તીવ્રતપ કર. જેથી તને સુખ થાય. તું ચંદ્ર નામની ગુફામાં જઈને નિરંતર તપ કર. ત્યાં જઈને તે ભીમ તપ કરતો હતો ત્યારે ચતુરંગસેના સહિત શ્રીપુરનગરનું રાજય તેને થયું. લાંબાકાળસુધી રાજ્ય કરીને શ્રી શત્રુંજ્યગિરિઉપર જઈને વત ગ્રહણ કરી ચંદ્રગુફાની અંદરરહીને તીવ્ર તપ કરવા લાગ્યા. ત્યાં તીવ્ર તપ કરતાં ભીમઋષિને ત્રણજગતને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન થયું. તે વખતે દેવોએ ત્યાં આવી તે ક્વલજ્ઞાનનો ઉત્સવ આદરપૂર્વક કર્યો. જેથી તેને જોનારા મનુષ્યોને પણ વલજ્ઞાન થયું. ત્યાં ભીમ મોક્ષમાં ગયા. બીજા પણ કેટલાક સાધુઓ મોક્ષમાં ગયા. ને કેટલાક પ્રથમ આદિ દેવલોકમાં ગયા.
વિવરના વિષયમાં ભીમરાજાની કથા સંપૂર્ણ
– – –