________________
સંપાદકીય
તપાગચ્છાધિપતિ ૫.પૂ. આચાર્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજને અનેક ઉપાધ્યાયો, પંન્યાસો, ગણિવરો અને શ્રાવક સંઘોએ પ્રશ્નો પુછાવ્યા હતા. પૂજ્યશ્રીએ આગમો, પૂર્વાચાર્ય વિરચિત ગ્રંથો, યુક્તિઓ, અનુભવ અને આચરણા વગેરે અનુસાર એ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. એ પ્રશ્નો અને ઉત્તરોનો અકબર બાદશાહ પ્રતિબોધક પ.પૂ. આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંન્યાસ શ્રી શુભવિજ્યજી ગણિવરે સંસ્કૃત ભાષામાં સંગ્રહ કર્યો. આ સંગ્રહ એટલે જ સેનપ્રશ્ન ગ્રંથ. આ ગ્રંથનું ‘પ્રશ્ન રત્નાકર' એવું નામ છે. પણ વર્તમાનમાં આ ગ્રંથ સેનપ્રશ્ન તરીકે પ્રસિદ્ધ બનેલો છે. આનું ગુજરાતી ભાષાંતર પૂર્વે વિ.સં. ૨૦૯૬માં પ્રકાશિત થયું હતું. આ તેનું પુન:પ્રકાશન છે.
પૂર્વના પ્રકાશન કરતાં આ પ્રકાશન સુંદર બને એ માટે ઘણી ચીવટ રાખી છે. પૂર્વના પ્રકાશન કરતાં આ પ્રકાશનમાં નીચે મુજબ વિશેષતાઓ છે. :
(૧) પૂર્વના પ્રકાશનમાં ટાઈપો વધારે પડતા મોટા હતા, તેના બદલે આમાં મધ્યમ સાઈઝના ટાઈપો લેવામાં આવ્યા છે.
(૨) ૮૭૪માં પ્રશ્નોત્તરમાં ગાથાનો અનુવાદ રહી ગયો હતો. મેં તેનો અનુવાદ કરીને આમાં મૂક્યો છે.
(૩) ઘણાં સ્થળે વ્યાકરણની દષ્ટિએ હ્રસ્વ-દીર્ઘ, અનુસ્વાર વગેરેના સુધારા કર્યા છે.
(૪) અનેક સ્થળે જુની ભાષાના શબ્દપ્રયોગના સ્થાને આધુનિક ભાષાના શબ્દપ્રયોગો કર્યા છે. જેમકે - (૧) ૭૪૧ મા પ્રશ્નોત્તરમાં “ડોળો” શબ્દનો પ્રયોગ થયો છે. ડોળો એટલે દોહલો. વર્તમાનમાં દોહલા અર્થમાં ડોળો શબ્દ પ્રચલિત નથી. એથી મેં ત્યાં દોહલો શબ્દ મૂક્યો છે. (૨) ૮૨૫ મા પ્રશ્નોત્તરમાં ઉન્તુપાણી એવો શબ્દ પ્રયોગ મૂક્યો છે. ઉન્હ શબ્દ બહુજ જુનો છે. તેના સ્થાને મેં ગરમ શબ્દ મૂક્યો છે. (૩) ૩૧ મા પ્રશ્નોત્તરમાં ચદ શબ્દનો પ્રયોગ છે. તેના સ્થાને આમાં ચૌદ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. આમ અનેક સ્થળે શાબ્દિક ફેરફાર ર્યો છે. પણ અનુવાદમાં જરાય ફેરફાર કર્યો નથી. આથી ભાષાંતરકારના
*