________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
લિવરના વિષયમાં ભીમરાજાની કથા
ઘણાં વિવરો ગુફારૂપ હોય છે. તે વિવરોમાં – ગુફાઓમાં તપસ્યા કરતાં સાધુઓ મોક્ષમાં જાય છે. ગયા છે ને જશે. અને યક્ષ વગેરેદેવો જેની રક્ષા કરે છે. હવે ચંદ્રનામના વિવરનું સ્વરૂપ કહેવાય છે.
- વારાણસી નગરીમાં પ્રજાપાલ નામના રાજાને નિર્મલ અંગની શોભાથી જિતી છે પ્રીતિપૂર્વક દેવાંગનાઓને જેણે – એવી રમાનામની પત્ની હતી. પુત્ર વગરની તે સ્ત્રી પુત્રની પ્રાપ્તિ માટે જયોતિષ આદિ જાણનારા વિદ્વાનોને પૂછતી તેઓને ઘણું ધનધાન્યઆદિ આપે છે. કહયું છે કે – રોગીના મિત્ર વૈદ્યો છે. સ્વામીના મિત્રો મીઠું બોલનારા છે. દુઃખથી બળેલાના મિત્રો મુનિઓ છે. ને ક્ષીણ સંપતિવાલાના મિત્રો જ્યોતિષીઓ છે. તો પણ તેને દુષ્કર્મના યોગથી પુત્ર ન થયો. તેથી તે રાજપની સંતોષ ધારણ કરીને રહી. સર્પો પવન પીએ છે પણ દુર્બલ નથી. વનના હાથીઓ સૂકાં ઘાસવડે બલવાન હોય છે. મુનિવરો (તાપસો) કંદ અને ફલવડે સમય પસાર કરે છે. સંતોષ એજ પુરુષનું પરમ નિધાન છે. પૃથ્વી ઇચ્છા વગરનાઓને નિધાનો દેખાડે છે. જેમ સ્ત્રી બાલકો પાસે અંગોપાંગ છુપાવતી નથી તેમ.
એક વખત શુભકર્મના ઉદયથી એક દેવે આવીને કહયું કે એક વર્ષગયા પછી તેને પુત્ર થશે. તે પછી એક વખત રાજાએ એક જ્યોતિષીને પૂછ્યું કે – ક્યા સમયે થયેલો પુત્ર દેદીપ્યમાન થશે? જ્યોતિષીએ હયું કે જે પુત્ર ઉચ્ચગ્રહો હોય ત્યારે ઉત્પન્ન થાય તો તે ચક્રવર્તિ વાસુદેવ કે બલદેવ થાય. મેષ રાશિનો સૂર્ય – ૧૦ – અંશ , વૃષભ રાશિનો ચંદ – ૩ – અંશ , સિંહ રાશિનો મંગલ – ૨૮ – અંશ , ન્યા રાશિનો બુધ – ૧૫ – અંશ , કર્કરાશિનો ગુરુ – ૫ – અંશ , મીન રાશિનો શુક્ર – ૨૭ –અંશ , તુલા રાશિનો શનિ - ર૦ – અંશનો હોય તો ઉચ્ચનો થાય. એક ગ્રહ ઉચ્ચનો હોય તો સુખી , બે હોય તો ભોગી , ત્રણ હોય તો ધનવાન , ચાર હોય તો નેતા , પાંચ હોય તો મંડલાધિપતિ , છ હોય તો રાજા , ને સાત હોય તો ચક્વર્તિ થાય. આ ઉચ્ચગ્રહોનું ફલ છે. જે ક્ષણે ને દિવસે બે ત્રણ ગ્રહો ઉચ્ચના હતા તે સમયે ઔષધના યોગથી રાણીએ શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર ઉત્પન્ન થયો ત્યારે રાણી મૃત્યુ પામી. પાપના ઉદયથી કોઇનું ચિંતવેલું થતું નથી. કયું છે કે : -
अघटित घटितानि घटयति, सुघटित घटितानि जर्जरीकुरूते; विधिरेव तानि घटयति, यानि पुमान् नैव चिन्तयति ॥१४॥