SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ઈડરના શેઠ સ્થિરપાલના નવ વર્ષના પુત્ર વાસણને દીક્ષા આપી. પોતાનો શિષ્ય બનાવીને તેનું નામ વિદ્યા વિજય રાખ્યું. આ. શ્રી સેનસૂરિજી સં. ૧૬૪૪ ખંભાતથી વિહાર કરી સિરોહી પધાર્યા. ત્યાં ફત્તેહપુર સિક્રીથી પધારેલ પોતાના ગુરુદેવ આ. શ્રી હીરસૂરિજીને વંદન અકબર બાદશાહને ધર્મોપદેશ: સં. ૧૬૪૮માં આ. શ્રી હીરસૂરિજી અને આ. શ્રી સેનસૂરિજી બંનેએ સાથે રાધનપુરમાં ચોમાસું કર્યું. આ સમયે લાહોરથી બાદશાહ અકબરે ફરમાન લખી મોકલ્યું કે “આપને શત્રુંજયનો પહાડ ભેટ આપવામાં આવે છે અને જેનોનો શત્રુંજયનો કર માફ કરવામાં આવે છે.” “હવે તમે તમારા પટ્ટધર આ. શ્રી સેનસૂરિજીને લાહોર મોક્લો.” અવધાન પ્રયોગ: આ. શ્રી સેનસૂરિજીએ ગુરુની આજ્ઞાથી સં. ૧૯૪૯માં રાધનપુરથી લાહોર તરફ વિહાર કર્યો. અનુક્રમે લોધિયાણા પધાર્યા. લોધિયાણાથી લાહોર ૬ ગાઉ થાય. લોધિયાણામાં શેખ અબુલફજલનો ભાઈ શેખ જી આ. શ્રી સેનસૂરિજીને મળ્યો. પં. શ્રી નંદવિજય ગણિવરે લોધિયાણામાં સૌની સામે આઠ અવધાન કર્યા. શેખફિજી તે જોઈને ખુશ થયો. તેણે બાદશાહ પાસે જઈને આ અવધાનની વાત જણાવી. સં. ૧૬૪૯ ચે. સુ. ૧૧ના રોજ આ. શ્રી સેનસૂરિજી લાહોર પધાર્યા. બાદશાહે તેમને આ. શ્રી હીરસૂરિજીના સમાચાર પૂછયો. આચાર્યશ્રીએ તેને ગુર તરફથી ધર્મલાભ કહીને સારા સમાચાર જણાવ્યા. બાદશાહને અવધાન જોવાની ઈચ્છા થઈ. આથી પં. નંદવિજય ગણિવરે રાજસભામાં અનેક રાજાઓ, ઉમરાવો, બ્રાહ્મણો અને પંડિતો વગેરે માનવમેદની સમક્ષ આઠ અવધાન કરી બતાવ્યા. આથી બાદશાહે ખુશ થઈને તેમને ખુશફહનું બિરુદ આપ્યું. પ્રશ્નોના ખુલાસા: બાદશાહ અકબરની સભાના પંડિતો મુંઝાયા. તેમને એમ થયું કે જૈન સેવડાઓ ત્યાગી અને વિદ્વાન હોય છે. જે આવે છે તે બાદશાહ ઉપર પ્રભાવ પાડે છે. આથી બાદશાહ જૈનો તરફ વધુને વધુ ખેંચાતો જાય છે. તો હવે આપણે તેનો ઉપાય કરવો જોઈએ. જેથી જૈનોનો પ્રભાવ ઓસરવા માંડે. એક પંડિતે બાદશાહને જણાવ્યું કે નામદાર! આ પંડિતો ઘણી બાબતમાં અમારાથી જુદા પડે છે. ૧. જૈનો ઈશ્વરને માનતા નથી. ૨. સૂર્યને માનતા નથી. ૩. ગાયને પૂજતા નથી. ૪ ગંગાને પવિત્ર માનતા નથી વગેરે વગેરે.
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy