SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આ. વિજ્યસેનસૂરિએ બાદશાહના પૂછવાથી બધા પ્રશ્નોના એક પછી એક શાંતભાવે અને ગંભીરતાથી ખુલાસા આપ્યા:(૧) જેનો સત, ચિત અને આનંદ સ્વરૂપ શ્વરને માને છે. નિરાકાર કે સાકાર નિરંજન ઈશ્વરને માને છે. જેને જૈનો અરિહંત કે સિદ્ધ તરીકે ઓળખાવે છે. જૈનોનાં મંદિરો છે, તીર્થો છે વગેરે વગેરે. વ્રતધારી સાધુઓ અથવા ગૃહસ્થો સૂર્ય આથમે ત્યારથી સૂર્ય ન ઉગે ત્યાં સુધી અનાજ - પાણી લેતા નથી. (૩) જૈનો ગાયના ગળામાં બંધન થાય ત્યારથી તે બંધન ન છૂટે ત્યાં સુધી અનાજ-પાણી લેતા નથી. (૪) જૈનો જન્માભિષેકમાં ખુદ તીર્થકરોને અને કલ્યાણક ઉત્સવમાં વિવિધ અભિષેકોમાં જિનપ્રતિમાઓને ગંગાના પાણી અને ગાયના દૂધ વડે અભિષેક કરે છે. આથી સમજાશે કે વિદ્વાન પંડિતોએ જૈનો માટે જે જે શંકાઓ કરી છે તે પાયા વિનાની નિરાધાર છે. આ. વિજયસેનસૂરિવરે બાદશાહી રાજસભામાં આ. શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા “યોગશાસ્ત્ર'ના એક શ્લોક “નમો દુર્વાદરાગાદિ”ના ૭00 અર્થ કરી બતાવ્યા. તે પછી આ. વિજયસેનસૂરિએ બાદશાહ અકબર અને શેખ અબુલફજલના કહેવાથી પં. ભાનુચંદ્રગણિને મહોપાધ્યાયની પદવી આપી. આ પદવીના ઉત્સવમાં શેખ અબુલફજલે ૬૦૦ રૂ.નું દાન કર્યું. જૈન સંઘે પણ વિવિધ દાવો કર્યા. સવાઈહીર: બાદશાહ અકબરે આ. વિજયસેનસૂરિને જગદ્ગર આચાર્ય વિહીરસૂરિના યોગ્ય પટ્ટધર છે એમ સમજી “સવાઈ પીર'નું બિરુદ આપ્યું. બાદશાહ અકબરે આ. વિજયસેનસૂરિના ઉપદેશથી આચાર્યશ્રીને છ મુદ્દાઓ ઉપર ફરમાન લખી આપ્યું. તેમાં ૧. ગાય, બળદ, ભેંસ, પાડાને મારવા નહીં. ૨. મરેલાનું ધન લેવું નહીં. ૩. ગુલામ તરીકે પકડવા નહીં વગેરે વગેરે પ્રતિજ્ઞા કરી. આચાર્યશ્રીએ સં. ૧૬૪૮, સં. ૧૬૫૦, સં. ૧૬૫૧માં લાહોરમાં ત્રણ ચાતુર્માસ વિતાવ્યા. સં. ૧૬૫રમાં તેમને એવા સમાચાર મળ્યા કે ગુરુદેવ આ. વિજય હીરસૂરિનું સ્વાસ્થ બગડ્યું છે.આ સમાચાર તેમણે બાદશાહને જણાવ્યા. તેમની સંમતિ મેળવી આચાર્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યો.
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy