________________
અનુપયોગ આદિથી અનુવાદના કે બીજા કોઈ પણ લખાણમાં ફેરફાર હોય તો તેની જવાબદારી મારી નથી. (૫) પૂર્વના પ્રકાશનમાં ઉલ્લાસ નંબર, પ્રશ્નકાર નંબર, ઉલ્લાસ પ્રશ્નોત્તર નંબર અને સળંગપ્રશ્નોત્તર નંબર એમ ચાર નંબરો આપેલા છે. ક્યાંક તો પ્રશ્રકારના સળંગ નંબર સહિત પાંચ નંબરો આપેલા છે. આ પ્રકાશનમાં ટુંકાવીને ઉલ્લાસ નંબર અને સળંગ પ્રશ્નોત્તર નંબર એમ બે જ નંબર આપેલા છે. આમાં દરેક ઉલ્લાસના પ્રશ્નોત્તર નંબર પણ આપવા જરૂરી હતા. કારણ કે આની મુદ્રિત સંસ્કૃત પ્રતમાં સળંગ પ્રશ્નોત્તર નંબર નથી આપ્યા, તું દરેક ઉલ્લાસના પ્રશ્નોત્તર નંબર આપેલા છે. એથી પ્રતના પ્રશ્નોત્તર નંબર ઉપરથી આ પુસ્તકમાં પ્રશ્નોત્તર નંબર શોધવામાં અથવા આ પુસ્તકના નંબર ઉપરથી પ્રતના નંબર શોધવામાં થોડી તકલીફ પડે. અનુપયોગથી આ ક્ષતિ થઈ ગઈ છે. આમ છતાં નંબર જલદી શોધી શકાય એનો ઉપાય આ પ્રમાણે છે:- પ્રત પ્રમાણે ચોથા ઉલ્લાસનો દશમો પ્રશ્નોત્તર આ પુસ્તકમાં જોવો છે તો, ત્રીજા ઉલ્લાસના અંતિમ સળંગ નંબર ૪૬માં ૧૦ ઉમેરતાં ૪૫૬ થાય. આથી આ ગ્રંથમાં ૪૫૬ નંબર એ પ્રતમાં ચોથા ઉલ્લાસનો ૧૦મો નંબર છે. પુસ્તકના ૪૫૬ નંબર ઉપરથી પ્રતના નંબર જોવા હોય તો ત્રીજા ઉલ્લાસ સુધીના સળંગ નંબર ૪૬ ને ૪૫૬ માંથી બાદ કરતાં દશ આવે. આથી પ્રતમાં ચોથા ઉલ્લાસનો દશમો નંબર એ આ પુસ્તકનો ૪૫૬મો નંબર છે.
આ ગ્રંથના સંપાદનમાં પ.પૂ. ગુરુદેવ શ્રી (પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખર સુ.મ.સા.) પ્રક સંશોધનમાં સહાયભૂત બન્યા છે. તે બદલ હું તેમનો ઋણી છું. આ ગ્રંથનું સંપાદન સુંદર બને એ માટે મુનિ શ્રી ધર્મશખર વિજયજીએ કરેલી મહેનત પણ ચિરસ્મરણીય રહેશે.
સૌ કોઈ આ ગ્રંથના વાંચન-ચિંતન-મનન આદિથી પોતાની મુક્તિને નિકટ બનાવે એ જ પરમ શુભેચ્છા.